Saturday, 12 November 2011

આ વાત ધ્યાન રાખજો, નહીં તો ઉંમર પહેલા કમર વાંકી થઈ જશે




ઉપર સૂવાની આદત તમારી કમર અને કરોડરજ્જૂમાં ગંભીર દર્દ શરૂ કરી શકે છે.

તેની સાથે જ હાડકાંના નિષ્ણાતોની વાત માનીએ તો લોકોએ પોતાની ઊઠવા-બેસવાની રીતથી લઈ સૂવાની મુદ્રા ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણ કે રોજની આ ખોટી આદતને લીધે હાડકાંમાં દરદ શરૂ થઈ શકે છે. આ એવી બાબત છે જેનું ધ્યાન ન રાખવાથી ધીરે ધીરે કમર અને કરોડના હાડકાંમાં દર્દ શરૂ થઈ જાય છે. સાથે જ પોતાના ખાનપાન ઉપર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણ કે વજન વધી જવાથી શરીરનો ભાર ઘુંટણ ઉપર વધુ પડે છે અને લોકો ઘુંટણના દર્દથી બેહાલ થઈ જાય છે. એટલા માટે જો તમે ઈચ્છતા હોવ કે સમય કરતા પહેલા તમારી કમર ઝૂકી ન જાય તો તમે વધુ સોફ્ટ ગાદી ઉપર સૂતા બચજો.

1 ગ્લાસ જ્યૂસ, અપાવશે એસીડિટીથી રાહત

સંતરા ખધા પછી એકદમ ચુસ્તી મહેસૂસ થાય છે. નિયમિત રીતે સંતરાને આહારમાં સામેલ કરવાથી શરદી, ખાંસી કે રક્તસ્ત્રાવની ફરિયાદ નથી રહેતી. શરીર સશક્ત અને દીર્ધાયુ બને છે. રાતે સૂતી વખતે અને પછી સવારે સંતરા ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. દરરોજ સંતરાના જયૂસનું સેવન કોઈપણ પ્રકારના કેન્સરની સંભાવનાને ઓછી કરી દે છે કારણ કે સંતરાના જ્યૂસમાં એન્ટીઓક્સિડેન્ટ્સ વધુ માત્રામાં હોય છે.

સાંધાઓના દર્દીઓને પણ સંતરાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. તેનાથી દર્દમાં રાહત રહે છે અને વજન પણ નિયંત્રિત રહે છે. સંતરાના જ્યૂસમાં ફોલેટ જોવા મળે છે અને ફોલેટ ઘાવને ભરવામાં અને નવા સેલ્સ નિર્માણમાં મદદ કરે છે. સંતરાની છાલને પત્થર ઉપર પાણીની સાથે પીસીને શરીર ઉપર લગાવવાથી જૂની ખંજવાળનો રોગ માત્ર 5-6 દિવસમાં જ જતો રહે છે. સંતરાની છાલને તડકામાં સૂકવીને જ્યાં મચ્છર હોય તે જગ્યાએ સળગાવવાથી મચ્છરો ભાગી જાય છે.

સળગતા સંતરાના છાલની ખૂશબુ આખા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને વાતાવરણ ખુશબુમય બની જાય છે. સંતરાના રસમાં એક રૂના પૂમડાને પલાળીને આંખ ઉપર લગભગ 20-25 મિનિટ લગાવવાથી આંખોની નીચે કાળા કુંડળા સમાપ્ત થઈ જાય છે. રોજ સંતરાના રસમાં થોડુ પીસેલુ જીરૂ અને સિંધુ નમક નાખી પીવાથી અમ્લપીત અર્થાત્ એસીડીટીમાં એકદમ આરામ મળી જાય છે. ગર્ભવતી સ્ત્રી જો ગર્ભધારણ થયા પછી દિવસમાં રોજ સંતરાનો ઉપયોગ કરે તો તેનાથી સંતાન ખૂબ જ સુંદર પેદા થાય છે.

આ અમુક વસ્તુનુ ધ્યાન રાખો,તમે પણ 100 વર્ષ સુધી જીવી શકો છો

પહેલુ સુખ તે જાતે નર્યા – સંપુર્ણ સુખી જીવનની કામના સારા સ્વાસ્થય વગર કરવામાં આવતી નથી. કોઇની પાસે ગમે તેટલું અઢળક ધન હોય પણ સારા સ્વાસ્થય સમુ કોઇ પરમ સુખ નથી. આ માટે તો માનવી સ્વસ્થ શરીર અને લાંબી ઉંમર પામવા માંગતા હો તો પુર્ણતાની સાથે અને સુખનો આનંદ ઉઠાવતા આનંદમય રીતે જિંદગી જીવો. માત્ર કામ પ્રત્યેની સાચી લગન અને ઇમાનદારી જ પ્રગતિ નથી અપાવતી, પણ જિંદગીના પળને પણ વધારી દે છે.

