Monday, 29 August 2011

જોઈએ છે લાંબા કાળા સીલ્કી વાળ તો આટલી કાળજી જરૂરી..!

 
  આ ટિપ્સ ફોલો કરી જુઓ આપની સુંદર સિલ્કી કાળા લાંબા વાળની ઈચ્છા જરૂરથી પુરી થશે

 જેમ શરીરના ગ્રોથ માટે વિટામીનવાળો ખોરાક જરૂરી છે તેવી જ રીતે વાળને પૂરતું પોષણ આપવા પણ કેટલીક મહેનતની જરૂર છે.



-અઠવાડિયામાં બે વાર હુંફાળા તેલથી મસાજ કરવું જરૂરી છે. ઓઇલ મસાજથી બ્લડ સરક્યુલેશન ઉત્તમ રીતે થાય છે, સાથેસાથે ઉચિત પોષણ મળે છે.

- વાળના ગ્રોથ માટે કેસ્ટર (એરંડિયું) ઓઈલ લગાડવું. કેસ્ટર ઓઇલ હેર ટોનિકનું કામ કરે છે.

- કેરીની ગોટલી અને હરડેને એક સરખા પ્રમાણમાં લઈ દૂધમાં વાટી પેસ્ટ  બનાવી વાળ ધોવા. વાળ વધારવા માટેનો આ રામબાણ ઇલાજ છે.

- વાળને ગ્રોથ અટકાવવા માટે ખોડો મોટો અવરોધ છે વાળને ખરતા અટકાવવા મધમાં તજનો ભૂક્કો તમારા રેગ્યુલર તેલ ભેળવી લગાવો.

- ઓઈલી હેરને કંડિશનિંગ કરવા એક ગ્લાસ પાણીમાં બે ચમચા બિયર ભેળવી વાળ પર લગાવો અને થોડી વાર બાદ ધોઈ દેવા.

ગુલાબ(Rose)ની પાંખડી શા અધર


ચહેરા પર સૌથી સુંદર આંખ અને સૌથી આકર્ષક હોઠ હોય છે. આ બંનેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આજના વ્યસ્ત જીવનમાં કુદરતી સુંદરતાની જાળવણી ખૂબ અઘરી બની ગઇ છે અને તેમાં જો કોઇ ખામી દેખાય તો આપણે તેને કૃત્રિમ રીતે સુંદર બનાવી દઇએ છીએ. આપણા હોઠ સૌથી વધુ કૃત્રિમ રીતે સજાવેલા જોવા મળતા હોય છે. એટલે તમે જાતે જ તેની કાળજી રાખતાં શીખો. આના માટે જરૂરી ઉપાય આપણે જાતે જ કરી શકીએ છીએ.

- મોટા ભાગની યુવતીઓ હવે રોજિંદા જીવનમાં હોઠ પર લિપસ્ટિક લગાવે છે. લિપસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરવાથી હોઠ કાળા પડી જાય છે. આવા સમયે થોડા દિવસ માટે લિપસ્ટિક લગાવવાનું બંધ કરી દો. સફેદ માખણમાં કેસર મેળવીને રોજ રાતે હોઠ પર લગાવો. આનાથી હોઠની કાળાશમાં ફેર પડતો જણાશે અને તમારા હોઠ ફરીથી પહેલાં જેવા ગુલાબી બની જશે. લિપસ્ટિક ક્યારેક કોઇ પાર્ટી કે ફંકકશનમાં જવાનું હોય ત્યારે જ લગાવો.

- હોઠનો ગુલાબી રંગ જાળવી રાખવા માટે લાલ ગુલાબની તાજી પાંખડીઓને વાટીને, એમાં થોડું ઘી ઉમેરી એની પેસ્ટ બનાવી લો. એને હોઠ પર લગાવીને એક કલાક રહેવા દો. ત્યાર બાદ ધોઇ નાખો. આ લેપથી તમારા હોઠ ખૂબ જ સુંદર અને મુલાયમ બની રહેશે.

- હોઠની કોમળતા અને કુદરતી ભેજ જાળવી રાખવા માટે રૂમાલ પર થોડો પાઉડર છાંટીને એને હોઠ પર મૂકીને હળવા હાથે દબાવવું. આવું કરવાથી હોઠનો કુદરતી ભેજ જળવાઇ રહેશે.

- દરરોજ રાત્રે મધમાં થોડું બદામનું તેલ ઉમેરીને તેનાથી હોઠ પર માલશિ કરવાથી હોઠ શુષ્ક થઇ જતાં અટકે છે.

- ઓલિવ ઓઇલ અને વેસેલિન મિક્સ કરીને દિવસમાં ત્રણથી ચાર વાર હોઠ પર લગાવવાથી હોઠ જલદી ફાટતા નથી. જો હોઠ શુષ્ક થઇ જઇને તેમાં ચીરા પડી જતાં હોય તો આ ઉપચારથી ચીરાઇ ગયેલા હોઠમાં પણ ખૂબ રાહત થશે.

- બે ચમચી કોકો બટર અને અડધી ચમચી હની વેકસ લો. એક વાસણમાં વેકસને ગરમ કરી એમાં કોકો બટર ભેળવો. આ મિશ્રણને ઠંડુ પડવા દો અને પછી તેને લિપ બ્રશની મદદથી હોઠ પર લગાવો. આનાથી હોઠની સુંદરતા જળવાઇ રહેશે. આ રીતે હોઠની કાળજી રાખી શકાય છે.

બોડીકેર

મીઠાં મધ(sweet honey) ના આ સુંદર ફાયદા તો જાણી લો...!



ન ફક્ત શરિર માટે પણ સુંદરતા વધારવા માટે પણ મધ અક્સિર છે. જો તેને નિયમિત રીતે ચહેરા પર લગાવવામાં આવે તો આપની ત્વચા ચમકદાર અને કોમળ રહે છે.


*તો જાણી લો આપના મીઠાં મધનાં સુંદર ફાયદા

-જો ઘરકામ કરતા સમયે આપનો હાથ દાઝી ગયો હોય તો તે જગ્યા પર મધ લગાવવાથી ફાયદો થાય છે
-સનબર્ન થયું હોય તો પણ આપ મધનો તે જગ્યા પર ઉપયોગ કરી બચી શકો છો. મધમાં એવા ગુણ છે કે તે ત્વચાને સૂર્યની ખરાબ કિરણોથી બચાવે છે અને તેને તાજગી બક્ષે છે.
-મધ ત્વચામાંથી પાણીનું પ્રમાણ ઘટવા દેતું નથી અને તેથી તેની ચમક ઓછી થતી નથી
-જો આપની સ્કિન ઓઈલી હોય તો મધ અને દૂધને મિક્સ કરી નિયમિત ચહેરા પર લગાવો ફાયદો થશે.

મોટાભાગની કોસ્મેટિક કંપનીઓ પણ મધનો ઉપયોગ તેમની પ્રોડક્ટ્સમાં કરે છે. જો આપ ફિગર મેઈન્ટેઈન કરવા માંગો છો તો પણ મધ ઘણું જ લાભકારી છે.

મધ એક પ્રાકૃતિક એન્ટીઓક્સીડેન્ટ છે તેને કારણે ચહેરાના નાના મોટા ઈન્ફેક્શન સામે લઢી શકે છે. પિપ્લ્સથી બચવા તમે મધનો ઉપયોગ કરી શકો છો.

દાડમ(pomegranate) ના દાણા જેવાં દાંત મેળવવાં બસ આટલું કરો


દાડમના દાણા જેવા ચમકતા સફેદ દાંત તો સૌનુ આકર્ષણ હોય છે. પણ એક ઉંમર પછી કોઈના પણ દાંત આપોઆપ પીળા પડવા લાગતા હોય છે.

નીચે અમુક ઘરગથ્થુ ઉપચાર આપેલા છે જેનાથી તમે તમારા દાંત પરના ડાઘ દૂર કરી શકો છો અને સાથે સાથે તે સિવાયની દાંતને સંબંધિત તકલીફો પણ દૂર કરી શકો છો.

• સંતરાની છાલની અંદરની બાજુને દાંત પર ઘસો. આમ કરવાથી તમારા દાંત સફેદ થશે અને શાઈન પણ આવશે.

• જમ્યા પછી સફરજન ખાવાથી દાંત પરના પીળા ડાઘ દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે. લીલા ધાણા અને ગાજર પણ સ્ટબર્ન ડાઘ દૂર કરવા માટે અસરકારક છે.

• એક કપ પાણીમાં 1/2 ટીસ્પૂન સંચળ ભેળવેલા પાણીથી કોગળા કરવાથી દાંતની બધી તકલીફો દૂર રહે છે.

• તમારા દાંત પર એપલ સઈડર વિનેગરથી દરરોજ રાત્રે બ્રશ કરો.

• સોડા અને 1/2 ટીસ્પૂન બાય-કાર્બોનેટની બનાવેલી પેસ્ટથી તમારા દાંતને ઘસો.

• અખરોટના ઝાડની છાલ દાંત પર ઘસવાથી દાંત પરના ડાઘ દૂર થઈ જશે.

• તમારી ટૂથપેસ્ટ અને બેકિંગ સોડાને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. તેને એલ્યુમિનિયમ ફોઈલ પર પાથરો. તમારા દાંતને આ ફોઈલ વડે ઢાંકી દો અને એક કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ બ્રશ કરો. અઠવાડિયામાં બે વાર આ રીતે કરો.

• કોફી કે બ્લૂ બેરીનુ જ્યૂસ પીધા પછી અથવા કંઈ પણ ખાધા પછી પાણી જરૂરથી પીઓ, ખાસ કરીને એવુ કંઈ પણ ખાધા પછી જેના કારણે તમારા દાંત પર ડાઘ પડી શકે છે. પાણીથી તમારા દાંત પર ખોરાકના કણો જામશે નહી અને દાંત પર ડાઘ નહીં પડે.

