Tuesday, 20 December 2011

દવા વગર જ શરીરની સ્થુળતાને દૂર કરશે, આ અચુક પ્રયોગ



આયુર્વેદની માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન વખતે ધરતી પર પડેલ અમૃત છાંટણામાંથી લસણની ઉત્પત્તિ થઇ.

- શરીરમાં રહેલી સ્થુળતા દૂર કરવા માટે લસણ એ રામબાણ ઉપાય છે.

સમુદ્ર મંથન વખતે 14 રત્નોમાંથી એક અમૃતને મેળવવા દેવતા અને દાનવો વચ્ચે વિવાદ થયો, બ્રહ્માએ દેવતા અને દાનવોને અલગ હરોળમાં બેસાડીને અમૃત વહેંચવાનું ચાલું કર્યું. તે સમયે રાહુ નામનો રાક્ષસ દેવતાઓની પંગતમાં રૂપ બદલીને બેસી ગયો અને અમૃત પાન કરી લીધું.

પરંતુ, જ્યારે વિષ્ણુને આ વાત માલુમ પડી ત્યારે તેમણે રાહુનું ગળું કાપી દીધુ પણ આ ઘટના દરમિયાન દાનવો દ્વારા રસપાન કરેલા અમૃત છાંટણા ધરતી પર પડ્યા. જેમાંથી લસણનો છોડ ઉદભવ્યો.

લસણનો રોજિંદા પ્રયોગથી વ્યક્તિના દાંત, માંસ, વાળ અને રંગમાં ક્યારેય ક્ષીણતા આવતી નથી. તે પેટના કીડા મારે છે અને ખાંસીને દૂર કરે છે. લસણ ચીકણો, ગરમ, તીખો, કબજિયાતને મારનારો તથા આંખોના રોગને દૂર કરનારો માનવામાં આવે છે. જો તમે સ્થુળતાથી પરેશાન હોય તો નીચે લખેલા લસણના અચુક પ્રયોગને અપનાવો.

- લસણની પાંચ- છ કળીઓને પીસીને છાશમાં પલાળી દો. તેમાંથી નીકાળીને હવે તેને પીસી લો. તેમાં વાટેલી હીંગ, અજમો અને વરિયાળીની સાથે સુંઠ અને સિંધાળુ, ફુદીનો મેળવીને ચુર્ણ બનાવી લો. આ ચુર્ણને રોજ અડધો તોલાની માત્રામાં ફાંકી લો.

- લસણની ચટણી તથા વાટેલા લસણને પાણીમાં ભેળવીને પીવું જોઇએ.

- લસણની બે કળીઓને વાટી લો તેમાં સફેદ જીરું અને વરિયાળી તથા સિંધાળુ મેળવીને ચુર્ણ બનાવી લો. તેનુ સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે સેવન કરો.

આખું વર્ષ બીમારીઓ દૂર ભાગશે, આ સ્વાસ્થય સભર દાણા ખાઓ

- શિયાળાની ઋતુ સ્વાસ્થય બનાવવા માટે શ્રેષ્ઠ ગણાય છે.

- શિયાળાની ઠંડીમાં શ્રેષ્ઠ સ્વાસ્થય બનાવવા અને આખું વર્ષ નીરોગી રહેવા તલનું સેવન અતિ ગુણકારી છે.


ઠંડીમાં લોકો પોતાના સ્વાસ્થયને જાળવવા લોકો નીત- નવા નુસખાઓ અપનાવે છે. જાત- જાતના આયુર્વેદિક પ્રયોગો પણ કરે છે.

પરંતુ આપણા વડવાઓ આપણે આખું વર્ષ નીરોગી અને સ્વસ્થ રહીએ તે માટે સ્વાદ અને સ્વાસ્થયને એક સાથે જોડ્યું.

