
અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, સગભૉ મહિલાઓ માટે માછલીનાં તેલમાંથી બનેલી કેપ્સૂલ અથવા અન્ય પ્રકારની દવાઓ લેવાથી જન્મ લેનાર બાળકના મગજના વિકાસ પર કોઇ અસર થતી નથી.
નોર્વેમાં થયેલાં સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, માછલીનાં તેલથી બનેલી કેપ્સૂલનું સેવન કરનારી મહિલાઓનાં બાળકોના મગજનો વિકાસ કેપ્સૂલનું સેવન નહીં કરનારી માતાઓના બાળકો જેવું જ થયું હતું. ખરેખર માછલીમાં મળતાં ડોકા સાહેકસોનોઇક એસિડ (ડીએચએ) જેવા ફેટી એસિડ ભ્રૂણના વિકાસ માટે મહત્વના હોવાનું માનવામાં આવે છે.
સ્પેનની ગ્રનાડા યુનિવર્સિટીના સંશોધક સટીના કેંપાએ જણાવ્યું કે, અમે માછલીનાં તેલથી બનેલી દવાઓનું સેવન કરનારી સગભૉ મહિલાઓનાં બાળકોમાં ખાસ અસર જોઇ નથી. આ પ્રકારની કેપ્સૂલ લેવાનું નુકસાનકારક નથી, પરંતુ તેના લાભના કોઇ વિજ્ઞાની પ્રમાણ પણ મળ્યાં નથી.
No comments:
Post a Comment