હૃદયને સાબૂત રાખવા કોમેડી ફિલ્મો જુઓ

હાસ્ય એ તમારા હૃદય માટે શ્રેષ્ઠ છે, કોમેડીથી હકારાત્મક અસર ઊભી થાય છે

હાસ્ય એ શ્રેષ્ઠ ઔષધ છે એવું આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ. શહેરોમાં લોકો વહેલી સવારે બગીચામાં જઈને લાફિંગ ક્લબમાં મોટેમોટેથી હસતા હોય છે, જે લોકો સામાન્ય સંજોગોમાં કે લાફિંગ ક્લબમાં જઈને હસી ન શકતા હોય તેમણે કોમેડી ફિલ્મો જોવી જોઈએ. એમ કરવાથી તેમનું હૃદય સાબૂત રહેશે.

આ અંગે સંશોધન કરનાર ટીમે જણાવ્યું છે કે, કોમેડી ફિલ્મો અથવા હાસ્યના અન્ય કાર્યક્રમો જોવાથી ધમનીઓની કામગીરી પર હકારાત્મક અસર થાય છે. આથી વિરુદ્ધ યુદ્ધ કે હોરર ફિલ્મો જોવાથી અવળી અસર થતી હોય છે જેને કારણે વ્યક્તિને માનસિક તંગદિલી થઈ શકે. સંશોધનના ભાગરૂપે કેટલાક લોકોને એક દિવસ કોમેડી ફિલ્મ બતાવવામાં આવી હતી અને બીજા દિવસે યુદ્ધ ફિલ્મ બતાવવામાં આવી હતી.

મેરીલેન્ડ યુનિવર્સિટીના ડૉ. માઈકલ મિલરે આ અંગે કહ્યું કે, યુદ્ધ ફિલ્મ જોતી વખતે લોકોનાં રુધિરાભિસરણમાં અનિયમિતતા નોંધાઈ હતી અને તેમના લોહીનો પ્રવાહ ધીમો પડી ગયો હતો. આ સંશોધનના આધારે અગાઉના એ અભ્યાસને અનુમોદન મળ્યું છે કે માનસિક તનાવ અને લોહીની ધમનીઓ વચ્ચે સંબંધ છે. જોકે કોમેડી ફિલ્મ જોયા પછી ધમનીઓનું વિસ્તરણ થયું હતું.

અભ્યાસ દરમિયાન હાસ્ય અને માનસિક તંગદિલીના તબક્કાઓમાં ધમનીઓનાં વિસ્તરણમાં ૩૦ થી ૫૦ ટકાનો તફાવત આવતો હોવાનું ૩૦૦ જેટલાં પરીક્ષણો દ્વારા સાબિત થયું હતું. આમ, હાસ્ય એ તમારા હૃદય માટે શ્રેષ્ઠ બાબત છે એટલું સાબિત થાય છે તેમ ડૉ. મિલરે જણાવ્યું હતું.

અનોખો ફંડાઃ ઘી ખાઈને પણ તમે જવાન બની રહી શકો છો?

મોટાભાગે આપણા મગજમાં ખાન-પાન સાથે સંબંધિત અનેક ભ્રમણાઓ હોય છે, એવી જ આપણા ભારતીય ભોજનમાં પીરસવામાં આવતી વાનગીઓની સાથે થોડી માત્રામાં ખાવામાં આવતા ઘીને લઈને છે. લોકો તેને નુકસાનદાયક સમજી આજે તેને ખાવાથી બચવા લાગ્યા છે. આ બાબતે આપણે એવું વિચારવા લાગીએ છીએ કે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ, ટાઇગ્લેસરાઈડનું સ્તર તો નહીં વધે ને. આયુર્વેદમાં તેનાથી વિરુદ્ધ ઘીને એક રસાયણ ઔષધી માનવામાં આવી છે. આ વાત સત્ય છે કે કેટલાક વર્ષોમાં ભારતમાં પણ હૃદયરોગીઓની સંખ્યામાં વધારો થયો છે. તેની પાછળ ખાનપાન પણ એક કારણ હોઈ શકે છે પરંતુ તેની માટે માત્ર ઘી ખાવાથી બચવું, તે યોગ્ય નથી.

ઘી ભારતીય વાનગીઓ, આયુર્વેદિક ઔષધિઓનું પ્રાચીનકાળથી જ એક ઘટક રહ્યું છે, આયુર્વેદના ગ્રંથોમાં તો ઘીને અનેક ઔષધિય મહત્વ બતાવવામાં આવ્યા છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઘીને અન્ય ઔષધિઓ સાથે મેળવવામાં આવે ત્યારે પોતાના ગુણોને ન છોડીને તે ઔષધિના ગુણોને પણ પોતાની અંદર સમાવેશ કરી લે છે- છેને કમાલની વાત, આ તો અનુકરણિય પણ છે, પછી ડર કેવો?

ભારતીય ગૃહિણીઓ તેને એક વિશેષ વિધિથી બનાવે છે. જેમાં ગાયના દૂધને લાકડા કે માટીના વાસણમાં રાખી છે, પહેલા તે દહીં ફેરવાઈ જાય છે, ત્યારબાદ દહીને ફેરવીને માખણ પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારબાદ તે માખણને ત્યાં સુધી ઉકાળવામાં આવે છે જ્યાં સુધી દૂધના ઠોસ કણ પણ ઘીમાં ન ફેરવાઈ જાય. ત્યારબાદ જે વધારાનું છાંશ, દહીં, પાણી હોય તે બળીને નીચે બેસી જાય છે. ત્યારબાદ તેને અલગ વાસણમાં કાઢી લેવામાં આવે છે. ઠંડુ થાય ત્યારે વાસણને સારી રીતે બંધ કરી દેવામાં આવે છે. બસ, ધ્યાન રાખવું કે ઘી ક્યારે પણ ફ્રિજમાં ન રાખવું. આયુર્વેદની અનેક દવાઓમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તથા આ માટે ગાયના ઘીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આયુર્વેદના આ ઔષધીઓને ઔષધિસિદ્ધાંત ધૃતના નામથી ઓળખવામાં આવે છે જે નીચે પ્રમાણે છેઃ

ફળધૃતઃ- ખૂન બનાવનાર, વાંઝણી સ્ત્રીને સંતાન યોગ્ય બનાવનાર,

ત્રિફલાદીધૃતઃ- બધા પ્રકારના ઉદર તથા કૃમિ રોગોથી દૂર રાખનાર,

વૃહતકલ્યાણકધૃતઃ- ગર્ભ ન રહેતો હોય તે સ્ત્રી માટે અંત્યંત ઉપયોગી ઔષધિ,

અશોકધૃતઃ- લૂકોરિયા, કમર દર્દ વગેરેમાં લાભકારી ઔષધિ,

નવીનધૃતઃ- રૂચિકર, તૃપ્તિકારક, દુર્બળતા દૂર કરનાર,

પુરાણધૃતઃ- જૂનું ઘીઃ- 10 વર્ષ જૂનું ઘી જખમ, ખાંસી, મૂર્છા, મગજના વિકાર, ઉન્માદ અને મિર્ગી વગેરે રોગોમાં ફાયદેમંદ,

પચ્ચતિક્તધૃતઃ- ત્વચા રોગોમાં પ્રભાવશાળી હોય છે. આયુર્વેદિકના મતે ગાયના ઘી અન્ય બધા ઘીની સરખામણીએ સ્વાદિષ્ટ, બુદ્ધિ, ક્રાંતિ, સ્મરણશક્તિને વધારનાર, વીર્યવર્ધક, અગ્નિદીપક, પાચક, યૌવનને સ્થિર રાખનાર ગુણોથી યુક્ત હોય છે.

તો એટલા માટે જ ન ઘી વર્ષોથી ખવાતું આવ્યું છે, સદીઓથી, બસ જરૂરિયાત છે શુદ્ધ તથા સંયમિત માત્રામાં તેના સેવનની.

જાણો આ સફેદ ઝેરના ફાયદા-ગેરફાયદા? (ખાંડ -Sugar)





જો કસરત ન કરતાં હો અને ખાંડવાળા પીણાં પીતાં હો,તો અઠવાડિયામાં અડધો કિલો વજન વધી શકે છે.

વધુ પડતી ખાંડ દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. દાંતમાં થતી કેવિટી માટે ખાંડ જવાબદાર છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોકલેટ, કેક વગેરે જેમાં ખાંડ અને સ્ટાર્ચ બંને હોય, તે દાંત માટે બહુ જ નુકસાનકારક છે. કેવિટીને દૂર રાખવો જરૂરી છે કે આપણે ખોરાકમાં કાર્બોદિત પદાર્થો લઇએ.

ગમે તે હોય તો પણ ખાંડ વજન વધારવા માટે કારણભૂત તો ચોક્કસ છે જ. આમ તો તેલ અથવા ઘીમાં ખાંડ કરતાં વધુ કેલેરી આવેલી છે, પરંતુ રિફાઇન્ડ ખાંડ ખાવાથી શરીરમાં તેનો સ્ટોરેજ ઝડપથી થઇ જાય છે અને એ તો હકીકત છે કે ખાંડવાળી વાનગીઓમાં કેલેરી પુષ્કળ આવેલી છે.

નાનાથી માંડી અને વૃદ્ધો સુધી દરેકનું ગળપણ પ્રત્યેનું ખેંચાણ અનોખું જ રહ્યું છે. આપણે ત્યાં સરેરાશ કેટલી ખાંડનો વપરાશ થાય છે તે તો કદાચ કહેવું અઘરું છે, પરંતુ જે પ્રમાણે મીઠાઇની દુકાનો ખુલતી જાય છે અને ત્યાં જે ભીડ હોય છે તે જોઇને આપણે લોકોનો ગળપણ પ્રત્યેનો પ્રેમ જાણી શકીએ છીએ. તે ઉપરાંત ચોકલેટ અને કેકનું પણ ધૂમ વેચાણ થાય છે. આઇસક્રીમ માટે તો એમ કહેવાય છે કે કોઇ આઇસક્રીમ દુનિયામાં ત્યારે જ ચાલે જ્યારે તેને ગુજરાતીઓ પાસ કર્યો હોય. કોઇ પણ નવા આઇસક્રીમ સૌથી પહેલાં ગુજરાતમાં મૂકાય છે.

