Tuesday, 23 August 2011

કોણ વધુ નિરોગી - ઘી કે માખણ?

આપણે સૌ જાણીએ છીએ કે ચરબીને કારણે આપણુ વજન વધે છે. પણ શું તમે જાણો છો કે ચરબી ફાયદાકારક અથવા સ્વાસ્થ્યવર્ધી પણ હોઈ શકે? ચરબી વગરનો આહાર તમને ત્વચા અને મગજના વિકાસને ઝડપી બનાવે છે. યોગ્ય પ્રકારની ચરબીનો યોગ્ય જથ્થો આહારમાં લેવામાં આવે તો કોષોના નવીકરણ માટે મદદ મળે છે. ચરબી અમુક વિટામીનના શોષણ માટે પણ જરૂરી છે જેવા કે એ,ડી,ઈ અને વિટામીન કે. ઘી શુધ્ધ અને પાચનયોગ્ય: આયુર્વેદમાં ગાયના ઘીને બધા જ આહારમાં શુધ્ધ માનવામાં આવે છે. તે પચવામાં સરળ છે અને તેનો ઉર્જામાં સરળતાથી રૂપાંતર થાય છે. તે જલ્દીથી ખરાબ નથી થતુ અને તે ધમનીઓ અને મગજ માટે પણ ફાયદાકારક છે. પણ ઘણી વાર ઘીમાં રહેલ સ્ટેટ્યુરેટેડ ફેટી એસિડને કારણે તેના ઉપયોગ પર વિવાદો થતા રહે છે. તેની પાછળનુ કારણ પ્રાણીજન્ય ચરબીમાંથી બનેલ ઘી અને વનસ્પતિજન્ય ચરબીમાંથી બનેલ ઘીને કારણે આ ગેરસમજ ઉભી થાય છે. આપણે બહાર હોટલમાં જે શુધ્ધ ઘી ખાઈએ છીએ તે વનસ્પતિજન્ય ચરબીમાંથી બનેલુ હોય છે. આ સસ્તા ઘીમાં હાઈડ્રોજનરેટેડ હોય છે અને તેમાં ટ્રાન્સફેટનુ ઉંચુ પ્રમાણ હોય છે. જ્યારે શુધ્ધ ઘીમાં ઉંચો સ્વાદ હોય છે અને તેમાં ઓક્સડાઈસ્ડ કોલેસ્ટેરોલ અથવા ટ્રાન્સફેટી એસિડ નથી હોતું. ઘીના ઘણા ફાયદા હોય છે છતા પણ તમારે તેને યોગ્ય પ્રમાણમાં જ ખાવુ જોઈએ. દિવસમાં 1 ટેબલસ્પૂન ઘી બે વાર લેવુ પૂરતુ છે. વધુ કોલેસ્ટેરોલ ધરાવતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેમણે પોતાના કુલ કેલરીના આહારના 10 ટકા જ ઘી ખાવું. માખણ:માખણમાં ટ્રાન્સફેટ અને સ્ટેટ્યુરેટેડ બન્ને પ્રકારની ચરબી હોય છે. જો તમે વધુ પ્રમાણમાં માખણ ખાઓ તો તમને હૃદય સંબંધી બિમારીઓ થવાની શક્યતાઓ વધે છે. જ્યારે માખણ અને ઘીની તુલના કરવામાં આવે ત્યારે ઘીમાં 25 ટકા મધ્યમ અને ટૂંકુ સંકળાયેલી ચરબીનુ પ્રમાણ વધારે છે અને તે હૃદય સંબંધી કોઈ બિમારી નથી સર્જતુ. ઘીમાં માખણ કરતા ઉચું સ્મોકિંગ પોઈન્ટ હોય છે. તમે માખણ કે ઘી કંઈ પણ ખાઈ શકો છો પણ યોગ્ય મર્યાદામાં.

No comments:

Post a Comment