Tuesday, 25 October 2011

જાણો છો કેમ લોકો કહે છે પ્રેમ આંધળો છે? (Yes Love is blind )

કહેવાય છે કે પ્રેમ દિલમાં વસે છે પણ વૈજ્ઞાનિકો માને છે કે આ તો કેમિકલ લોચો છે. અને તેને કારણે જ પ્રેમ થાય છે.

શોધકર્તાઓનું માનવું છે કે, જ્યારે બે લોકો એક બીજા પ્રત્યે આકર્ષિત થાય છે તે સમયે તેમના મગજમાં એડ્રોનિલ જેવું ન્યૂરોકેમિકલનો સ્ત્રાવ થાય છે.

દિલમાં પણ કંઈક અલગ આગ લાગે છે. સાથે જ ફેનિલથાઈલામાઈન કેમિકલ ઝડપથી નર્વ્સની વચ્ચે વહેવા લાગે છે.

નોરપાઈનફિરાઈન એડ્રેનિલાઈનનો સ્ત્રાવ વધવાથી હ્રદયની ગતી તેજ થઈ જાય છે. આ આકર્ષણ જગાવે છે. તેનાથી પ્રેમીઓ વચ્ચે વધુ ઉર્જા જોવા મળે છે.

ફ્લોરસન્ટ બલ્બ આંખ માટે નુકસાનકારક !

ફ્લોરસન્ટ લાઈટને બદલે પરંપરાગત સફેદ ટ્યૂબલાઈટનો ઉપયોગ ઓછો નુકસાનકારક છે.

ઊર્જા બચાવતી ફ્લોરસન્ટ લાઈટ આંખો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેમ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ થયેલા આ સંશોધનમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોને સંતુલનમાં રાખવા નિયમિત લાઈટને બદલે ફ્લોરસન્ટ લાઈટના ઉપયોગથી આંખના રોગો વધી શકે છે.

અમેરિકન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર ફ્લોરસન્ટ લાઈટને કારણે મોતિયો અને પ્ટેર્જિયા જેવા યુવી સંલગ્ન આંખના રોગોમાં ૧૨ ટકાનો વધારો થઈ શકે છે. મુખ્ય સંશોધક ડૉ. હેલન વોલ્સે જણાવ્યું કે, કાર્બન ઘટાડવાના પ્રયાસોને પગલે ઊર્જાની વધુ બચત કરી શકે તેવી લાઈટિંગની શોધ કરવામાં આવી હતી. આખી દુનિયામાં અનેક લોકો ઘરે તેમજ કામના સ્થળે કૃત્રિમ લાઈટમાં કામ કરતા હોય છે. હજુ હમણાં સુધી આ માટે પરંપરાગત લાઈટનો ઉપયોગ થતો હતો.

પરંતુ ફ્લોરસન્ટ લાઈટનો ઉપયોગ શરૂ થવાથી લોકો હવે વધુ પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન હેઠળ આવી જાય છે. શહેરીકરણ અને કામનાં ભારણને પગલે પ્રજાને વધુને વધુ સમય આવી લાઈટ નીચે રહેવાનું બને છે. અલબત્ત ૫૦૦ નેનોમીટર જેટલું અંતર જળવાય તો અલ્ટ્રાવાયોલેટની સંભવિત અસરોથી બચી શકાય, તેમ તેમણે ઉમેર્યુંં હતું.

ઊર્જા બચાવતી લાઈટ કેટલી જોખમી?

અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને કારણે મોતિયો અને પ્ટેર્જિયા જેવી આંખોની તકલીફ થઈ શકે છે. આ સંજોગોમાં ફ્લોરસન્ટ લાઈટનાં યુવી કિરણોથી બચવું જરૂરી છે. પરંપરાગત લાઈટના સ્થાને ફ્લોરસન્ટ લાઈટના ઉપયોગથી ગ્રીન હાઉસ ગેસમાં ઘટાડો થશે, પરંતુ આવી તબદિલીથી આંખોના રોગોમાં વધારો થઈ શકે છે.

Sunday, 9 October 2011

બસ, થોડુંક જીરૂ અને ગાયબ થઈ જશે મલેરિયા !!

 
 
બદલાતી સિઝનમાં તાવ કે શરદી-ખાંસી થઈ જવી તે એક સામાન્ય સમસ્યા છે. વરસાદ પછી મચ્છરોનો આંતક વધી જાય છે. એટલા માટે વરસાદની સિઝન પછી મલેરિયા ફેલાવા લાગે છે. મલેરિયા તાવ-શરદી લઈને આવે છે અને પસીનો થયા પછી ઉતરી જાય છે. આવો જોઈએ મલેરિયામાં શું કરવું જોઈએ....