શું ખાંડ ખરેખર ખરાબ છે? ખાંડનો સૌથી મોટો ગુનો એ છે કે તેનાથી ડાયાબીટિસ થાય છે. શું ડાયાબીટિસ ફક્ત ખાંડથી જ થાય છે? જેઓ ખાંડ લેવાનું બંધ કરે તેમને શું ડાયાબીટિસમાં રાહત થાય છે? ખરેખર તો ગુજરાતીઓ દેશમાં સૌથી વધુ તેલનો વપરાશ કરે છે અને ઓછામાં ઓછો વપરાશ અનાજ પાછળ કરે છે.

ખાવાની ખોટી રીતભાત અને અનિયમિત જીવનશૈલીને કારણે આજે ગુજરાતીઓમાં ડાયાબીટિસનું પ્રમાણ વધતું જાય છે. કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય એવા ખોરાકથી તમારો ‘glycemin Index’ વધે છે. આવા ખોરાકમાં ખાંડ ઉપરાંત વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને ચોખા આવી જાય છે. એવું માનવામાં આવે છે કે જો High glycemin food જેમ કે, મેંદો કે ખાંડ વધુ પ્રમાણમાં વાપરો તો ડાયાબીટિસ કે હાઇ બ્લડપ્રેશર થઇ શકે છે.

ગમે તે હોય તો પણ ખાંડ વજન વધારવા માટે કારણભૂત તો ચોક્કસ છે જ. આમ તો તેલ અથવા ઘીમાં ખાંડ કરતાં વધુ કેલેરી આવેલી છે, પરંતુ રિફાઇન્ડ ખાંડ ખાવાથી શરીરમાં તેનો સ્ટોરેજ ઝડપથી થઇ જાય છે અને એ તો હકીકત છે કે ખાંડવાળી વાનગીઓમાં કેલેરી પુષ્કળ આવેલી છે. જેમ કે, ઠંડા પીણાંની ૩ બોટલ જો પાણીના બદલે લેવામાં આવે તો તેમાં તમે શરીરમાં લગભગ ૪૫૦ કેલેરી એક્સ્ટ્રા નાખી દો છે.

જો એ રેગ્યુલર ખોરાક ખાય અને કસરત વ્યવસ્થિત ન કરતાં હોય તો આવા વ્યક્તિ રોજના ૩ બોટલ ઠંડા પીણાંની લે તો અઠવાડિયાનું અડધો કિલો વજન વધારે છે. આપણી વાનગીઓ બનાવવાની રીત જ એવી છે કે જ્યાં ખાંડ આવે ત્યાં તેલ, ઘી વધુ આવે જ. જેમ કે બિસ્કિટ, કેક, આઇસક્રીમ, ચોકલેટ વગેરે બધામાં જ ખાંડ અને ફેટનું પ્રમાણ વધારે આવે જ છે.

આ ઉપરાંત, No fat or No Sugar વાળી વસ્તુઓ દરેક વખત ખાવાલાયક નથી હોતી. જેમ કે, No Fat વાળી વસ્તુઓમાં સ્વાદ માટે વધુ ખાંડનો ઉપયોગ થાય છે, તે જ રીતે No Sugar વાળી મીઠાઇ કે ચોકલેટમાં Sugar Substitues આવે છે જે નુકસાનકારક હોય છે.

વધુ પડતી ખાંડ દાંત માટે ખૂબ જ નુકસાનકારક છે. દાંતમાં થતી કેવિટી માટે ખાંડ જવાબદાર છે. આ ઉપરાંત બિસ્કિટ, ચોકલેટ, કેક વગેરે જેમાં ખાંડ અને સ્ટાર્ચ બંને હોય, તે દાંત માટે બહુ જ નુકસાનકારક છે. કેવિટીને દૂર રાખવો જરૂરી છે કે આપણે ખોરાકમાં કાર્બોદિત પદાર્થો લઇએ. આનાથી મોંમાં ઉત્પન્ન થતાં રસ ખાંડ અને સ્ટાર્ચને દાંતમાં જમા થતાં રોકે છે. બાળકો જ્યારે વધુ ખાંડ લે છે ત્યારે તેઓ વધુ પડતાં એક્ટિવ થઇ જાય છે અને તોફાન કરે છે. વધુ પડતાં ખાંડવાળા પીણાં બાળકોને હાઇપર એક્ટિવ બનાવી શકે છે.

ઘણા લોકો માને છે કે કસરત કરતાં પહેલાં અથવા પછી જો ખાંડવાળા પીણાં પીવામાં આવે તો તે વધુ એનર્જી આપે છે. જે દરેક વખતે સાચું નથી કારણ કે શરીરને એનર્જી સ્નાયુ અને લીવરમાં સ્ટોર થયેલું ગ્લુકોઝ આપે છે. કસરતના પહેલાં કલાકમાં કાર્બોદિત પદાર્થો (ખાંડ નહીં.) જે કસરતના અમુક કલાક પહેલાં લેવામાં આવ્યા હોય તે એનર્જી આપે છે. ફક્ત મેરેથોન જેવી રમતમાં એ જ સમયે ખાંડ લેવામાં આવે તો મદદરૂપ થાય છે.

ટૂંકમાં, ખાંડથી શરીરને સ્વાદ સિવાય કોઇ ખાસ ફાયદો નથી. સમતોલ આહાર જેટલો જરૂરી છે એટલી જ સમતોલ માત્રામાં ખાંડ પણ જરૂરી છે. ખાંડ જો ફક્ત સ્વાદ પૂરતી અથવા દિવસની ૧-૨ ચમચી લેવામાં આવે તો સ્વાદ સંતોષે છે અને નુકસાનકારક નીવડતી નથી.

ફિટનેસ, લીઝા શાહ ડાયેટિશિયન

Friday, 26 August 2011

બિસ્કિટ (buiscuit) ખાવાની શોખિન છો? તો જરાં ચેતી જજો

 
-નાસ્તો કરવામાં બિસ્કિટ ખાવાના શોખિન હોવ તો જરાં આ વાત જાણી લેજો

હાલમાં જ થયેલાં રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બિસ્કિટ અને કેક ખાવાની શોખિન મહિલાઓને ગર્ભ કેન્સર થવાની સંભાવના 42 ટકા વધી જાય છે.

શોધકર્તાઓએ આવી મહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ તેમની ટેવમાં સુદધારો કરે.

છેલ્લા 10 વર્ષોથી સ્વીડનની 60,000 મહિલાઓના ખાનપાન પર નજર રાખવામાં આવી હતી અને તે બાદ આ વાત જાણવા મળી હતી કે જે મહિલાઓને કેક અને બિસ્કિટ ખાવાની ટેવ વધુ હોય છે તેમને ગર્ભ કેન્સરનું જોખમ વધારે રહે છે

ધતૂરો(white thorn-apple) - એક ઔષધી

  • ધતૂરાનાં પાનનો રસ અને કળીચૂનો ભેગા કરી, ગરમ કરી સોજા પર લેપ કરવો કે ધતૂરાનું મૂળ ગોમૂત્રમાં ઘસીને સોજા પર લેપ કરવાથી સોજામાં રાહત થશે.

• ટાઢિયા તાવમાં ધતૂરાનાં પાનનો રસ ૪થી પ ગ્રામ જેટલો લઇ દહીં સાથે તાવ ચડતા પહેલાં ૧ કલાક અગાઉ આપવો.

પેટ પરનો સોજો: પેટ ઉપર કાળા ધતૂરાનાં પાનનો રસ ચોપડવો.

• સ્તનના સોજામાં ધતૂરાનાં પાનના રસમાં મધ મેળવીને અથવા પાનને વાટીને સ્તન પર લેપ કરવો. પણ બાળકને ધવડાવતાં પહેલાં સ્તનને પાણીથી બરાબર સાફ કરી લેવા. સ્તનની ડીંટડી પર લેપ ન કરવો.

• ધતૂરાનાં પાન બાફીને ગરમ-ગરમ પીડાવાળા ભાગ બાંધવા.

સુખી લગ્નજીવન સંધિવાને રોકે છે

એક સુખી લગ્નજીવન પણ વાના દર્દને હળવુ કરી શકે છે, આવુ એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે.

જે દરદીઓ સાથે તેમના પ્રેમાળ પતિ કે પત્ની હોય છે તેઓમાં સાંધાનો દુખાવો ઓછો જોવા મળ્યો હતો અને તેઓ અન્ય એકલા રહેતા કે દુખી લગ્નજીવન ભોગવતા સાથીદારોની સરખામણીમાં વધુ સારી રીતે હરીફરી શકે છે.

સંધિવા ત્યારે થાય છે જ્યારે રોગપ્રિકારક તંત્ર સાંધાઓ પર હુમલો કરે, જેના કારણે અકડામણ, દુખાવો અને સોજો આવી જતો હોય છે. કાંડા, અંગૂઠા, પગની ઘૂંટી અને ઘૂંટણ દેખીતી રીતે ઘણા સંવેદનશીલ હોય છે. ઘણા ગંભીર કિસ્સાઓમાં દરદી પાંગળો થઈ જાય છે અને પોતાનુ જીવન જીવી નથી શકતો.

વૈજ્ઞાનિકો માને છે કે લાગણીરૂપી આધાર કે જે લગ્ન જેવા મજબૂત સંબંધમાં મળે છે તે શારીરિક લાગણીઓ જેમ કે દર્દ પર પણ મજબૂત અસર ઉભી કરે છે.

