
વાળ સફેદ થવાની કુદરતી પ્રક્રિયા હવે કદાચ ભૂતકાળ બની શકે છે. વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ફળોના અર્કમાંથી ગોળી તૈયાર કરવામાં આવી છે જેને કારણે ઉંમર વધવા સાથે વાળ સફેદ થવાની પ્રક્રિયા અટકાવી શકાશે.
એક દાયકા કરતાં વધુ સમય સુધી પ્રયોગો કર્યા બાદ એક વૈશ્વિક કોસ્મેટિક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી આ દવા ચાર વર્ષમાં વેચાણમાં મૂકવામાં આવશે તેવી ધારણા છે. કોસ્મેટિક કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ ગોળીની શોધ સાથે હવે આઠ અબજ પાઉન્ડના હેર કલર બજાર ઉપર જીત મેળવી શકાશે. હાલ ઘણી મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ વાળ રંગવા માટે હેરડાઈનો ઉપયોગ કરે છે. કંપનીની પ્રયોગશાળાના વડા બ્રુનો બનૉર્ડે કહ્યું કે, આ ગોળીઓને પુરુષો અને સ્ત્રીઓ બંનેનું માર્કેટ મળી રહેશે.
અમારો ઈરાદો છે કે લોકો તેમની ભોજનની જરૂરિયાતના પૂરક તરીકે તેનો ઉપયોગ કરે. આ દવા વધારે મોંઘી નહીં હોય તેમ પણ તેમણે જણાવ્યું હતું. બ્રુનોએ કહ્યું કે, આદર્શ સ્થિતિ એ છે કે વાળ સફેદ થવાની શરૂઆત થાય તે પહેલાં આ ગોળી લેવાની શરૂ કરવી જોઈએ કેમકે અમને નથી લાગતું કે એક વખત વાળ સફેદ થવાની શરૂઆત થઈ ગયા પછી આ દવાથી તેને ફરી કાળા કરી શકાય
No comments:
Post a Comment