તાવ ભગાડવા માટે કેટલાક ઘરેલું નુસખાઃ-

-મીઠું, કાળી મરી, લીંબુમાં ભરી ગરમ કરી ચૂસવાથી તાવની ગરમી દૂર થઈ જાય છે. દરરોજ બેવાર ચોક્કસ કરો.

-બે લીંબુનો રસ છાલ સહિત 500 મિ.લી. પાણીમાં માટી કે સ્ટીલની કુડલીમાં રાખો. સવારે તેને ઉકાળી પી જાઓ. મલેરિયા આવવાનો બંધ થઈ જશે.

-બે નારંગીની છાલને બે કપ પાણીમાં ઉકાળો, અડધુ પાણી રહે ત્યારે ગળીને ગરમ-ગરમ પી જાઓ.

-જ્વરમાં સફરજન ખાવાથી ઝડપથી સારું થઈ જાય છે.

-મલેરિયામાં જામફળ લાભદાયી હોય છે. મલેરિયામાં જ્વર આવતા પહેલા સફરજનથી તાવ આવવાના સમયે તાવ નથી આવતો.

-એક ચમચી જીરૂ પીસી લો. જીરાને ત્રણ ગણા ગોળ તેમાં મેળવીને તેની ત્રણ ગોળી બનાવી લો અને એક-એક ગોળી ખાઓ.

-ધાણા અને સૂઢ બંને પીસી અને સમાન માત્રામાં મેળવી દરરોજ ત્રણવાર પીવાથી પણ તાવમાં ઘણી રાહત મળે છે.

-છાસ પીવાથી દરે ચોથા દિવસે આવતા મલેરિયા પણ સારો થઈ જાય છે.

-લસણનો રસ હાથ પગ અને નખ ઉપર તાવ આવતા પહેલા લેપ કરો અને એક ચમચી લસણનો રસ, એક ચમચી તલના તેલમાં મેળવી એક-એક કલાકે ટીપુ-ટીપુ ચૂસતા રહો.

-સિંધુ નમકનો એક ભાગ, દેશી ખાંડના ચાર ભાગ, બંને મેળવીને થોડી પીસી લો. અડધી ચમચી ત્રણવાર ગરમ પાણી સાથે લેવાથી મલેરિયાનો તાવ આવતો બંધ થઈ જશે, જો કે આ બધા નુસખા અજમાવવાની સાથે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

સોયા પ્રોટીન-નટ્સ ખાવાથી કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે.

જે લોકોનું કોલેસ્ટરોલ વધતું જાય છે અને જેમણે કોલેસ્ટરોલનું પ્રમાણ નિયંત્રિત રાખવા માટે તેમના આહારમાં ફેરફાર કરવાની જરૂર છે તેવાં લોકોએ સોયા પ્રોટીન અને નટ્સ તેમજ ઘન મદ્યાર્ક જેવી ચીજોનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કોલેસ્ટરોલનાં પ્રમાણને ઘટાડી શકાય છે તેવું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળે છે. ઓછા સેચ્યુરેટેડ ફેટ ડાયેટ કરતાં સોયા પ્રોટીન અને નટ્સનો સતત છ મહિના સુધી વધારેપડતો ઉપયોગ કરવાથી કોલેસ્ટરોલને અંકુશમાં રાખી શકાય છે તેવું નવા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે.
·       છ મહિના સુધી ખોરાકમાં ઉપયોગથી થતો ફાયદો
સેન્ટ માઈકલ હોસ્પિટલ અને ટોરન્ટો યુનિર્વિસટીના એમડી ડેવિડ જેન્કિન્સ તેમજ તેમના સાથીઓ દ્વારા છ મહિના સુધી આ ડાયેટનો સતત અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં વધુ ફાઈબર અને આખું ઘન અનાજ લેવાથી કોલેસ્ટરોલ ઘટતું હોવાનું જણાયું હતું, આમાં પ્લાન્ટ સ્ટેરોલ્સ અને સોયા પ્રોટીન તથા વિસ્કોસ ફાઈબર્સ અને નટ્સનો ખોરાકમાં વધારેપડતો ઉપયોગ કરવાનું અભ્યાસનું તારણ છે.
જેન્કિન્સ દ્વારા જૂન ૨૦૦૭થી ફેબ્રુઆરી ૨૦૦૯ વચ્ચે ૩૫૧ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમને સતત છ મહિના સુધી ઓછી સેચ્યુરેટેડ ચરબી ધરાવતો ખોરાક અને સોયા પ્રોટીન તથા નટ્સ લેવા વખતોવખત સૂચના આપવામાં આવતી હતી. જે લોકો સોયા પ્રોટીન અને નટ્સ ખાતા હતા તેમનું લૉ ડેન્સિટી લીપોપ્રોટીન કોલેસ્ટરોલનું પ્રમાણ ૧૩ ટકા ઘટયું હતું જ્યારે સેચ્યુરેટેડ ફેટ ધરાવતો ખોરાક લેનારાઓમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ૩ ટકા ઘટયું હતું.