યુએસની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક જેનિફર બાર્સ્કે રીસે કહ્યુ હતું કે,"આ તારણો એ પણ સૂચવે છે કે પરિણીત હોવુ અને સ્વાસ્થ્ય વચ્ચેની કડીનો આધાર લગ્નની ગુણવત્તા પર પણ આધાર રાખે છે, માત્ર પરિણીત હોવુ એ પૂરતુ નથી "

સંતરાના જ્યૂસથી (Orange Juice) વધે છે સંધિવાનુ જોખમ ??

 
સંતરાનુ જ્યૂસ બધાને બહુ જ પસંદ આવતુ હોય છે. કારણ કે આ જ્યૂસ બહુ જ તાજગીસભર અને ઉર્જાસભર હોય છે. પણ બોસ્ટન યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ દરરોજ સંતરાનુ જ્યૂસ પીવાથી સંધિવાનુ જોખમ 40 ટકા જેટલુ વધી જાય છે. સંધિવાના રોગી માટે આ જ્યૂસ સુગરયુક્ત સોફ્ટ ડ્રિન્ક જેવુ જ છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યુ હતું કે પાછલા અમુક વર્ષોમાં પુરુષો કરતા સ્ત્રીઓ આ રોગથી વધુ પ્રભાવિત થઈ છે. સંશોધકોનુ કહેવુ છે કે સંતરાના જ્યૂસમાં યૂરિક એસિડ હોય છે જે રક્ત માટે ઉપયોગી નથી. આનાથી તમારા સાંધાઓ પર અસર પડે છે અને તેના પર સોજા આવી જાય છે. સંધિવા તમારા ખોરાકથી પ્રભાવિત થતો રોગ છે. વધારે લાલ મીટ અને શરાબ પીવાથી આ રોગ વધે છે. માટે સ્ત્રીઓ સંતરાના જ્યૂસથી દૂર જ રહે તો સારુ.

ચાલો ડાયાબીટિઝને નિયંત્રિત કરીએ, અત્યારે જ

 
 
ઈન્ટરનેશનલ ડાયાબીટિઝ ફેડરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા આજના દિવસને વર્લ્ડ ડાયાબીટિઝ ડે તરીકે ઉજવવાનુ નક્કી કરાયુ હતું. 2010 એ "ડાયાબીટિઝની જાણકારી અને નિષેધ" પર ધ્યાન દોરતી ઝુંબેશનુ બીજુ વર્ષ છે.

આ ઝુંબેશનુ સૂત્ર છે, "ચાલો ડાયાબીટિઝને નિયંત્રિત કરીએ, અત્યારે જ"

સામાન્ય જનતા અને લોકો માટે, જેમના પર ડાયાબીટિઝનુ જોખમ વધુ રહેલુ હોય છે તેમને આ રોગ વિશે માહિતી આપીને જાગૃતિ લાવવા માટે અને તેના નિષેધના સાધનનુ પ્રસારણ કરવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જે લોકો ડાયાબીટિઝથી પિડાઈ રહ્યા છે તેમને ડાયાબીટિઝ વિશેની સચોટ જાણકારી આપવા અને કોઈ પણ જોખમને ખાળવા માટે જાગૃતતા લાવવા પર ધ્યાન આપવામાં આવશે.
 

આ ઝુંબેશનો મુખ્ય સંદેશ આ પ્રમાણે છે જે અલગ અલગ જૂથ માટે ઘડવામાં આવ્યો છે.

- ડાયાબીટિઝના ચિન્હો અને લક્ષણોને સમજવા. વહેલુ નિદાન જીવન બચાવી શકે છે.

- ડાયાબીટિઝને રોકવો અને તેની સારવાર બહુ જ સરળ છે અને સસ્તી પણ છે. એને તમારા કાર્યસૂચિમાં પહેલા ક્રમે ગોઠવો.

- તમારા બાળકને આની અસર થઈ શકે છે. તેની ખતરાની નિશાનીઓને જાણો. તમારા ડોક્ટરને મળીને તેના જોખમની તપાસ કરાવો.

- સક્રિય જીવન જીવો અને જોખમો ટાળો.

ડાયાબીટિઝને દૂર રાખવાના 4 રસ્તાઓ

આપણે બધા જાણીએ છીએ કે સારવાર કરતા સાવચેતી વધુ સારી. ડાયાબીટિઝને દૂર રાખવા માટે પણ અમુક સરળ રસ્તાઓ અપનાવી શકો છો.

1. ખોરાકમાં વધુ ફાઈબર લો: ફાઈબરથી ભરપૂર ખોરાક તમને ડાયાબીટિઝથી દૂર રાખે છે કારણ કે તે શરીરનો નકામો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે.

2. નિયમિત કસરત કરો: અઠવાડિયાના મોટાભાગના દિવસે 30 મિનીટ સુધી નિયમિત કસરત કરવાથી ટાઈપ 11ના ડાયાબીટિઝ થવાની શક્યતાઓ ઘટે છે.

3. ચરબીજન્ય ખોરાક ઓછો ખાવ: ઓછી ચરબી અને વધુ પ્રોટિનવાળો ખોરાક શરીરમાં ટ્રીગલીસેરાઈડના સ્તર પર હકારાત્મક અસર ઊભી કરે છે.

4. દાંત અને આંખની નિયમિત તપાસ કરાવો: આંખ અને દાંત પર ડાયાબીટિઝની સૌથી પહેલી અસર થાય છે. માટે દર વર્ષે આંખ અને દાંતની નિયમિત તપાસ કરાવો.

ઓછી ઊંઘ લેતા લોકોને ડાયાબીટિઝનો ખતરો

એક નવા અભ્યાસમાં સૂચવાયુ છે કે જે લોકો રોજ રાત્રે 6 કલાક કરતા ઓછી ઊંઘ લે છે તેઓના શરીરમાં ડાયાબીટિઝ અને હૃદય રોગને આવકારતી પરિસ્થિતિઓનુ નિર્માણ થતા આ રોગ થવાનો ખતરો રહે છે.

વાર્વિક મેડિકલ સ્કૂલ અને બફેલોની સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્કના સંશોધકોના એક જૂથે ભેગા મળીને શોધ્યુ છે કે ઊંઘનો સમય એ ડાયાબીટિઝ પહેલાના તબક્કાના જોખમને આવકારે છે જે ઈન્સિડેન્ટ-ઈમ્પેર્ડ ફાસ્ટિંગ ગ્લેસેમિયાના નામે ઓળખાય છે.

આઈએફજી નો અર્થ થાય છે કે તમારુ શરીરે જે પ્રમાણે ગ્લુકોઝનુ નિયમન કરવુ જોઈએ તે યોગ્ય રીતે નથી કરી શકતું. જે લોકોને આઈએફજી હોય છે તેમને ટાઈપ 2નો ડાયાબીટિઝ થવાની ઘણી શક્યતાઓ રહેલી છે અને સાથે સાથે હૃદય રોગ અને હુમલાનુ જોખમ પણ રહેલુ છે.

વેસ્ટર્ન ન્યૂ યોર્ક હેલ્થ સ્ટડીમાં સંશોધકોએ 1455 લોકોની 6 વર્ષની માહિતીનો અભ્યાસ કર્યો હતો. આ લોકો 35થી 79 વર્ષની ઉંમરના હતા.

આ અભ્યાસ એનલ્સ ઓફ એપીડેમીઓલોજી જર્નલમાં પ્રકાશિત થયો હતો.

ઓછી ઊંચાઈ: કારણો અને ઉપાય

 
૧૦ વર્ષની ઉંમર પહેલાં બાળકની ઊંચાઇ અંગે નિદાન કરાવી લેવું યોગ્ય હોય છે. જેથી જરૂર પડ્યે ઇલાજ કરી શકાય.

ઓછી ઊંચાઈ હોવાનાં વિભિન્ન કારણો હોય છે. તેમાંથી અમુક કારણોનો ઇલાજ શક્ય છે. જ્યારે અમુક કારણોનો ઇલાજ શક્ય નથી. સમયસર નિદાન થાય તો જ આ ઇલાજનો ફાયદો થઇ શકે. હાડકાંનાં જે ભાગમાંથી બાળકની ઊંચાઇ વધે છે તેને ગ્રોથ પ્લેટ કહે છે. આ ગ્રોથ પ્લેટ છોકરાઓમાં ૧૬-૧૭ વર્ષ સુધી અને છોકરીઓમાં ૧૫-૧૬ વર્ષ સુધી સંપૂર્ણપણે ફ્યુઝ થઇ જાય છે. જેથી કરીને આ અવસ્થા પછી બાળકોની ઊંચાઇ વધતી નથી. અમુક બાળકોમાં આ ગ્રોથ પ્લેટ આનાથી પણ વહેલી ફ્યુઝ થઇ જતી હોવાથી તેમની ઊંચાઇ આનાથી પણ નાની ઉંમરે વધતી અટકી જાય છે. ૧૦ વર્ષની ઉંમર પહેલાં બાળકની ઊંચાઇ અંગે નિદાન કરાવી લેવું યોગ્ય હોય છે.

માતા-પિતાએ ધ્યાન રાખવા જેવું: માતા-પિતાએ બાળકના શારીરિક અને બૌદ્ધિક વિકાસ ઉપર શરૂઆતથી જ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ગ્રોથ ચાર્ટ દ્વારા બાળકની ઊંચાઇ પ્રમાણસર છે કે નહીં તે નક્કી કરવું જોઇએ. જો બાળક માતા-પિતાની સરેરાશ ઊંચાઇને અનુસરતા ન હોય અથવા તેની ઊંચાઇ દર વર્ષે બે ઇંચ કરતાં ઓછી વધતી હોય તો વહેલાસર બાળકોના ડોક્ટર અથવા એન્ડોક્રાઇનોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઇએ અને તેની ઓછી ઊંચાઇનું નિદાન અને ઇલાજ કરવો જોઇએ.

