- હસ્ત યોગ મુદ્રાઓ છે જેને તમે રોજ માત્ર 15 મિનિટ સુધી કરો તો અનેક પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો
શું તમારી સ્કીન સમય પહેલા જ વૃદ્ધોની જેવી દેખાવા લાગી છે? શું તમે અનેક પ્રકારના કોસ્મેટિક આઇટમ ઉપયોગ કરીને થાકી ચૂક્યા છો? તેમ છતાં તમારા સ્કીનના પ્રોબલેમ સોલ્વ નથી થઈ રહ્યા. તો હવે તમારે કોઈ કોસ્મેટિક આઇટમો નહીં પણ તમારે ખાન-પાનની અને યોગ કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે.
કેટલીક હસ્ત યોગ મુદ્રાઓ છે જેને તમે રોજ માત્ર 15 મિનિટ સુધી કરો તો અનેક પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. એવી જ મુદ્રા છે વરુણ મુદ્રા જેને કરી તમને સ્કીન પ્રોબ્લેમથી છૂટકારો મેળવી શકો છો.
વરુણનો અર્થ છે જળ. જળ જ જીવન છે. હવાની જેમ જ પાણી પણ જીવન માટે ઉપાયોગી છે. ભોજન વગર થોડો સમય જીવી શકાય પણ પાણી વગર તો થોડા જ દિવસ જીવવું કઠિન બની જાય છે. પાણી ભોજનને તરળ બનાવવામાં સહયોગી બને છે, તેનાથી વિવિધ તત્વોનું નિર્માણ પણ થાય છે. પાણીના અભાવથી શરીર રુક્ષ અને નિષ્ક્રીય થઈ જાય છે.
કનિષ્ઠા હાથની સૌથી નાની આંગળીને કહેવામાં આવે છે. કનિષ્ઠા કે લીટલ ફિંગર જળનું પ્રતીક છે. કનિષ્ઠા આંગળીના આગળનો ભાગ અને અંગૂઠાનો અગ્રભાગને ભેગા કરવાથી વરુણ મુદ્રા બને છે.
આસનઃ- ઠંડીના સમયમાં તેનો ઓછો પ્રયોગ કરો. બાકીના મોસમમાં તેને ઓછામાં ઓછા ચોવીસ મિનિટ સુધી કરો. તેને કરવાનો આખો સમય અડતાલીસ મિનિટ છે.
પરિણામોઃ- શરીરની રુક્ષતા દૂર થાય છે. ત્વચા ચમકે છે અને મુલાયમ બને છે. ચામડીના રોગ દૂર થાય છે. રક્ત વિકાસ દૂર થાય છે. યૌવન લાંબા સમય સુધી રહે છે. ઉંમર વધે તેમ છતાં ચામડી ઉપર વૃદ્ધાવસ્થા આવતી નથી.