Friday, 7 October 2011

પાચનને લગતી કોઈપણ સમસ્યા દૂર કરવાનો અક્સીર ઇલાજ-ચોખા(Rice)




 
જો રાતના ભોજનમાં રોટલીની જગ્યાએ ભાતનો ઉપયોગ વધુ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારુ રહે છે. તેમાં પણ જો ત્રણ વર્ષ જુનો ભાત હોય તો તે સ્વાદિષ્ટ અને પચવામાં પણ વધુ સરળ હોય છે.

આ પ્રકારના ભાત એટલે કે ખિચડીનો રાતના ખાવામાં ઉપયોગ વધુ કરવામાં આવે તો પાચન ક્રિયા વધુ સરળ બનાવે છે તેમજ તેનાથી શરિર પણ શુદ્ધ રહે છે.

-ઝાડાની સમસ્યામાં જો ચોખાના લોટને શેકી તેમાં ગાયનું દૂધ મેળવી પીવામાં આવે તો તુંરત રાહત મળે છે.

-પેટ સાફ ન આવતું હોય તો ભાતમાં દૂધ અને ખાંડ મેળવી ખાવાથી પેટ સાફ આવે છે. તેનાથી ઉલટું જો ભાતમાં દહીં મેળવીને ખાવામાં આવે તો ઝાડા બંધ થાય છે

-જો કોઈ વ્યક્તિને ભાંગ ચઢી ગઈ હોય તો ચોખાને ધોઈ તે પાણીમાં તેમાં ચપટી ખાવાનો સોડા અને થોડી ખાંડ મેળવી પીવડાવવાથી નશો ઉતરે છે. આ ઉપાય મૂત્ર વિકારની સમસ્યામાં પણ કામ લાગે છે.

-સૂર્યદય પહેલાં ચોખાના ભાત બનાવી તેમાં 25 ગ્રામ મધ મેળવીને ખાવામાં આવે અને આ પ્રયોગ અઠવાડિયા સુધી કરવામાં આવે તો આધાશીશીની બીમારી 15 દિવસમાં દૂર થઈ જાય છે.

-જો આપ ગર્ભનિરોધનો ઉપયોગ કરવા માંગતા નથી કે ગર્ભનિરોધક ગોળીઓનું સેવન પણ કરવા ઈચ્છતા નથી તો ચોખા ધોયેલા પાણીમાં ચોખાનો છોડ પીસી તેને ગાળી લો તેમાં મધ મેળવી સ્ત્રીને પીવળાવી દો. આ કોઈપણ આડઅસર વગરનું સુરક્ષિત ગર્ભનિરોધનું કામ કરે છે.

ડિપ્રેશનને બાય-બાય કહેવા બસ આટલું જ કરો

વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ભરપૂર પ્રમાણમાં ફળો અને શાકભાજીના સેવનથી કિશોરોમાં ડિપ્રેશન જેવી માનસિક બિમારી થતીનથી. ડેકિન યુનિવર્સિટીના ડોક્ટર ફેલિસ જૈકાએ જણાવ્યું કે, ત્રણ ચતુર્થાંશ માનસિક સમસ્યાઓ પુખ્ત થતાં પહેલાં કિશોરાવસ્થામાં જ થવા માંડે છે. કિશોરો માટે ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર લેવું ખુબ જ જરૂરી છે.

જ્યારે ડોક્ટરોએ ત્રણ હજાર કિશોરોએ અભ્યાસ કર્યો હતો. તેમની પાસે પ્રશ્નપત્ર ભરાવામાં આવ્યો હતો. જેમાં ૨૦૦૫ અને ૨૦૦૭માં તેમના ડાયટની વિગતો ભરવાની હતી. જેમાં જણાવ્યું કે ૨૦૦૫માં ફળો અને શાકભાજી ખાનારને ૨૦૦૭માં ડિપ્રેશનના ઓછા લક્ષ્ણો દેખાય હતા.

ફળોમાંથી બનેલી દવા હવે વાળ સફેદ થતાં અટકાવશે



વાળ સફેદ થવાની કુદરતી પ્રક્રિયા હવે કદાચ ભૂતકાળ બની શકે છે. વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ફળોના અર્કમાંથી ગોળી તૈયાર કરવામાં આવી છે જેને કારણે ઉંમર વધવા સાથે વાળ સફેદ થવાની પ્રક્રિયા અટકાવી શકાશે.