ડોક્ટરી તપાસ: ઓછી ઊંચાઇ ધરાવતા બાળકો અને તેમાંય ખાસ કરીને જે બાળકોની સરેરાશ ઊંચાઇ વર્ષે બે ઇંચ કરતાં ઓછી વધતી હોય તેવાં બાળકોની યોગ્ય ડોક્ટરી તપાસ કરી લેવી જોઇએ. પૂછપરછ તથા તપાસ દ્વારા ઓછી ઊંચાઇ હોવાના કારણોમાં કોઈ બીમારી, પોષણની કમી, હાડકાંની બીમારી, હોર્મોન્સની તકલીફ કે પછી વારસાગત કારણ જવાબદાર છે તે ખ્યાલ આવી જતો હોય છે. આ તપાસના આધારે ક્યા લેબોરેટરી ટેસ્ટ અથવા એક્સ-રે કરાવવા જરૂરી છે તે ડોક્ટર નક્કી કરતા હોય છે.

બોન એજ: બાળકની ઊંચાઇના નિદાન માટે ‘બોન એજપ્ત (હાડકાંના વિકાસની ઉંમર) એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શરીરમાં ૨૦૬ હાડકાં છે. આ બધા જ હાડકાંનો વિકાસ અમુક ઉંમરે થતો હોય છે. હાથ, કાંડા અને કોણીના એક્સ-રે દ્વારા શરીરનાં કયા કયા હાડકાં વિકાસ પામેલાં છે તથા તેઓ ક્યા સ્ટેજ સુધી વિકસિત થયેલા છે તે જાણી શકાય છે. આ ટેસ્ટ દ્વારા બાળકની ‘મેચ્યોરિટી’ ની અવસ્થા જાણી શકાય છે અને હજુ તેનો કેટલો વિકાસ સંભવ છે તથા તેની ફાઇનલ હાઇટ કેટલી થશે તે જાણી શકાય છે. ઢીંચણના હાડકાંમાં સ્થિત ગ્રોથ પ્લેટ જો ફ્યુઝ થઇ ગઇ હોય તો ઊંચાઇ વધતી નથી. ઘૂંટણના એક્સ-રે દ્વારા બાળકની ઊંચાઇ હજુ વધવાનો કોઇ અવકાશ છે કે નહીં તે જાણી શકાય છે.

લેબોરેટરી ટેસ્ટ: બાળકને પોષણ બરાબર મળી રહ્યું છે કે નહીં તે જાણવું ખૂબ જરૂરી હોય છે. લોહીમાં પ્રોટીન, હિમોગ્લોબિન, કેલ્શિયમ વગેરેની માત્રા દ્વારા બાળકના પોષણનું પ્રમાણ યોગ્ય છે કે નહીં તે જાણી શકાય છે. બીજા અગત્યના ટેસ્ટ છે હોર્મોન્સના. થાઇરોઇડ હોર્મોન, ગ્રોથ હોર્મોન અને સેક્સ હોર્મોન બાળકની ઊંચાઇ વધારવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. શારીરિક લક્ષણો અને તપાસ દ્વારા હોર્મોનની તકલીફ છે કે નહીં તે જાણી શકાય છે. યોગ્ય અને આવશ્યક હોર્મોનની તપાસ દ્વારા હોર્મોનની ઉણપનું નિદાન થઇ શકે છે. થાઇરોઈડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા હોર્મોનની ઉણપનું નિદાન સહેલાઇથી થઇ શકે છે.

પરંતુ ગ્રોથ હોર્મોનની ઉણપના નિદાન માટે અમુક વિશિષ્ટ તપાસ કરાવવી પડે છે. ગ્રોથ હોર્મોનની ઉણપના નિદાન માટે અમુક બેઝિક ટેસ્ટ કરાવ્યા પછી ડાયનેમિક ટેસ્ટ કરાવવા પડે છે. ડાયનેમિક ટેસ્ટમાં અમુક દવાઓ આપીને દર અડધા કલાકે ગ્રોથ હોર્મોનનું લેવલ જાણવામાં આવે છે. દવા આપીને ગ્રોથ હોર્મોનમાં કેટલો વધારો થયો છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જો અમુક લેવલ સુધી ગ્રોથ હોર્મોન વધે નહીં તો તેની ઉણપ હોય એવું કહી શકાય અને તે આપવાથી બાળકની ઊંચાઇ વધી શકે.

જિનેટિક ટેસ્ટિંગ: અમુક જન્મજાત બીમારીઓ જેવી કે ટર્નર સિંડ્રોમ, વિલી-પ્રાડર સિંડ્રોમ વગેરેમાં રંગસૂત્રો અથવા જિનેટિક ટેસ્ટિંગ કરવાની જરૂર પડતી હોય છે. આ ટેસ્ટ કરવાથી બીમારીનું ચોક્કસપણે નિદાન થઇ શકે છે અને તેના દ્વારા ભવિષ્યમાં શું મુશ્કેલી સર્જાઇ શકે તે સમયસર જાણી શકાય છે અને અમુક મોટી તકલીફો થતી નિવારી શકાય છે.

ઓછી ઊંચાઇનો ઇલાજ: સારી ઊંચાઇ પ્રાપ્ત કરવા માટે બાળકનો સમતોલ આહાર કે જેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, વિટામિન્સ, મિનરલ અને કેલરી મળી રહે એ આપવો જરૂરી હોય છે. બાળકની ઊંચાઇ મુખ્યત્વે રાતમાં વધતી હોય છે. બાળકને યોગ્ય માત્રમાં ઉંઘ મળી રહે એ જરૂરી હોય છે. વારંવાર થતાં ઇન્ફેકશન અથવા જીર્ણ બીમારીઓના કારણે બાળકની ઊંચાઇ વધતી નથી. પેટ, ફેફ્સાં કે કિડનીની બીમારી હોય તો તેના યોગ્ય નિદાન અને ઇલાજ દ્વારા બાળકની ઊંચાઇ યોગ્ય માત્રામાં વધારી શકાય છે. હોર્મોન્સની કમી ઊંચાઇ ઓછી હોવા માટે જવાબદાર હોઇ શકે.

હાઇપોથાયરોઇડિઝમ અથવા થાઇરોઇડ હોર્મોનની કમી સહેલાઇથી ટ્રીટ કરી શકાય છે. ગ્રોથ હોર્મોનની કમી ઓછી ઊંચાઇ માટેનું એક અગત્યનું કારણ છે. ગ્રોથ હોર્મોનની કમી ધરાવતા બાળકોને આ હોર્મોનની ટ્રીટમેન્ટ દ્વારા યોગ્ય ઊંચાઇ મેળવી શકાય છે. ઘણીવાર એક જ વ્યક્તિમાં ઓછી ઊંચાઇ માટે અનેક કારણો જવાબદાર હોઇ શકે. આ બધા જ કારણોની યોગ્ય માત્રામાં સારવાર થઇ શકે અને બાળક સારી ઊંચાઇ ધારણ કરી શકે. વારસાગત ઓછી ઊંચાઈ ધરાવતા બાળકોની ઊંચાઈ તેમના માતા-પિતાના પ્રમાણસર હોવાના કારણે બીજી સારવાર તેમને ઉપયોગી થઈ શકતી નથી. યોગ્ય પોષણ અને કસરત પર તેમણે ધ્યાન આપવું જોઈએ.

ઊંચાઈ ઓછી હોવાના અનેક કારણો હોઇ શકે. તેમાંથી અમુક કારણોનું નિદાન તથા સારવાર સહેલાઇથી થઈ શકે. જરૂર છે વેળાસર નિદાન અને યોગ્ય સારવારની. અમુક ઉંમર વટાવ્યા પછી ઊંચાઇ વધતી નથી. દસ વર્ષ અથવા તેનાથી વહેલા બાળકની ઊંચાઇ અંગે સભાન થવું જરૂરી છે.

જાંબુ(rose-apple) બચાવે છે અલ્ઝાઈમર(Alzheimer) થી

દરરોજ જાંબુ કે સ્ટ્રોબેરી જેવા ફળ ખાવાથી વૃદ્ધો અલ્ઝાઈમર જેવી બીમારીથી બચી શકે છે. અમેરિકન કેમિકલ સોસાયટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બેરી પ્રજાતિના ફળ માનવ મસ્તિષ્કની કેટલીક કોશિકાઓને પુનર્જીવિત કરી દે છે.

૬૦ વર્ષની ઉંમર બાદ વૃદ્ધોના મગજમાં આ કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થઈ જવાથી તેમને સ્મૃતિદોષ કે અલ્ઝાઈમરની બીમારી ઘેરી લે છે.

આ ફળોમાં એન્થ્રોસાયનાઈન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે મગજની તંદુરસ્ત કોશિકાઓનો નાશ કરતા માઈક્રોગ્લિયાને નિષ્ક્રિય કરી દે છે.

દમદાર દહીં(curd)

દહીંમાં હિતકારી અને આરોગ્યવર્ધક તત્વો રહેલાં છે. જો તમને દૂધ ખાવાથી તકલીફ થતી હોય તો દહીં ખાવા તરફ વળો. દહીંમાં કુદરતી લેકટોસનું પ્રમાણ છે જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. બીજું દહીંમાં કુદરતી સ્વરૂપમાં કેલ્શિયમ રહેલું છે. તેથી તમારા પરિવારમાં કોઇને ઓસ્ટિઓપોરોસિસ હોય તો તેમને દહીં ખાવાની સોનેરી સલાહ આપો.


જમતા પહેલાં બે ગ્લાસ પાણી પીવો

જો તમે મેદિસ્વતા ઘટાડવા માંગતા હો તો જમતા પહેલાં તમારે બે ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમારી મેદિસ્વતા ડાયટિંગ કરતા લોકોની સરખામણીએ ઝડપથી ઘટશે.

અમેરિકન સંશોધનકર્તાઓનો દાવો છે કે તેનાથી ભોજનનું પ્રમાણ ઘટશે અને પેટ પણ ભરેલું લાગશે. તેમણે જણાવ્યું કે, વજન ઘટાડતી દવાઓ ચરબી ઓગાળવાની શરીરની ક્ષમતામાં ઘટાડો કરી નાખે છે. સાથે જ તે મગજમાં પણ એવા રાસાયણિક પરિવર્તન લાવે છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે. પરંતુ તેનાથી કુપોષણનું જોખમ ખડું થઈ જાય છે. આથી જમતા પહેલાં પાણી પી લેવું વધુ હિતાવહ છે.

