જો આપણે આયુર્વેદનું માનીએ તો ચા નુક્શાનકારક છે જ તેમાં સ્વાસ્થ્યને હાનીકારક તત્વો હોય છે. પણ ચાની તમામ ખામી સામે એક મોટી ખુબી છે અને એ છે કે ચા વધતા વજનને કંન્ટ્રોલ કરે છે. આ વાત હાલના વૈજ્ઞાનિક શાધથી સાબીત થઈ છે.
શોધથી જાણવા મળ્યું કે ચામાં એંટીઓક્તિડેંટ હોય છે, જે વજન ઓછો કરવામાં સહાય કરે છે. પરંતુ હાલમાં થયેલ નવા સંશોધન પ્રમાણે જો ચા માં દૂધ મેળવવામાં આવે તો જાડાપણા સાથે લડનારા તત્વો એટલા પ્રભાવકારી રહેતા નથી.
ભારતીય વૈજ્ઞાનિક તરફથી થયેલા સંશોધન પ્રમાણે ચામાં જાડાપણું ઓછું કરવા માટેના ઘણા તત્વ હોય છે, પણ દૂધમાં આવતું પ્રોટિન તેની અસર ઓછી કરી દે છે.
ચામાં મળતા ફ્લેવિન્સ અને થિરોબિગિન્સ શરીરની ચર્બી ઘટાડવા અને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક થાય છે. અસમની ટી રિસર્ચ એસોસિએશનના સંશોધકોએ ઉંદર પર શોધ કરી અને તેમાં એવું સંશોધન મળ્યું કે વધારે ચરબી વાળો ખોરાક ખાનારા ઉંદરોનું વજન ઘટાડવામાં ફ્લેવિન્સ અને થિરોબિગિન્સ જેવા તત્વો વધારે મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ ગાયના દૂધમાં પ્રોટિન હોવાથી તેની અસર ઓછી થઈ જાય છે.
No comments:
Post a Comment