એક દાયકા કરતાં વધુ સમય સુધી પ્રયોગો કર્યા બાદ એક વૈશ્વિક કોસ્મેટિક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી આ દવા ચાર વર્ષમાં વેચાણમાં મૂકવામાં આવશે તેવી ધારણા છે. કોસ્મેટિક કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ ગોળીની શોધ સાથે હવે આઠ અબજ પાઉન્ડના હેર કલર બજાર ઉપર જીત મેળવી શકાશે. હાલ ઘણી મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ વાળ રંગવા માટે હેરડાઈનો ઉપયોગ કરે છે. કંપનીની પ્રયોગશાળાના વડા બ્રુનો બનૉર્ડે કહ્યું કે, આ ગોળીઓને પુરુષો અને સ્ત્રીઓ બંનેનું માર્કેટ મળી રહેશે.

અમારો ઈરાદો છે કે લોકો તેમની ભોજનની જરૂરિયાતના પૂરક તરીકે તેનો ઉપયોગ કરે. આ દવા વધારે મોંઘી નહીં હોય તેમ પણ તેમણે જણાવ્યું હતું. બ્રુનોએ કહ્યું કે, આદર્શ સ્થિતિ એ છે કે વાળ સફેદ થવાની શરૂઆત થાય તે પહેલાં આ ગોળી લેવાની શરૂ કરવી જોઈએ કેમકે અમને નથી લાગતું કે એક વખત વાળ સફેદ થવાની શરૂઆત થઈ ગયા પછી આ દવાથી તેને ફરી કાળા કરી શકાય

મેદસ્વીપણું ઘટાડવા બેસ્ટ એક્સરસાઈઝ છે એરોબિક્સ...!

હ્રદય અને સક્યરૂલેટરી સિસ્ટમ (એક એવું તંત્ર જેના માધ્યમથી પોષક તત્વ જેવા અમીનો એસિડ, ઈલેક્ટ્રોલાઈટ્સ લિંફ અને ગેસ, હોર્મોન્સ પસાર થાય છે) તેના યોગ્ય સંચારમાંટે એરોબિક્સ એક્સરસાઈઝ ખૂબજ ફાયદાકારક છે.

એરોબિક્સ ન ફક્ત આ માટે જ પણ અન્ય કેટલીયે રીતે લાભદાયક સાબિત થઈ શકે છે તો જાણો કેવી રીતે...


-શુ છે એરોબિક્સ એક્સરસાઈઝ?
આને કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઈઝ પણ કહે છે. ફિટનેસ એક્સપર્ટ્સ કહે છે કે આ એક્સરસાઈઝને કરવામાં શરીરની બધી જ માંસપેશિઓ શામેલ થાય છે તે કારણે જ આ સૌથી વધુ કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તો જાણો ટોપ 4 એરોબિક્સ એક્સરસાઈઝ વિશે જે આપનું મેદસ્વીપણું ઘટાડી આપને ફિટ એન્ડ ફાઈન રાખે છે.

-સ્કીપિંગ (દોરડા કુદવા)
આ એરોબિક્સ એક્ટિવિટીમાં શરિરના નિચલા ભાગ એટલે કે થાઈઝ, હિપ્સ અને ખભા સૌથી વધુ સક્રિય હોય છે. આ સિવયા વર્કઆઉટની સરખામણીમાં મસલ્સ ઈંજરીની આશંકા ઓછી રહે છે. આ શરીરમાં કોર્ડિનેશન ઈમ્પ્રુવ કરે છે. પહેલાના સમયમાં લોકો આવન જાવન માટે બાઈકિંગ અને સાઈક્લિંગનો ઉપયોગ કરતાં હતાં. જો સાયક્લિંગને યોગ્ય પોશ્ચર અને ટેક્નિકથી કરવામાં આવે તો બેક અને શરીરના અન્ય સાંધા રિલેક્સ રહે છે. તેની ખાસિયત છે કે તે વર્ક આઉટ ઈનડોર અને આઉટડોર બન્ને છે.

-સ્વીમિંગ
આ એવું એરોબિક્સ વર્કઆઉટ છે જેમાં પૂરેપુરુ શરિર એક્ટિવ રહે છે. પાની સ્ટ્રેસ બસ્ટર છે, તેથી માણસ ન ફક્ત માનસિકરૂપે પણ શારીરિક રૂપે પણ તણાવરહિત થઈ જાય છે. ફિટનેસ એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્વીમિંગ વજન ઘટાડે છે અને સાથે જ માંસપેશિયોને પણ મજબૂત બનાવે છે. સ્વીમિંગ સ્ટ્રોકથી શરીરના મેટાબોલિઝમ તેજ થાય છે અને બોડી પોશ્ચર સુધરે છે. આનાંથી શરીરમાં વધારાની કેલરી પણ બર્ન થાય છે.