સંશોધનકર્તાઓએ કોલ્ડ ડ્રિંક અને મીઠાઈઓથી પણ દૂર રહેવાની સલાહ આપી છે.

આજીવન માટે સ્વસ્થ અને સુંદર રાખશે આ ફળ...!

 
 
સફરજન ન ફક્ત શરીરને આંતરિક રૂપથી સ્વસ્થ રાખે છે પણ સફરજનની પેસ્ટ સ્કિનને સોફ્ટ બનાવવામાં ખૂબજ ફાયદાકારક છે. બ્યૂટીશિયન નિક્કી બાવાનું કહેવું છે કે દરરોજનું એક સફરજન ખાવાથી સ્કિનને જેટલો ફાયદો થાય છે તેનાથી વધારે ફાયદો તેની પેસ્ટ લાગવવાથી થાય છે.


કેવી રીતે બનાવશો આ પેસ્ટ?
પેસ્ટ બનાવવાં એક સફરજનને છુંદી લો અને પેસ્ટને 10થી 15 મીનિટ સુધી ચહેરા પર લગાવી દો. તે બાદ ચોખ્ખા પાણીથી ત્વચા ધોઈ લો. આ સ્કિનની ઓઈલીનેસ ઓછી કરે છે અને ખીલને કારણે પડેલાં ડાધ ધબ્બા હટાવે છે.

સફરજનની છાલની પણ ઘણી જ ઉપયોગી છે. આ છાલની પેસ્ટને આપના હાથ અને પગ પર રગડો. આમ 20એક મીનિટ સુધી કરો. સ્કિન સોફ્ટ થશે અને શાઈની પણ.

તે સીવાય એકદમ પાકી ગયેલા સફરજનને મેશ કરી આંખો પર રાખવાથી આંખ રિલેક્સ થાય છે અને ડાર્ક સર્કલ પણ ઓછા થઈ જાય છે.

કોથમિર(mint) નાં નાજુક પાંદડા છે ગુણોનો ખજાનો....!


-આ નાજુક પાંદડા કરે છે આપની ઘણી બધી પરેશાનીઓનો ઈલાજ

પોર્ટુગલની યૂનિવર્સિટી બિએરા ઈન્ટિરીઅરના વૈજ્ઞાનિકોએ કોથમિર પર રિસર્ચ કરી તેનો ખાસ ગુણ શોધી કાઢ્યો છે.

તેમના જણાવ્યાં પ્રમાણે, કોથમિર ફૂડ પોઈઝનિંગ અને સુપરબગથી બચાવે છે. આમ તો આપણા રસોડામાં કોથમિરનો ઉપયોગ તો થતો જ હોય છે પણ આ ફાયદો કદાચ આપ જાણતા નહીં હોવ.

રિસર્ચર ડૉક્ટર ફર્નેડાએ જણાવ્યું હતું કે, કોથમિરના ઓઈલથી કોઈપણ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગથી બચાવી શકાય છે. આ એન્ટી બોડીનો સારો એવો વિકલ્પ બની શકે છે.

*આ સિવાય નાજુક કોથમિરના ફાયદાઓ જાણી લો

-કોથમીરને એક સારુ માઉથવોશ તરીકે ગણાવામાં આવે છે.

-આંખો માટે કોથમીર બહુ ગુણકારી હોય છે. થોડી કોથમીરને વાટીને પાણીમાં ઉકાળીને ઠંડી કરી લો,કપડાથી ગાળીને શીશીમાં ભરી લો.તેનાં બે ટીપાંને આંખોમાં ટપકાવવાથી આંખોમાં બળતરા,દર્દ તથા પાણી પડવાં જેવી સમસ્યાઓ દુર થાય છે.

-લીલી કોથમીર 20 ગ્રામ અને ચપટી કપુરને મેળવીને પીસી લો.આ બધોરસ નીચોવી લો.આ રસનાં બે ટીપાં નાકમાં બન્ને જગ્યાએ ટપકાવવાથી તથા તે રસને માથા પર લગાડીને ઘસવાથી લોહી તરત જ બંધ થઇ જાય છે.

-ગર્ભ ધારણ હોવાનાં બે-ત્રણ મહિનાં સુધી ગર્ભવતી મહિલાને ઉલટીઓ થાય છે આવામાં એક કપ કોથમીરમાં એક કપ ખાંડ ભેળવીને તેને ઉકાળીને તે ઉકાળો પીવાથી જીવ ગભરાવવાનું બંધ થાય છે.

-શરીરમાં તકલીફ હોય તો લીલી કોથમીરનાં પત્તાંનો રસ,મધ અને રોગન ગુલ આ ત્રણેયને ભેળવીને તેનો લેપ કરવાથી ચામડીમાં પર થતી ફોલ્લીઓ અને ખરજવામાં તરત આરામ મળે છે.

મેદસ્વીપણાનું મનોવિજ્ઞાન


૧૦૦ કિલોના જયેશભાઈને શરીરની બીજી કોઈ તકલીફ નહીં પરંતુ એક જ દોષ મેદસ્વીપણું. સામે ખાવાનું પડ્યું હોય તો કાબુ વગર ખવાઈ જાય અને એમાંય સાંજના ૭ પછીનું ખાવાનું તો સાવ કાબૂ બહારનું ! તેમને તેમનાં પત્ની, ડોક્ટર અને મિત્રોએ ઘણું સમજાવ્યું, કે આ મેદસ્વીપણું ઘટાડવું પડે. તે પોતે પણ સમજે છે પરંતુ પોતાની અતિશય ખાવાની આદત સુધારી શકતા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો છેલ્લો સ્ટડી કહે છે કે ૨૦થી ૭૪ વર્ષની (વયસ્ક) વ્યક્તિઓમાં મેદસ્વીપણાનું (ઓબેસિટી) પ્રમાણ ૧૯૮૦માં જે ૧૫% હતું તે વધીને ૨૦૦૫માં ૩૩% છે અને ૨૦૧૫માં ૪૧% પર પહોંચવાનું અનુમાન છે.

‘મેદસ્વીપણું’ એટલે શું?

BMI (બોડી માસ ઈન્ડેકસ)ના આધારે સ્થૂળતા નક્કી થાય છે. ૨૦થી ૨૫ ઇઝક- સામાન્ય કહેવાય, ૨૫થી ૩૦ એ જાડા હોવું કહેવાય અને ૩૦ ઉપર હોય તેને ‘મેદસ્વીપણું’ અથવા ‘ઓબેસિટી’ કહેવાય.

મેદસ્વીપણાથી નુકસાન શું?

મેદસ્વીપણાની સીધી અસરથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટેરોલ, હૃદય રોગના હુમલા, પક્ષઘાતના હુમલાનું પ્રમાણ વધી જાય છે અને લાંબાગાળે આંખ, કિડની અને શરીરના બીજા અવયવને નુકસાન પહોંચે છે.

મેદસ્વીપણાને લીધે હલનચલન ઓછું થઈ જાય છે, કામ કરવાની આળસ વધે છે, કામધંધામાં વધારે રજા પડવાથી આર્થિક નુકસાન થાય છે તથા કૌટુંબિક અને સામાજિક પ્રસંગોએ મજાક-મસ્તીનું પાત્ર બનવાથી લઘુતાગ્રંથિ અનુભવાય છે.

મેદસ્વીપણાની માનસિકતા શું છે?

વ્યક્તિ પોતે જાણે છે કે હું મેદસ્વી છું અને એનાથી મને નુકસાન છે, માટે શરીર ઉતારવું જોઈએ. છતાં વજન નથી ઘટાડી શકતો તેનાં મનોવૈજ્ઞાનિક કારણો તપાસીએ તો:

- પર્સનાલિટી ટ્રેટ: આ વ્યક્તિઓને પુઅર ઈમ્પલ્સ કંટ્રોલ હોય છે, એટલે કે પોતાની વૃત્તિઓ પર કાબૂ નથી રાખી શકતા અને એમનામાં ‘ઈમોશનલ ઈટિંગ’ની પદ્ધતિ જોવા મળે છે એટલે કે કંઈપણ ચિંતા થાય તો ખાવાનું વધી જાય છે.

- વર્તનથી થતું મેદસ્વીપણું: ઘણી મેદસ્વી વ્યક્તિઓના મતે તેઓને જ્યારે કંટાળો કે ગુસ્સો આવે છે અથવા વધારે ટેન્શન કે ચિંતા હોય છે ત્યારે તેઓ વધારે ખાવા માંડે છે. તેમને જ્યારે અનિચ્છનીય લાગણીઓ થાય ત્યારે ખાવાનું જ તેમને આરામ આપે છે. ઘણાં ‘નાઈટ-ઈટિંગ’ કરે છે એટલે કે રાત્રે ૭-૮ વાગ્યાથી લઈને મોડે સુધી જાગીને, ટીવી જોતાં-જોતાં વધારે પડતું ખાય છે.

- ઉછેર-પદ્ધતિથી થતું મેદસ્વીપણું: ઘણાં માબાપ પોતે જ મેદસ્વી હોય છે તે પોતાના છોકરાઓને નાનપણથી જ વધારે ખવડાવે છે અને બાળકો વધારે ખાવાની વૃત્તિ પોષે છે. એવાં ઘરમાં ખોરાક ખાવાને વધારે પડતું મહત્વ આપવાથી છોકરાઓ પણ નાનપણથી એ જ શીખે છે.

- સાઈકોએનાલિટિક રીતે મેદસ્વીપણું: જે વ્યક્તિઓનું ‘ઓરલ કેરેક્ટર’ હોય છે- એટલે કે જે વ્યક્તિઓની મૂળભૂત વૃત્તિઓમાં વધારે પડતો લોભ, વધારે વસ્તુ લેવાની વૃત્તિ અને બીજા પર આધારિત હોવાની વૃત્તિ હોય તે મેદસ્વીપણાના શિકાર બને છે.