મકર સંક્રાતિમાં ખવાતી તલસાંકળી અને તલની વિવિધ આઇટમ્સ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

તલનો ઉપયોગ ઠંડીમાં અનેક પ્રકારે કરવામાં આવે છે. જોકે નાના- નાના દાણા રૂપી આ તલ એ સ્વાસ્થયથી ભરપૂર છે. આ તલનો પ્રયોગ ઘી અને ગોળની સાથે કરવાથી ઘણાં પ્રકારના રોગ દૂર થાય છે. તે સાથે ઘરમાં બનેલી તલસાંકળી અને તલના લાડુએ શરીર માટે ફાયદાકારક રહે છે.

- જો કોઇ વ્યક્તિને વારંવાર યુરિન આવવાથી કે ખુલીને યુરિન ના આવવાની સમસ્યા હોય તો તેણે પાંચ ગ્રામ તલ અને પાંચ ગ્રામ ગૌખરુનો ઉકાળો બનાવીને પીવડાવવું. આરામ મળશે.

- તલના તેલમાં લીમડાના પાનને નાખો. આ તેલની માલિશથી ખીલ અને ચામડીના રોગથી છુટકારો મળે છે.

-તલના તેલથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ ઉપરાંત હ્રદય રોગને રોકવામાં પણ સહાયક રહે છે.

- ખાંસીથી છુટકારો મેળવવામાં તલ મદદ કરે છે. ચા બનાવતી વખતે તેમાં બે ગ્રામ તલ કે બે- ત્રણ તલના છોડના પાન અને થોડુ આદુ પણ નાખો. આ ચાના સેવનથી ખાંસી જલ્દી જ મટી જશે.

- રોજ સવારે 10 ગ્રામ કાળા તલને સારી રીતે ચાવી- ચાવીને ખાવાથી પેઢા સ્વસ્થ અને દાંત મજબુત થાય છે.

- તલ, સુંઠ, મેથી, અશ્વગંધા અને હળદરને બરાબર માત્રામાં મેળવીને પાવડર બનાવી લો. રોજ સવાર- સાંજ આનું સેવન કરવાથી આર્થરાઇટિસથી મુક્તિ મળે છે.

- તલનું સેવન કફ, સોજો, દર્દમાં રાહત પહોંચાડવામાં મદદ કરે છે.

- કાળા તલને શુદ્ધ ઘીમાં વાટી લો. તેમા પીસીને ગોળ ઓગાળીને બન્નેને મેળવીને ઠંડુ કરી લાડુ બાંધી લો. આ લાડુના સેવનથી બહુમુત્રની સમસ્યા ઠીક થઇ જશે.

શિયાળુ સ્પેશિયલ: ખજૂરનો આયુર્વેદિક પ્રયોગ,હેલ્ધી બનાવશે


જાડાપણું એ આપણા માટે એક ચિંતા સમસ્યારૂપે જોવાય છે તે રીતે પાતળા હોવાને કારણે કોન્ફિડન્સનો અભાવ વર્તાય છે. જો તમે પણ પાતળા હોવાને કારણે પરેશાન હોવ, નબળાઇ અને પાતળાપણાને કારણે હંમેશા મુક્તિ ચાહતા હો અને લોકોની અપેક્ષા અને ધૃણાથી છુટકારો પામવા માંગતા હો તો નીચે આપવામાં આવી રહેલ ખજુરના પ્રયોગને ચોક્ક્સ અજમાવો.

પ્રયોગ

ચાર ખજૂરને એક ગ્લાસમાં દૂધમાં ઉકાળીને ઠંડુ કરી લો. સવારે કે રાતે સુતા સમયે,ખજૂર ઠળિયા કાઢી દો અને છુટા પાડી ચાવી- ચાવીને ખાઓ અને દૂધ પી જાઓ. સતત 3- 4 માસ સેવન કરવાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે, ચહેરો ભરાવદાર બને છે. સુંદરતા પણ વધે છે અને વાળ લાંબા અને ઘેરા થાય છે અને બળ- વીર્યની વૃદ્ધિ થાય છે. આ પ્રયોગ નવયુવા, પ્રૌઢ અને વડીલો સૌ માટે ઉપયોગી અને લાભકારી છે. દમ

દમ એટલે કે શ્વાસના રોગીને દરરોજ સવારે – સાંજે 2-2 ખજૂરને ખુબ ચાવીને ખાવા જોઇએ, જેનાથી ફેફસાઓને શક્તિ મળે છે અને કફ તથા શરદીનો પ્રકોપ ઓછો થાય છે.