-વોકિંગ
આ સૌથી સરળ એરોબિક્સ એક્ટિવિટી છે જેને બધી જ ઉંમરના લોકો કરી શકે છે. આ વિભિન્ન ઈંટેસિટી સાથે કરી શકાય છે. એક્સપર્ટ્સ કહે છે કે બ્રિક્સ વોક એટલે કે ફટાફટ કરવામાં આવેલી વોક સૌથી લાભકારી સાબિત થઈ શકે છે. વોકિંગમાં પણ બે પ્રકાર હોય છે સ્પીડ વોકિંગ અને રેસ વોકિંગ. સ્પીડ વોકિંગ સામાન્ય રીતે પ્રોફેશનલ વોકર્સ કરે છે જ્યારે રેસ વોકિંગ સામાન્ય લોકો અપનાવે છે.

-રનિંગ
અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન (એસીએસએમ)ના જણાવ્યાં પ્રમાણે, એરોબિક્સ એક્સરસાઈઝના કેટલાંયે ફાયદાઓ છે. તેનાથી હાઈ ઈંટેન્સિટીથી જ કરવું પડે છે. તેનાથી શરિરની ફેટ ઓછી થાય છે અને એચડીએલ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. આ કોલેસ્ટ્રોલ હ્રદયની કાર્યપ્રણાલી સ્વસ્થ બનાવવાં જરૂરી છે. તેનાથી હાઈ બ્લ્ડ પ્રેશરની બિમારી અને કોરોનરી આર્ટરી ડિસીઝનો ખતરો પણ ઓછો થાય છે. વિશેષજ્ઞના જણાવ્યાં પ્રમાણે, આ એક્ટિવિટીથી શરિરને એઝાઈમ્સ એક્ટિવ રહે છે અને માંસપેશિઓની ગતિશીલતા વધવામાં હોર્મોન્સની સક્રિયતા વધે છે.

એરોબિક્સ હાઈ ઈંટેસિટી વાળી એક્સરસાઈઝ છે તેથી કેટલાંય લોકોને આ કરવામાં કંટાળો આવે છે પણ તેમાં ઘણી વેરાયટી છે આપને જે પસંદ હોય તે એક્સરસાઈઝ કરી તમે ફિટ રહીં શકો છો. તમે તમારી શારીરિક સ્થિતી અને જરૂરત પ્રમાણે પસંદ કરી કરો છો

મૂંઝાયેલા-વ્યાકુળ લોકો વધુ વિશ્વાસુ હોઈ શકે

મૂંઝાઈ જતા અથવા તો પરિસ્થિતિથી આકુળ-વ્યાકુળ થઈ જતા લોકો વધુ વિશ્વાસુ અને વધુ ઉદાર હોઈ શકે તેવું એક અભ્યાસ દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ અંગે એક વ્યાપક અભ્યાસ કર્યો હતો જેમાં તેમણે એવું પુરવાર કરવા પ્રયાસ કર્યો છે કે મૂંઝાઈ જવું એ સારી બાબત છે, એટલું જ નહીં પણ વાસ્તવમાં મૂંઝવણ એ જે-તે વ્યક્તિની એક એવી લાગણીશીલ સ્થિતિ છે જેના ઉપર તમે વિશ્વાસ રાખી શકો છો.

આ સંશોધન સહકાર અથવા વિશ્વાસુ ટીમ ઊભી કરવા માગતા તેમજ બિઝનેસ ભાગીદારો શોધવા માગતા હોય તેમના માટે ઉપયોગી છે, એટલું જ નહીં, પરંતુ આવા લોકો ડેટિંગ અંગે પણ ઉપયોગી ટિપ્સ આપી શકે છે. જે લોકો સરળતાથી મૂંઝારો કે વ્યાકુળતા અનુભવતા હોય તેઓ એક પત્ની કે એક પતિત્વમાં પણ માનતા હોવાનું આ અભ્યાસનું તારણ છે.