પર્સનાલિટી સાથે જોડાયેલું છે તમારી તબિયતનું રહસ્ય




 
માણસનું વ્યક્તિત્વ તેની વર્તમાન અને ભાવિ પરિસ્થિતિ તથા બીમારીઓનો સંકેત આપે છે. દરેક વ્યક્તિની આદતો, શોખ, પસંદ-નાપસંદ તથા સંબંધો પ્રમાણે જીવવાની રીત અલગ-અલગ હોય છે. મનોવૈજ્ઞાનીઓ કહે છે કે આ બધી બાબતો વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

જે લોકો આશાવાદી હોય છે તેઓ સ્થૂળતાથી પીડાતા હોય છે. જાપાનમાં વજન ઉતારવા માટેનાં સેન્ટરોમાં આવતાં સ્ત્રી-પુરુષો પર આ અંગે સંશોધન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, જે લોકો જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા હતા તેઓ વજન ઉતારવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

મનોવિજ્ઞાની ડૉ. હોવર્ડ ફ્રેડમેને ૧૦ વર્ષની ઉંમરના ૧૫૦૦ જેટલાં બાળકોનો અભ્યાસ શરૂ કર્યો હતો અને તેઓ યુવાન થયા ત્યાં સુધી તેમના પર અવલોકન કર્યું. આ અભ્યાસમાં એક એવું તારણ પણ નીકળ્યું કે જે બાળકો વધારે હસમુખા હોય છે તેઓ ભવિષ્યમાં ધૂમ્રપાન અને શરાબના સેવન તરફ વળતા હોય છે.


ઓસ્ટ્રેલિયાની નોટિંગહામ અને કર્ટિન યુનિવર્સિટીના મનોવિજ્ઞાન નિષ્ણાતોનું કહેવું છે કે માણસના વ્યક્તિત્વનો આધાર મુખ્યત્વે તેના જીન્સ અને વાતાવરણ ઉપર હોય છે. તેના આધારે માણસના આરોગ્યનો અંદાજ પણ આવી શકે છે :

ચિંતા

પેરિસ અને ટોરન્ટોના સંશોધકોના અભ્યાસ અનુસાર જરૂરિયાતવાળા લોકોને પેટના ચાંદાની આશંકા વધારે રહે છે. જે લોકો બીજા પર આધારિત અને લાગણીશીલ હોય છે એવા લોકો ધૂમ્રપાન, શરાબની લત ધરાવનાર તેમજ ખોરાક અને ઊંઘની બીમારીઓના ભોગ બનેલા હોય છે. આવા સંજોગોમાં પેટમાં એસિડ વધે છે અને ચાંદું પડવાનું જોખમ ઊભું થાય છે.

સંવેદનશીલ

ગ્લાસગો યુનિવર્સિટીના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે, જે પુરુષ ભાવુક હોય તેમને સ્ટ્રેસ અને હૃદયરોગનું જોખમ સાવ ઓછું રહે છે. નેતૃત્વની ક્ષમતા, આક્રમકતા, દયાભાવ, સ્નેહ, સહાનુભૂતિ સંવેદના જેવી પુરુષ કે સ્ત્રીનાં જીવનની વિશેષતાઓના આધારે તારણો કાઢવામાં આવ્યાં હતાં.

કજિયાખોર

વિરોધ કરવાની વૃત્તિવાળા કે દરેક વાતમાં દલીલ કરવામાં રસ ધરાવતા લોકો વધારે ગુસ્સે થતા હોય છે. સંશોધકોએ ૪૪૮ મહિલાઓ પર પરીક્ષણ કરીને તારણ કાઢયું છે કે ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતી મહિલાઓને સ્તન કેન્સર થવાનું જોખમ વધારે રહે છે, તો બીજી તરફ પુરુષો પર કરવામાં આવેલાં સર્વેક્ષણનું તારણ એ આવ્યું કે વધારે ગુસ્સો કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે જેને પરિણામે કોલોન કેન્સરનું જોખમ વધી શકે છે.

બર્હિમુખી

મિલાન યુનિવર્સિટીના અભ્યાસ દ્વારા તારણ નીકળ્યું છે કે અંતર્મુખી લોકોની સરખામણીમાં બર્હિમુખી લોકોને હૃદયરોગનું જોખમ વધારે રહે છે.

એ જ પ્રમાણે બર્હિમુખી લોકોમાં બીમારીમાંથી સાજા થવાની અને ચેપી રોગોથી બચવાની ક્ષમતા પણ વધારે હોય છે. આવા લોકોને નવી નવી જગ્યાએ ફરવાનો શોખ હોય છે જેને કારણે તેઓ સ્ટ્રેસનો ભોગ બનતા નથી. તેઓ પ્રતિકૂળ સંજોગોનો વધારે સારી રીતે ઉકેલ લાવી શકે છે.

શરમાળ

શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર શરમાળ લોકોને હૃદયરોગ અથવા સ્ટ્રોક (લકવા)નું જોખમ પચાસ ટકા વધુ હોય છે. આ લોકો સામાજિક પ્રસંગોથી દૂર રહે છે અને તેમને લોકોની મદદની જરૂર પડતી હોય છે, જેને કારણે તેઓ તનાવમાં પણ રહેતા હોય છે. ઉપરાંત જેમનું આઈકયુ લેવલ ઓછું હોય તેમને ચિંતા, ભૂલી જવાની બીમારી, ડિપ્રેશન, સ્ટ્રેસ વધુ રહે છે.

સદાચારી

એડિનબર્ગ યુનિવર્સિટી તથા ગ્લાસગો સ્થિત સોશિયલ એન્ડ પબ્લિક હેલ્થ સાયન્સ યુનિટના સંશોધકોનું કહેવું છે કે ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો વધારે લાંબું જીવતા હોય છે. તેમને ડાયાબિટીસ, હનિgયા, હાડકાં સંબંધિત રોગો, દુખાવો, સ્ટ્રોક તથા સ્મરણશક્તિ ઘટી જવા જેવી ફરિયાદો ભાગ્યે જ થતી હોય છે, અથૉત આવા લોકો શારીરિક રીતે મહદઅંશે સ્વસ્થ રહેતા હોય છે. ધાર્મિક વૃત્તિના લોકો મોટાભાગે ખાવાપીવાની બાબતમાં સંયમી હોવાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે.

Wednesday, 24 August 2011

માથાના દુખાવાથી પરેશાન છો? લ્યો આ રહ્યો સરળ નુસખો




લીંબુ એક એવું ફળ છે કે જેની સુગંધ માત્રથી જ તાજગીનો અનુભવ થાય છે.લીંબુનો અનોખો ગુણ એ છે કે તેનાં ખાટી સુગંધ ખાવાનાં પહેલાં જ મોં માં પાણી લાવી દે છે.


ખાવામાં ઉત્તમ એવા લીંબુના આ ફાયદા જાણી લો આપનો માથાનો દુખાવ તો દુર થશે જ સાથે સાથે આ ફાયદા પણ થશે.


* માઇગ્રેનનો દુખાવોલીંબુનાં પત્તાંનો રસ નીકાળીને નાકથી સુંઘો, જે વ્યક્તિને હંમેશાં માથામાં દુખાવો રહેતો હોય તેને જલ્દી આરામ મળે છે.


*નાકથી લોહી નીકળવુંતાજા લીંબુનો રસ નીકાળીને નાકમાં 2 ટીપા રેડવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.


*પેટને લગતી બીમારી100 ગ્રામ લીંબુનાં પત્તાનાં રસમાં 10 ગ્રામ મધ મેળવીને પીવાથી 10- 15 દિવસોમાં પેટનાં કીડાં મરીને નષ્ટ થાય છે.લીંબુનાં બીજનાં ચુર્ણની ફાકી લેવાથી કીડાઓનો વિનાશ થાય છે.

સ્વાસ્થ્યવર્ધક ખજૂર છે ખનીજ તત્વોનો ભંડાર

સ્વાસ્થ્ય વર્ધક ખજૂર ખાવો, તેના આટલાં બધા ફાયદા છે
ખજૂરના પૌષ્ટિક ગુણોને કારણે તે ઉપવાસના દિવસોમાં ખાવામાં ઉત્તમ છે. આપને જાણીને નવાઈ લાગશે કે એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે.
હાલમાં જ થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે.

તે ઘણાં ખનીજ પદાર્થો જેવા કે આયરન, પોટેશિયમ, મેગ્નીશિયમ,સલ્ફર, કોપર, કેલ્શિયમ,ફોસફરસનો મુખ્ય સ્ત્રોત પણ છે.

દિવસ દરમિયાન 5-6 ખજૂરના ટુકડા ખાવાથી શરીર ચુસ્ત દુરસ્ત રહે છે. ફક્ત ખજૂર જ નહીં તેના ઝાડના એક એક ભાગ આપણા માટે ઘણાં ઉપયોગી છે.

ખજૂરના ઝાડના પાદડાંમાંથી ફેબ્રિક્સ બને છે તો ખજૂરના ઠડીયાને પ્રોસેસમાંથી પસાર કરી નરમ બનાવી પશુઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે.

*ખજૂર ખાવાના ફાયદા-દરરોજના ખાવામાં ખજૂર ખાવાથી તન તંદુરસ્ત રહે છે અને વજન વધે છે
-દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબુત થાય છે
-શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે
-કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ફાયદો થાય છે
-આ સીવાય જો આપ વજન વધારવા માંગતા હોવ તો ખૂજરના ટુકડા કરી તેને ઘીમાં સાતળી લો તેને દરરોજ સવારે ખાવાથી થોડા દિવસોમાં ફરક જોવા મળશે.