મીઠાનો અનોખો પ્રયોગ: દરેક પ્રકારના તાવ ઘુંટણિયા ટેકવશે

તાવ એ સ્વાસ્થય સાથે જોડાયેલી એક સામાન્ય સમસ્યા છે. બદલાતી સિઝનમાં તાવની ઝપેટએ સામાન્ય વાત છે. ક્યારેક વાયરલ ફીવરનાં રૂપે તો ક્યારેક ઘાતક મેલેરિયાનાં રૂપે આવામાં અલગ- અલગ નામોથી આ તાવ દરેકને પોતાની ઝપેટમાં લઇ લે છે. જેનાં કારણે ઘણીવાર મુશ્કેલીઓ પણ વેઠવવી પડે છે. ઘણાં તાવ એવાં છે કે જે ઘણાં દિવસ સુધી માણસને પોતાની ઝપેટમાં રાખીને તેને નબળો બનાવી દે છે.

પણ ગભરાશો નહીં, અહીં અત્યંત અસરકારક અને અચુક છે જે ગમે તેવા તાવમાં પણ પોતાનો પ્રભાવ દેખાડીને જ રહે છે - તે છે શેકેલું મીઠું

શેકેલું મીઠું બનાવવાની વિધિ


- ખાવામાં વપરાતા સાદા મીઠાને લઇને તેને તવા પર ધીમી આંચ પર શેકો. જયારે એનો રંગ બદલાઇ કોફી જેવો કાળા -ભુરા રંગનો થઇ જાય તો તેને ઉતારી ઠંડુ કરી લેવું. ઠંડુ થયા બાદ તેને એક શીશીમાં ભરી લેવું.જયારે તાવ આવવાનો છે એમ લાગે ત્યારે તાવ આવે તે પહેલાં એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું ભેળવી લઇ લો,જયારે તાવ ઉતરે ત્યારે પણ એક ચમચી મીઠું ફરીથી લઇ લો. આવું કરવાથી તાવ કદી પલટો નહી મારે.

વિશેષ- હાઇ બ્લડપ્રેશરથી પીડિત દર્દીઓએ આ પ્રયોગ ના કરવો.

- આ પ્રયોગ એકદમ ખાલી પેટે કરવો, એના પછી કંઇ ખાવું નહી અને ધ્યાન રાખવું કે આ દરમિયાન રોગીને ઠંડી ના લાગે.

- રોગીને વધારે તરસ લાગે તો પાણી ગરમ કરી ઠંડુ કરી આપવું.

- આ ઉપાય બાદ રોગીને 48 કલાક સુધી કંઇ ના ખાવા દો,ત્યારબાદ દુધ,ચા ,ફાડા-થુલી બનાવી ખવડાવો

મધ- લસણનો ચમત્કારિક પ્રયોગ : સફેદ વાળ પણ કાળા થઇ જશે



આયુર્વેદ પ્રમાણે લસણનો રોજિંદા જીવનમાં નિયમિત ઉપયોગથી તમે તમારી વધતી ઉંમરમાં પણ જુવાનીને અનુભવી શકો છો. - લસણ આંતરડાના કીડાઓને નીકાળે છે અને આંતરડાઓનું શુદ્ધિકરણ કરે છે.

- જખ્મોને જલ્દી જ ભરી દે છે.

- તમામ રોગોમાં કાચું લસણ વિશેષ ફાયદાકારક હોય છે. લગભગ વનસ્પતિ જાતની એકમાત્ર એવી વનસ્પતિ છે જેમાં દરેક વિટામીન અને ખનીજ છે, આ માટે લસણ વાળ માટે પણ ફાયદાકારક છે. માત્ર લસણ જ નહીં પરંતુ તેલથી પણ વાળની દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.