‘મૂંઝવણની એક સંતુલિત સ્થિતિ એ સદ્ગુણનું લક્ષણ છે. અમારાં તારણો સૂચવે છે કે મૂંઝવણ એ સારી બાબત છે અને તેને દૂર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ,’ તેમ આ અભ્યાસનું નેતૃત્વ લેનાર મેથ્યુ ફિનબર્ગે જણાવ્યું હતું. મૂંઝવણની સ્થિતિનું સૌથી જાણીતું લક્ષણ ચહેરો નીચો કરી દેવો એ છે જ્યારે કેટલાક લોકો ચહેરો આંશિક રીતે ઢાંકી દેતા હોય છે અથવા આખો ચહેરો પણ હાથથી ઢાંકી દેવાતો હોય છે. આ અભ્યાસ માટે પ્રથમ તબક્કામાં કોલેજના ૬૦ વિદ્યાર્થીઓની મૂંઝવણભરી સ્થિતિનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩૮ અમેરિકી નાગરિકો ઉપર પણ આ અંગે પ્રયોગ કરવામાં આવ્યા હતા અને તેના આધારે સંશોધકો આ તારણ ઉપર આવ્યા હતા.

Monday, 3 October 2011

ધૂમ્રપાનની આદત તમને ભૂલકણા બનાવશે



ધૂમ્રપાન શા માટે છોડી દેવું જોઈએ તેનું વધુ એક કારણ આ રહ્યું... ધૂમ્રપાન કરનાર લોકો તેમની ત્રીજા ભાગની રોજિંદી યાદશક્તિ ગુમાવી દેતા હોય છે. બ્રિટનમાં આ અંગે થયેલા અભ્યાસ દ્વારા એ પણ સ્પષ્ટ થયું છે કે જે લોકો ધૂમ્રપાન છોડી દે તેઓ તેમની યાદશક્તિ ફરીથી પાછી મેળવી શકે છે. રોજિંદી યાદશક્તિ એટલે વ્યક્તિની દૈનિક કામગીરી સાથે સંકળાયેલી બાબતો. જેમ કે, દિવસ દરમિયાન કરવા માટેનાં અગત્યનાં કામો, નામો યાદ રાખવા, ખરીદી માટેની ચીજો ન ભૂલવી વગેરે.

આ અભ્યાસ માટે સંશોધકોએ ૧૮થી ૨૫ વર્ષની વયજુથના ૭૦ લોકોને યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યારપછી આ લોકોને તેમણે જોયેલી નાની નાની વિગતો યાદ કરવા જણાવવામાં આવ્યું હતું. આ પૈકી જે લોકો ધૂમ્રપાન કરવાની ટેવવાળા હતા તેમાંના માત્ર ૫૪ ટકા લોકોને જ અમુક વિગતો યાદ રહી હતી, જ્યારે કદી ધૂમ્રપાન નહિ કરનાર ૮૧ ટકા લોકો વિગતવાર જવાબો આપી શક્યા હતા.

માછલીનાં તેલથી મગજ તેજસ્વી થતું નથી




અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, સગભૉ મહિલાઓ માટે માછલીનાં તેલમાંથી બનેલી કેપ્સૂલ અથવા અન્ય પ્રકારની દવાઓ લેવાથી જન્મ લેનાર બાળકના મગજના વિકાસ પર કોઇ અસર થતી નથી.


નોર્વેમાં થયેલાં સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, માછલીનાં તેલથી બનેલી કેપ્સૂલનું સેવન કરનારી મહિલાઓનાં બાળકોના મગજનો વિકાસ કેપ્સૂલનું સેવન નહીં કરનારી માતાઓના બાળકો જેવું જ થયું હતું. ખરેખર માછલીમાં મળતાં ડોકા સાહેકસોનોઇક એસિડ (ડીએચએ) જેવા ફેટી એસિડ ભ્રૂણના વિકાસ માટે મહત્વના હોવાનું માનવામાં આવે છે.


સ્પેનની ગ્રનાડા યુનિવર્સિટીના સંશોધક સટીના કેંપાએ જણાવ્યું કે, અમે માછલીનાં તેલથી બનેલી દવાઓનું સેવન કરનારી સગભૉ મહિલાઓનાં બાળકોમાં ખાસ અસર જોઇ નથી. આ પ્રકારની કેપ્સૂલ લેવાનું નુકસાનકારક નથી, પરંતુ તેના લાભના કોઇ વિજ્ઞાની પ્રમાણ પણ મળ્યાં નથી.