જી હા, તમે પુરી રીતે મન લગાડીને કામ કરશો તો એક્સાઇઝ વગર તમે પણ શ્રેષ્ઠ સ્વાસ્થય પામી શકો છો. આમ તો ઉંમર વધારવા માટે વિટામીનની ગોળીઓ અને સંતુલિત ખાન-પાનની સલાહ આપવામાં આવે છે. પરંતુ એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આવી દવાઓશ્રેષ્ઠ સ્વાસ્થય માટે આવશ્યક છે પણ તેને લાંબી ઉંમર સાથે કોઇ નિસ્બત નથી.

તેના સિવાય લાંબા આયુષ્ય માટે દરેક મનુષ્યની નીચે લખેલા સુત્રોનું પાલન કરવું જરૂરી છે.

- અનિયંત્રિત કામુકતા અને વિષય- વિકારોથી દુર કરવા.

- રોજ સવારે ખાલી પેટે અંકુરિત ચણા કે મગનો નાશ્તો કરવાથી અથવા જમવામા સલાડ તરીકે લેવાથી તાકાત મળશે.

- જો તમે રોજ પોતાના જમવામાં એક સફરજન લો.

- રોજ સવારે નાસ્તામાં કે રાતે સુતા પહેલા દુધ પીવાથી સ્વાસ્થય માટે વિશેષ રૂપે ફાયદાકારક રહે છે.

- જમવામાં લીલી શાકભાજીઓ ચોક્કસ લેવી જોઇએ તેનાથી આપણા શરીરને ભરપુર વિટામીન અને આર્યન મળે છે.

- લીલા શાકભાજીઓની સાથે- સાથે તમારા જમવામાં સલાડનો મુખ્ય હિસ્સો છે. રોજ જમવાની સાથે જ્યારે પણ ઠીક લાગે તો સલાડ ચોક્કસ લો.

જમતી વખતે આટલુ ધ્યાન રાખશો તો ક્યારેય સ્થૂળ નહીં થાઓ





ભગતી-દોડતી દુનિયામાં સમયની કમીને લીધે ઉતાવળમાં દરેક કામમાં જોવા મળે છે. કોઈની ઓફિસ પહોંચવાની ઉતાવળ છે, તો કોઈને ટ્રેન કે બસ પકડવાની ઉતાવળ, પછી બાળકો હોય કે યુવાન ઉતાવળમાં ને ઉતાવળમાં આવે છે તણાવ જ તણાવ.

આપણા પૂર્વજોની જીવનશૈલીને જોઈએ તો તમને કદાચ ક્યારેય ઉતાવળ ન હતી, એટલે જ તો તેમની ઉંમર સરેરાશ ઘણી વધુ હતી. વધુ જૂની વાત નથી. તમે વિતેલા જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોને જોઈ લો. પ્રેમીઓ અને પ્રેમીકાઓની પાસે પ્રેમના ગીતો ગાવા માટે જ ફૂર્સદના ક્ષણ હતા. પણ આજે તો દરેક ક્ષેત્રમાં ઉતાવળ જોવા મળે છે.

આ ઉતાવળની અસર આપણી દિનચર્યા ઉપર પડે છે પછી તે ખાવામાં હોય, કે સારી રીતે સૂવામાં હોય. વડીલોએ કહ્યું હતું કે જમવાનું હંમેશા તણાવમુક્ત થઈ ધીરે-ધીરે ચાવીને ખાવું જોઈએ, પણ આજે તેની કોઈની પાસે ફૂરસત જ ક્યાં છે. પરંતુ આપણા વડીલોની વાતોને આજના વૈજ્ઞાનિકીની અક્ષરશઃ દોહરાવી રહ્યા છે. ધીરે-ધીરે ચાવીને ખાવાથી આપણા દ્વારા લેવામાં આવેલ ભોજનનું સંતુલિત રીતે પાચન થાય છે. સાથે જ વજન ઓછું કરવામાં મદદ મળે છે. યુનિવર્સિટી ઓફ રોડ આઇલેન્ડના સંશોધકોએ બે અધ્યયનમાં આ વાત પ્રમાણિત કરવામાં આવી છે.

આ અધ્યયનમાં એવું જોવા મળ્યું છે કે, પુરુષોની ઉતાવળ ખાવા-પીવામાં મહિલાઓની સરખામણીમાં વધુ હોય છે. ઠીક એવી જ રીતે જાડા લોકોની ઉતાવળ દુબળા લોકોની સરખામણીમાં વધુ જોવા મળી છે. એ પણ જોવા મળ્યું હતું કે આપણા આખા અનાજની અપેક્ષા રીફાઈડ અનાજને જલદી ખાઈ લે છે. એસોસિયેટ પ્રોફેસર ઓફ ન્યૂટ્રિશન કેથલીન મીલેંસન તથા સ્નાનતક વિદ્યાર્થી એમેલી પોંટે તથા અમાન્ડા પોંટેએ આ શોધ અધ્યયન ઓરલેન્ડોમાં થયેલા ઓબેસીટી સોસાયટીના વાર્ષિક કોન્ફરન્સમાં રજૂ કર્યા છે.