ચમત્કારી પ્રયોગઃ વગર ડાયટિંગે વજન ઘટાડો
યોગ હસ્ત મુદ્રાઓને પણ સ્વાસ્થ્ય માટે ઘણું લાભ દાયક માનવામાં આવે છે. હસ્તમુદ્રાઓમાં સૌથી લાભ દાયક સૂર્ય મુદ્રાને માનવામાં આવે છે. આ મુદ્રા અનામિકા આંગળી જેને સુર્યની આંગળી કે રિંગ ફિંગર કહે છે. જે અંગુઠાથી કરાય છે. આ આંગળીનો સંબંધ સૂર્ય અને યૂરેનસ ગ્રહથી છે. સુર્ય ઉર્જા સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને યુરેનસ કામુકતા, અંર્તજ્ઞાન અને બદલાવનો પ્રતિક છે.
વિધિ -
સૂર્યની આંગળીને હથેળી તરફ વાળી તેને અંગુઠાથી દબાવો. બીજી આંગળઓ સીધી રાખો. તેને સુર્ય મુદ્રા કહે છે.
લાભ -
આ મુદ્રાને રોજ બે વખત 5 થી 15 મિનિટ માટે અભ્યાસ કરવાથી શરીરનું કોલેસ્ટોરોલ ઘટે છે.
- વજન ઓછું કરવા માટે આ મુદ્રા સરળ પ્રક્રિયા ચમત્કારિ રૂપમાં કારગત નિવડી છે.
- પેટ સંબંધી રોગોમાં પણ આ મુદ્રા ખૂબ જ લાભદાયક છે.
- આ જઠરાગ્નીને સંતુલિત કરી પાચન સંબંધી તમામ સમસ્યાઓથી મુક્તિ આપે છે.
- આને નિયમિત કરવાથી બેચેની અને ચિંતા ઓછી થઈ મગજ શાંત રહે છે.
- આ મુદ્રા શરીરનો સોજો મટાડી તેને હળવા અને મજબુત બનાવે છે.