 વાળનું ખરવું

50 ગ્રામ સરસિયાનું તેલ લો, એક લસણની બધી કળીઓને છાલ ઉતારીને નાખી દો. ધીમા આંચે તેલમાં આ કળીઓને પકાવો. કળી બળી જાય પછી તેને ચાળીને બોટલમાં ભરી દો. રોજ રાતે સુતા પહેલા વાળમાં આ તેલની માલિશ કરો.

વાળને સફેદ થતા અટકાવવા –

ઉપરોક્ત બનેલા તેલની માલિશને અડધો કલાક કરવો જોઇએ.

વાળ કાળા કરવા માટે

 5 કળીઓને 50 મિ.ગ્રામ પાણીમાં પીસી લો પછી 10 ગ્રામ મધ મેળવીને રોજ સવારે મધ સાથે તેનું સેવન કરો.

કબજિયાત, એસીડિટીનો આનાથી સસ્તો કોઈ બીજો ઉપાય નથી


આપણા શરીરમાં મોટાભાગની બીમારીઓને લીધે પેટના રોગો થાય છે અને પેટના રોગોનું મુખ્ય કારણ હોય છે કબજિયાત. ખાસ કરીને મહાનગરોમાં વ્યસ્ત દિનચર્યામાં આપણે ન તો સમય ઉપર જમીએ છીએ કે ન તો નિત્યક્રિયાઓ ઉપર પૂરતું ધ્યાન આપીએ છીએ.

સામાન્ય રીતે કબજિયાત, બદહજમી, ગેસ, એસીડિટી જેવી સમસ્યાઓ ખૂબ જ લોકોમાં જોવા મળતી હોય છે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે ચમત્કારિક ઉપાય છે સુપ્ત પાદાંગુષ્ટાસન અને મયૂરાસન. આ આસન દરરોજ કરવાથી આ બધી સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જાય છે.

આસાન રીતઃ-

સુપ્ત પાદાંગુષ્ટાસનઃ-

સુપ્ત પાદાંગુષ્ટાસન સમતળ સ્થળે કામળો પાથરી સીધા લેટી જાઓ. શ્વાસ સામાન્ય રાખો. હવે જમણા પગને ઉપર ઉઠાવો. જમણા હાથથી પગને પકડીને ખેંચો. આ દરમિયાન શ્વાસ બહાર કાઢો. થોડીવાર આ અવસ્થામાં જ રહો. પછી ધીરે-ધીરે પગને છોડીને ફરીથી શરૂઆતની અવસ્થામાં આવી જાઓ. ત્યારબાદ ડાબા પગને ઉપર ઉઠાવો અને ડાબા હાથથી પગ પકડી ખેંચો. થોડીવાર પગ છોડી ફરી શરૂઆતની અવસ્થામાં આવી જાઓ. નીચે આપેલ ફોટોમાં તમે સુપ્ત પાદાગુષ્ટાસના ફોટોને જોઈ શકો છો.

મયૂરાસનની વિધિઃ-

-તેમાં શરીરની આકૃતિ મોર જેવી બની જાય છે. જમીન ઉપર આસન પાથરી સર્વપ્રથમ વ્રતાસન લગાવો. સાંથળો અને નિતંબને ઊઠાવીને આગળ તરફ ઝૂકો. બંને હાથ અને ઘુંટણોના બળે મોરની આકૃતિમાં આવો. હથેળીઓ અને પંજાઓ અને બંને કોણઈઓને નાંભીથી લગાવીને બંને પગને જમીનથી ઉપર ઊઠાવો. પગની પાછળની તરફથી ઊંચા કરો. શરીરનો ભાર ખભાઓ અને કોણી ઉપર નાખી ધરતીની સમાંતર શરીર ઉઠાવો. શરૂઆતમાં આ આસન એક જ વાર કરો. ધીરે-ધીરે તેની ક્ષમતા વધારતા જાઓ. મયૂરાસનની રીતને નીચે ફોટોમાં જુઓ.