ઓરલ સ્ટેરોઇડથી વિટામિન ડી ઘટવાનો ખતરો

એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય લોકોની સરખામણીમાં ઓરલ સ્ટેરોઇડ લેનારાઓમાં વિટામિન ડીની ઉણપથી થનારા રોગોનો ખતરો બમણો હોય છે. તેના માટે ૩૧,૦૦૦ બાળકો અને પ્રૌઢ પર અભ્યાસ કરવામાં આવ્યો છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ડોક્ટરોએ સ્ટેરોઇડ દ્વારા જેમનો ઇલાજ ચાલુ હોય એવા દર્દીઓમાં વિટામિન ડી ના સ્તરની તપાસ કડક રીતે કરવી જોઇએ. અલ્બર્ટ આઇન્સટીન કોલેજ ઓફ મેડિસિનના સહાયક પ્રોફેસર એમી સ્કવેરસ્કાયે જણાવ્યું કે, સ્ટેરોઇડના ઉપયોગથી વિટામિન ડી ની ઉણપ થઇ જાય છે. તેના ઉપયોગને કારણે વધનાર એન્જાઇમનું સ્તર વિટામિન ડીને નિષ્ક્રિય કરી દે છે.

દરરોજ 6-7 કાજુ ખાવાની ટેવ પાડો પછી જુઓ ફાયદો




કહેવાય છે કે મેવાનું રાજ કાજૂમાં છે. અને ખરેખર કાજૂનો કોઇ જવાબ નથી. આને ખાવાથી જ્યાં તમને ઊર્જા મળે છે ત્યાંજ તમને સુંદર પણ બનાવે છે.કાજૂમાં પ્રોટીનની માત્રા ધણી વઘારે હોય છે જે તમારા હાડકાઓને મજબૂત બનાવે છે. કાજૂ મસૂડા અને દાંતોને સ્વસ્થ રાખે છે.


તમને ખબર છે કે કાજૂમાં મોનો સૈચુરેટડ ફેટ હોય છે જે હ્રદયને સ્વસ્થ રાખે છે અને હ્રદયના રોગોથી દુર રાખે છે. કાજૂમાં એન્ટી ઓક્સિડેંટ પણ હોય છે જે કેન્સરથી ચાવે છે. કાજૂમાં વઘારે પડતી ઊર્જા હોય છે અને તેમાં dietry fibre ની માત્રા પણ વઘારે હોય છે તેના લીઘે તેને ખાવાથી શરીરનું વજન સંતુલિત રહે છે.


રોજ સવારે 6-7 કાજૂનો નિયમિત સેવન કરવાથી વાળ ઉતરતા બંઘ થાય છે. અને સ્ક્રિન માટે પણ ઘણો ફાયદાકારક છે. કાજૂને દૂધમાં ભેળવી રગડવાથી સ્ક્રિન સુંદર અને મુલાયમ બને છે.સાથે કાજૂ તમારી રંગત પણ નિખારે છે. હા, એ સાચું છે કે કાજૂ ઘણો મોંઘો છે પણ સૌ દવાઓ ખાવાથી સારું છે કે કાજૂનો સેવન કરો. જે તમને સુંદર અને સેહતમંદ બનવા છે.

ગભૉવસ્થામાં શા માટે કસરત જરૂરી?

ગભૉવસ્થામાં કરેલી કસરત બાળકને ભવિષ્યમાં અલ્ઝાઈમરથી બચાવી શકે

ગભૉવસ્થા દરમિયાન મહિલાઓ જો હળવી કસરત કરવાનું ચાલુ રાખે તો ભવિષ્યમાં તેમનાં બાળકોને અલ્ઝાઈમર સહિત મજજાતંતુઓની અન્ય બીમારીઓથી બચાવી શકાય છે. આ અંગે સંશોધકોએ ગભૉવસ્થા દરમિયાન હળવી કસરત કરનાર અને શરીરને સંપૂર્ણ આરામ આપનાર એમ બે પ્રકારની મહિલાઓનો વ્યાપક અભ્યાસ કર્યો હતો અને તેના આધારે તેમણે તારણ કાઢયું કે, ગર્ભવતી માતા કસરતનો સહારો લે તો આવનાર બાળકના સ્વાસ્થ્ય ઉપર ઘણી હકારાત્મક અસર પડે છે.

જર્મનીમાં એસાનસ્થિત યુનિવર્સિટી હોસ્પિટલ એસાનનાં ડૉ. કેથી કેવેનીએ કહ્યું હતું કે, ગભૉવસ્થા દરમિયાન જેન અને પ્રોટીનમાં થતા ફેરફારો કસરતથી સંતુલનમાં રહી શકે છે અને તેના આધારે આવનાર બાળકને મગજને લગતી વિવિધ બીમારીમાંથી બચાવી શકાય છે. તેમણે જણાવ્યું કે, કસરત કરવાની યોગ્ય પદ્ધતિ બાબતે સાચી સમજ હોય અને તે સાથે નવી રીતે સારવારનો આશ્રય લેવામાં આવે તો અલ્ઝાઈમર જેવી બીમારી અટકાવી શકાય છે, એટલું જ નહીં, પરંતુ મગજ અને વર્તણૂંકને લગતી સમસ્યાઓમાંથી બચી શકાય છે.