Tuesday, 23 August 2011

તમે હંમેશા હેલ્ધી રહેશો, અપનાવો આ બે ફંડા




પહેલુ સુખ તે જાતે નર્યા – આ કહેવતથી આપણે બહુ સારી રીતે પરિચિત છીએ, એટલે જ તો નીરોગી જીવનની સામે દુનિયાનાં દરેક સુખને પાંગળા ગણવામાં આવે છે. સ્વસ્થ શરીરનાં મહત્વ પર આપણાં વડલાઓએ ખુબ જ ભાર આપ્યો છે. આ જ કારણથી તો પ્રાચીન સમયમાં યોગની શોધ કરી હતી. આ સાથે રોજ સવારે ચાલવા જવું અને વહેલા ઊઠવું સ્વાસ્થય માટે લાભદાયી માનવામાં આવ્યુ છે.

તાજેતરનાં એક રિસર્ચમાં જણાવવામાં આવ્યુ છે કે જો કોઇપણ વ્યક્તિનાં જીવનભર આ બે ઉપાયોને અજમાવે તો શારીરિક અને માનસિક રૂપથી બીમાર અને નબળાં થવાની સંભાવના લગભગ નહિવત થઇ જાય છે.સૂર્યથી જોડાયેલા આ ઉપાયો આપણી ઇમ્યુન સિસ્ટમને અત્યંત મજબુત બનાવે છે.

- ઊગતા સૂરજની કિરણોનો બની શકે તેટલો વધારે સ્પર્શ તમારા શરીરને થવા દો,આની સાથે જો મોર્નિંગ વૉક, આસન,પ્રાણાયામ કે ધ્યાન કરવામાં આવે તો બમણો લાભ થાય છે.

- સપ્તાહમાં ઓછામા ઓછા 2 દિવસ સૂર્ય સ્નાન (સન બાથ) કરો એટલે કે સૂર્ય કિરણોની સાથે નહાવો તેનાથી તમારા શરીરની અને મનની રોગ- પ્રતિરોધક ક્ષમતા ઘણી વધશે.

શરીર પરના તલ પાછળ પણ છે એક રહસ્ય...!

 
-શરીર પરના તલ સુંદરતા અને સ્વસ્થતાની નિશાની

ચહેરા પરના તલ ન તો માત્ર તમારી સુંદરતામાં વધારો કરે છે પણ સંશોધકોનુ કહેવુ છે કે આ સ્વસ્થ રહેવાની નિશાની પણ છે. લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોનુ કહેવુ છે કે જે લોકોને શરીર પર 100થી વધારે તલ હોય છે તેમના હાડકા વધુ મજબૂત હોય છે અને સાથે સાથે ત્વચા પર કરચલીઓ પણ નથી પડતી.

હાડકા મજબૂત થવાને કારણે તેમને ઓસ્ટિઓપોરોસિસ જેવી બિમારી થવાનો ભય પણ નથી રહેતો. તે સિવાય તે પોતાની વાસ્તવિક ઉંમર કરતા 7 વર્ષ નાના પણ લાગે છે.

જેનેટિક એક્સપર્ટ પ્રો. ટિમ સ્પેક્ટરનુ કહેવુ છે કે લોકો તલ અને બ્યૂટી સ્પોટને અવગણે છે અને તેને દૂર કરવા અથવા છૂપાવવા માટે નવા નવા ઉપાયો કરે છે, જ્યારે આ તો સ્વસ્થ શરીરની નિશાની છે. બેબી ફેસ ધરાવતા લોકોના શરીર પર બ્યૂટી સ્પોટ વધારે હોય છે.

આવા લોકોના શરીરમાં સફેદ રક્ત કોશિકાઓનુ નિર્માણ જલ્દીથી થાય છે. આવા લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે મજબૂત હોય છે.

આદું(ginger) થી માંસપેશી(tissue)ઓનું દર્દ મટે છે

  વધારે કસરત કર્યા બાદ જો માંસપેશીઓમાં દર્દ થવા લાગે તો દરરોજ કાચું આદું ચાવવાથી આ દર્દમાં રાહત મળી શકે છે. જ્યોર્જિયા યુનિવર્સિટી અને જ્યોર્જિયા કોલેજમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.

સંશોધકોએ ૭૪ વિદ્યાર્થીઓના ત્રણ જુથો પર સતત ૧૧ દિવસ સુધી અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમને ઘણી કસરત કરાવવામાં આવી હતી

કસરત કર્યા પછીનો ખોરાક

 


કેટલીક વાર લોકો કસરત કર્યા પછી વધારે પડતું ખાઇ લે છે તે પણ શરીરને નુકસાન કરે છે.


આજકાલ ગાર્ડનની બહાર સવારના સમયે લોકો જ લોકો દેખાય છે. જાણે દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બની ગઇ હોય એવું લાગે છે. ગમે તે ઉંમરના અને સ્ત્રી હોય કે પુરુષ દરેકને સ્વસ્થ રહેવું છે. ભોજન પર થોડું ઓછું નિયંત્રણ રાખીને, વધુ કસરત કરીને શરીર સ્વસ્થ રહે તે સારું લાગે છે તેથી આજકાલ દરેક હેલ્થ સેન્ટરમાં ભીડ જોવા મળે છે.


ત્યારે એ પ્રશ્ન ઉભો થાય કે કસરત કરીને આવ્યા પછી શું લેવું? જ્યારે કસરત કરીને ઘરે આવીએ ત્યારે શરીર થાકી જાય છે. કેટલાક લોકો તો થોડો સમય ઉંઘ પણ લઇ લેતાં હોય છે. કસરત કર્યા પછી પાણીનો ઉપયોગ બરાબર કરો, ઘરે આવી બે ગ્લાસ પાણી પી લો. બને તો ઠંડા પાણીથી સ્નાન પણ કરી લો. તેથી થાક ઉતરી જશે. કસરત શરીર માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ તે પછી જરૂરી ખોરાક પણ એટલો જ અગત્યનો છે. કસરત કર્યા પછી યોગ્ય ખોરાક ખાવાથી મસલ્સની રીકવરી ઝડપથી આવે છે અને ગ્લાયકોજન સ્ટોર કરીને એનર્જી આપવામાં મદદરૂપ થાય છે.


કસરત પત્યા પછી તરત જ કાર્બોહાઇડ્રેટ્સ લેવા જોઇએ. જેમ કે ફળ, કાચા શાકભાજી, આખા અનાજ (સીરીયલ, થૂલી વગેરે) અને પ્રોટીનવાળો ખોરાક. કસરત કર્યા પછી બે કલાકમાં ડ્રાયફ્રુટ લેવા જોઇએ. આ ઉપરાંત કેટલાક એવા ખોરાક છે જે લેવાથી કસરત કર્યા પછી તરત જ લેવાથી એનર્જી આપે છે. જેમ કે, સીરીયલ અથવા ફૂલાવેલી ભાખરી એટલે કે કોઇ પણ જાડા લોટમાંથી બનાવેલી વાનગીઓ .


કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક લેવાથી શરીરનો થાક ઓછો થાય છે. શરીરમાં ગ્લાયકોજન ઉમેરાય છે અને મસલ્સને એનર્જી મળે છે.


કાર્બોહાઇડ્રેટ્સથી શરીરને થતા લાભ


કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક લેવાથી શરીરનો થાક ઓછો થાય છે. શરીરમાં ગ્લાયકોજન ઉમેરાય છે અને મસલ્સને એનર્જી મળે છે.


હળદર


હળદર પ્રાકૃતિક એન્ટિસેપ્ટિકના ગુણ ધરાવે છે. તે શરીરના અંદરના પડેલા ઘાને રુઝવવાની સાથે સ્નાયુઓને પણ રાહત પ્રદાન કરે છે. હળદરને સવારના નાસ્તામાં ઉમેરવાથી સ્નાયુઓમાં કસરતને કારણે લાગેલો થાક દૂર થાય છે. કેટલીક વાર વધારે પડતી કસરતને કારણે આવેલા આંતરિક સોજા ઓછા થાય છે અને વધારે દુખાવો થતો નથી.


કોફી


કોફીમાં આવેલું કોફીન સ્નાયુઓને મદદ કરે છે જ્યારે તમે વધુ પડતી કસરત કરો છો ત્યારે release કરે છે તમારૂં શરીર એડેનોસિન રિલિઝ કરે છે. જેના લીધે તમને બીજા દિવસે શરીરનો દુ:ખાવો થાય છે. કોફીમાનું કેફીન આ એડેનોસિન ની અસરને ઓછી કરે છે. અને કસરત પછીનો દુ:ખાવો ઓછો થાય છે. આ ઉપરાંત કસરત દરમિયાન થતો શરીરનો દુ:ખાવો પણ ઓછો થાય છે.


આદું


એક સંશોધન જણાવે છે કે દિવસ દરમિયાન આદુંનો વપરાશ કરવાથી કસરતથી થતો દુખાવો ૨૫ ટકા ઓછો થઇ જાય છે. આદુંમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એનાલજેસિક પ્રોપર્ટી આવેલી છે જે અમુક પ્રકારની ઇન્ફલેમેટરી (શરીરના સોજા) દવાઓમાં વાપરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં આવેલા તત્વો શરીરની નસોને દુખાવાના સિગ્નલ મગજને આપવા દેતા નથી. કદાચ આ જ કારણસર આપણા ખોરાકમાં આદુંનો ઉપયોગ વધુ થાય છે. કસરત કર્યા પછી આદુંવાળી ચા કે સૂંઠગંઠોડાવાળું દૂધ પીવાથી પણ શરીરનો દુખાવો ઓછો થાય છે. અલબત્ત, કસરત પછી ખોરાક વધુ પડતો ન લેવાય. ભૂખ કરતાં ઓછો અને હળવો નાસ્તો કરવો જ હિતાવહ છે. કસરત કરી છે એટલે જેટલું ખાવું હોય તેટલું ખવાય તે માન્યતા ભૂલભરેલી છે. ગાર્ડનમાં ચાર રાઉન્ડ મારી ભરપેટ ખાવાથી શરીરને નુકસાન થાય છે