આસન માટે સાવધાનીઃ- -આ આસનમાં શરૂઆતમાં પરેશાની આવી શકે છે. આથી નિયમિત અભ્યાસ કરવાથી તમે તેને સારી રીતેકરી શકો. પગને વધુ ન ખેંચવા.

આસાન લાભઃ-

-આ આસનો નિયમિત અભ્યાસથી પેટને લગતી અનેક સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે. નાભીને સારી કરવા માટે આ આસાન ઘણુ જ લાભદાયી છે. સાથે જ ગેસ, પેટદર્દ, કબજિયાત, અતિસાર, દુર્બળતા અને આળસ જેવી સમસ્યાઓ આપમેળે જ દૂર થઈ જાય છે. જઠર, સ્વાદુપિંડ તથા આંતરડાઓ માટે આ આસન તાત્કાલિક લાભ પહોંચાડનારા છે.



 
 
 
સુપ્ત પાદાંગુષ્ટાસન
 

ઘરેલુ સંજીવની બુટીઃ આ છે અનેક બીમારીઓની એક દવા



વધુ વર્કલોડને લીધે થાક લાગવો, નબળાઈ મહેસૂસ થવી, આ બધા સારા લક્ષણો નથી. એવા લોકોને મોટાભાગે તાવ અને શરદી-ખાસી અને સ્નાયુતંત્રની સમસ્યાઓ ઘેરી લેતી હોય છે. એવી વખતે વારંવાર અનેક પ્રકારની એલોપથીક દવાઓ લેવી પણ શરીર માટે નુકસાનદાયક રહે છે. એટલા માટે વારંવાર ક્લિનિકના ચક્કર લગાવવા કરતા સારું છે કે તમે એકવાર આ સમસ્યાઓને જડથી દૂર કરવા માટે નીચે આપેલ નુસખાને ચોક્કસપણે અપનાવો.

સામગ્રીઃ-

ગુલાબનું ફૂલ, તુલસીના પાના, બ્રાહ્મી વટી, ખસખસ ને શંખપુષ્પી 300-300 ગ્રામ. બનફશા(જંગલી ફૂલ), જેઠીમધ, વરિયાળી, તજ 100-100 ગ્રામ. લાલ ચંદન, મોટી ઇલાયચી, તેજપત્તા, લવિંગ, સૂઠ, બદયાન, કાળી મરી અને અસલી કેસર 10-10 ગ્રામ બધાને સારી રીતે પીસી, ખાંડીને ઝીણુ ચૂર્ણ બનાવી લો.


સેવનની વિધિઃ-

-એક ચમચી ચૂરણ એક લીટર પાણીમાં નાખી ઉકાળો, યોગ્ય માત્રામાં ખાંડ અને દૂધ નાંખી સવારે ખાટી પેટે એક ગ્લાસ પીવો. આ માત્રા ચાર વ્યક્તિઓ માટે છે.

લાભઃ-

-આ ઉકાળાના સેવનથી શરીરના આંતરિક દોષ દૂર થઈ જાય છે, માનસિક અને શારીરિક થકાવટ અને નિર્બળતા દૂર થઈ જાય છે. માથાનો દુઃખાવો, ખાંસી, ગેસ, તાવ અને પેટના રોગોથી છુટકારો મળે છે. સ્મરણ શક્તિ અને મગજની તાકાત વધે છે. સ્નાયુ દુર્બળતા દૂર થાય છે. આ સંજીવની બૂટીને જેમ જ કામ કરે છે અને એટલુ જ લાભદાયી રહે છે. આ ઉકાળો પીધા પછી તમારે કોઈપણ જાતની અનેક ગોળીઓ લેવાની જરૂર નથી. આ ઉપાય રોજ સવારે કરવાથી આખો પરિવાર બીમારીઓથી બચેલ રહે છે અને તમારા રૂપિયા પણ બચે છે.