સંશોધકોએ તેમના પ્રયોગમાં મૂશકોને પણ સામેલ કર્યા હતા અને તે દ્વારા સમગ્ર અભ્યાસને તાિર્કક બનાવવામાં આવ્યો હતો. આ માટે તેમણે અલ્ઝાઈમર પીડિત ઉંદરના નવા જન્મેલા બચ્ચાંને પાંચ મહિના સુધી અલગ પાંજરામાં રાખીને પ્રયોગો કર્યા હતા.

ગભૉવસ્થા દરમિયાન થતા ફેરફારો મહત્વના જર્મનીમાં એસાનસ્થિત યુનિવર્સિટી હોસ્પિટલ એસાનનાં ડૉ. કેથી કેવેનીએ કહ્યું હતું કે, ગભૉવસ્થા દરમિયાન જેન અને પ્રોટીનમાં થતા ફેરફારો કસરતથી સંતુલનમાં રહી શકે છે અને તેના આધારે આવનાર બાળકને મગજને લગતી વિવિધ બીમારીમાંથી બચાવી શકાય છે

ડાયાબીટિસ ઘટાડવો હોય તો ધીમે-ધીમે ખાવ


ડાયાબીટિસ થવાનો ખતરો ઘટાડવો હોય તો, ઉતાવળે ન ખાવ, પરંતુ ધીમે-ધીમે ચાવીને ખાવ. જાપાનના સંશોધકોએ કરેલાં એક અભ્યાસમાં એવું શોધી કાઢવામાં આવ્યું કે, ધીમે-ધીમે ખાનારાઓમાં તૂટેલા ગ્લુકોઝને જોડવાનું કામ બમણી ગતિએ થાય છે. જે લોકોમાં તૂટેલા ગ્લુકોઝને સહન કરવાની શક્તિ હોય છે, એવા લોકોના લોહીમાં ગ્લુકોઝની માત્રા વધુ હોય છે, પરંતુ તે ડાયાબીટિસ થવાનું કારણ જેટલી વધુ હોતી નથી.

જો સાવચેતીનાં પગલાં ભરવામાં નહીં આવે તો, તે ટાઇપ-૨ ડાયાબીટિસમાં રૂપાંતર થઇ શકે છે. આવા ૪૦થી ૫૦ ટકા લોકોને આગામી ૧૦ વર્ષમાં ટાઇપ-૨ ડાયાબીટિસ થઇ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઉતાવળે ખાવાથી ખતરો વધી જાય છે.

વર્ક પ્લેસ ઉપર આ રીતે બેસો, તો થાક નહીં લાગે




પોશ્ચરનો અર્થ છે તમારા કામ કરવાની મુદ્રા કે શૈલી. તમે કોઈપણ કામને કોઈ ઢંગથી કરો તે જ પોશ્ચર છે. લાંબા સમય સુધી રોજ કમ્પ્યૂટર વર્ક કરવા માટે યોગ્ય પોશ્ચરમાં બેસવું જરૂરી છે. યોગ્ય પોશ્ચરમાં બેસવાથી કમરને લગતી સમસ્યા પેદા થતી નથી. સાથે જ થાક પણ ઓછો લાગે છે. કમ્પ્યૂટર ઉપર કામ કરનારાઓએ આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તેમને બેસવાની ચેર કેવી છે? ચેર પૂરી રીતે સુવિધાજનક હોવી જોઈએ.

-કામ કરતી વખતે કમર એકદમ સીધી રાખો.

-કમ્પ્યૂટર રાખવા માટે કમ્પ્યૂટર ટેબલનો યોગ્ય ઉપયોગ કરો.

-કિબોર્ડ એટલી ઊંચાઈએ રાખે કે ટાઈપ કરવામાં પરેશાની ન થાય.

-એક જ પોઝિશનમાં લાંબો સમય કામ કરવાને બદલે થોડી-થોડી વારે પોઝિશનમાં ફેરફાર કરતા રહેવું.

-પગને એકબીજા ઉપર ચડાવીને પણ થોડી વાર બેસવું જોઈએ પણ આખો દિવસ પગ ઉપર પગ ચડાવીને ન બેસવું.

-કમ્પ્યૂટર ઉપર સતત કામ કરીને આંગળી થાકી ગઈ હોય તો બંને હાથે એકબીજાને મસાજ કરવો.

-ખુર્શી એવી જ હોવી જોઈએ કે જે આરામ આપે. જો તમારો કમરનો ભાગ ખુર્શીને ટચ ન હોય તો લાંબા સમય એ સ્થિતમાં બેસવાથી કમરને આરામ ન મળતા દુઃખાવો થઈ શકે છે.