અસરકારક નુસખો: તેલ-દવા વગર વાળ ખરતા અટકી જશે


શું તમે ખરતા વાળથી પરેશાન છો? ટાલિયાપણાના કારણે તમારી ઉંમર વધુ દેખાવા લાગે છે?તમે તારા ખરતા વાળ માટે ભાત- ભાતના નુસખા અને તેલ લગાડીને પણ થાકી ગયા છો. જો તમે આ દરેક સમસ્યાથી હેરાન થતા હો તો દરેક મુશ્કેલીઓ માટેનો એક રામબાણ નુસખો અહીં આપી રહ્યા છે કે જેને અપનાવીને તમે ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.


નુસખા –


આ બીમારીથી છુટકારો મેળવવા માટે યોગશાસ્ત્રમાં માણ્ડુની મુદ્રા સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવ્યો છે.


માણ્ડુની મુદ્રા વિધિ


આ મુદ્રા માટે કોઇ શાંત અને સ્વચ્છ વાતાવરણવાળા સ્થાન પસંદ કરો. તમને ફાવતા કોઇપણ આસનમાં બેસી જાઓ. હવે મોં બંધ કરીને જીભને તાળવામાં ગોળ- ગોળ ફેરવો હવે ઝરતી લાળને જીભના માધ્યમથી ગળે ઉતારો. આ માણ્ડુની મુદ્રા છે.


માણ્ડુની મુદ્રાના લાભ


આ મુદ્રાના નિયમિત અભ્યાસથી વાળ ખરવા બંધ થઇ જાય છે. કસમયે સફેદ થઇ જતાં વાળની સમસ્યા પણ આ મુદ્રાથી દુર થાય છે. તેનાથી તમારી ત્વચા ચમકદાર અને નીરોગી બને છે. આ મુદ્રાના નિયમિત અભ્યાસથી વાત- પિત્ત અને કફની સમસ્યા પણ દુર થઇ જશે.

ખરી રહ્યા છે વાળ? 25ની ઉંમરમાં 50ના દેખાવો છો? તો આ કરો

 વાળ ખરવા અને તે ખરતા વાળ પર નવા વાળ નહી આવવાને કારણે ટાલ પડી જાય છે. તબીબી દ્રષ્ટિએ તેનું મુખ્ય કારણ રોમકુપ બંધ થવાથી માથાની ત્વચાનું સપાટ થવુ છે. ટાલ પડવી આ બીમારીનું આમ તો કોઇ વિશેષ કારણ નથી. છતાંય ઘણીવાર લોહી વિકાર, કોઇ ઝેરી પદાર્થનાં સેવન, દાદ કે એક્ઝિમાં પણ આ પાછળ કારણભુત હોઇ શકે.

ખરતા વાળ અટકે અને ટાલમાં નવા વાળ આવે એ માટે અમે અહીં ઘરગથ્થુ નુસખા લઇને આવ્યા છે.

- મીઠાના વધારે પડતા સેવનથી ટાલિયાપણું આવે છે. એક- એક ચમચી બારીક વાટેલુ મીઠુ, કાળી મરી, પાંચ ચમચી નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે.

- જો કોઇ એક જગ્યા પરથી વાળ જતાં રહ્યા હોય અને ત્યાં વાળ નવા ના આવી રહ્યા હોય તો ટાલિયાપણાની જગ્યાએ બીજીવાર વાળ આવે છે.

- વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ રગડવાથી પણ વાળ આવવા લાગે છે.

- વાળમાં લીમડાનું તેલ લગાડવાથી પણ રાહત મળે છે.

- જો વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો.

- અડદની દાળને ઉકાળીને પીસી લો. તેનો સુતા સમયે ટાલની જગ્યાએ લેપ કરો.

- લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે.

- કેળાનાં ગુદ્દાને લીંબુના રસમાં પી લો અને લગાડો જેનાથી લાભ થાય છે.

- દાડમનાં પાનમને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.

કાળા અને ચમકદાર વાળ માટે અકસીર છે આ દેશી નુસખો

બજારમાં ઉપલબ્ધ મોંઘા કંડીશનરો ભલે ને વિશેષ ફાયદો ના આપતાં હોય પરંતુ લાંબા ગાળા માટે તે વાળ નુકસાન કારક સાબિત થાય છે.જેનાથી વાળની પ્રાકૃતિક સુંદરતા નષ્ટ થાય છે.

વાળ માટે 100 ટકા અસરકારક એવા ડીપ કંડીશનર વિશે જાણીએ.

આ દેશી અને ઘરગ્થથુ ડીપ કંડીશનરનો ઉપયોગ કરી તમે પણ તમારા વાળ ને લહેરાતા, સુંદર અને ચમકદાર બનાવી શકો છો.

બનાવવા અને લગાડવાની સરળ વિધી


અડધી વાટકી લીલી મહેંદી પાવડરમાં પાતળો લેપ બને તે રીતે જરૂર પ્રમાણે ગાયનું ગરમ દુઘ નાખવું.આ લેપમાં એક મોટી ચમચી આયુર્વેદિક તેલ નાખો.

આ મિશ્રણને સારી રીતે ભેળવી લો.જ્યારે આ લેપ ઠંડો થાય ત્યારે તેને વાળની જડમાં લગાડો.20 મિનિટ સુધી તેને રહેવા દો.

20 મિનિટ બાદ કોઇપણ આયુર્વેદિક શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો.આ ડીપ કંડીશનર દ્વારા તમારા વાળ ને પોષણ તો મળશે,સાથે વાળમાં તેજ ચમક પણ આવશે.

આ ઘરેલુ નુસખાઓથી મેળવો લહેરાતા સુંદર વાળ

લહેરાતા વાળ કોઇની પણ ખુબસુરતીમાં ચાર ચાંદ લગાડી શકે છે. પરંતુ ઘણીવાર એનાથી ઊલટું પણ થઇ શકે છે,જેનાથી આપણુ વ્યક્તિત્વ કદરૂપું લાગવા લાગે છે.

વાળોનું ખરવું એ પણ એક એવી સમસ્યા છે કે જેનાથી આપણે હેરાન થતાં હોઇએ છીએ અને આપણા લુકમાં તરત જ ચેન્જ લાવે છે.


સામાન્ય રીતે દરેકના ત્યાં મધ તો ઘણી સરળતાથી મળી જાય છે. મધના ઔષધીય ગુણ આપણે દરેક જાણીએ છીએ.મધની તાસીર ઠંડી હોય છે જે ઘણી બીમારીઓને દુર કરવામાં સક્ષમ છે.

મધથી ખરતા વાળ રોકી શકાય છે.

આજે નાની ઉંમરમાં વાળના ખરવાની સમસ્યા અવારનવાર જોતા હોઇએ છીએ. આ બીમારીથી બચવા માટે મધ અને તજએ અસરકારક ઉપાય છે.

ખરતા વાળને ગરમ ઑલિવ ઓઇલના તેલમાં એક ચમચી મધ અને તજના પાવડરની પેસ્ટ બનાવો. નહાવાના પહેલાં આ પેસ્ટને માથા પર લગાડી લો. 15 મિનિટ પછી વાળને ગરમ પાણીથી ધોઇ લો.

આમ કરવાથી થોડા દિવસોમાં ખરતા વાળની સમસ્યા દુર થાય છે.

તજ અને મધનું મિશ્રણ ઘણું અસરકારક હોય છે. આયુર્વેદના અનુસાર આના મિશ્રણથી ઘણી બીમારીઓનો ઇલાજ કરી શકાય છે.ત્વચા અને શરીરને ચમકદાર અને સ્વસ્થ રાખવા આ ઉપયોગ કરવો જોઇએ.