ચહેરા પર સૌથી સુંદર આંખ અને સૌથી આકર્ષક હોઠ હોય છે. આ બંનેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આજના વ્યસ્ત જીવનમાં કુદરતી સુંદરતાની જાળવણી ખૂબ અઘરી બની ગઇ છે અને તેમાં જો કોઇ ખામી દેખાય તો આપણે તેને કૃત્રિમ રીતે સુંદર બનાવી દઇએ છીએ. આપણા હોઠ સૌથી વધુ કૃત્રિમ રીતે સજાવેલા જોવા મળતા હોય છે. એટલે તમે જાતે જ તેની કાળજી રાખતાં શીખો. આના માટે જરૂરી ઉપાય આપણે જાતે જ કરી શકીએ છીએ.
- મોટા ભાગની યુવતીઓ હવે રોજિંદા જીવનમાં હોઠ પર લિપસ્ટિક લગાવે છે. લિપસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરવાથી હોઠ કાળા પડી જાય છે. આવા સમયે થોડા દિવસ માટે લિપસ્ટિક લગાવવાનું બંધ કરી દો. સફેદ માખણમાં કેસર મેળવીને રોજ રાતે હોઠ પર લગાવો. આનાથી હોઠની કાળાશમાં ફેર પડતો જણાશે અને તમારા હોઠ ફરીથી પહેલાં જેવા ગુલાબી બની જશે. લિપસ્ટિક ક્યારેક કોઇ પાર્ટી કે ફંકકશનમાં જવાનું હોય ત્યારે જ લગાવો.
- હોઠનો ગુલાબી રંગ જાળવી રાખવા માટે લાલ ગુલાબની તાજી પાંખડીઓને વાટીને, એમાં થોડું ઘી ઉમેરી એની પેસ્ટ બનાવી લો. એને હોઠ પર લગાવીને એક કલાક રહેવા દો. ત્યાર બાદ ધોઇ નાખો. આ લેપથી તમારા હોઠ ખૂબ જ સુંદર અને મુલાયમ બની રહેશે.
- હોઠની કોમળતા અને કુદરતી ભેજ જાળવી રાખવા માટે રૂમાલ પર થોડો પાઉડર છાંટીને એને હોઠ પર મૂકીને હળવા હાથે દબાવવું. આવું કરવાથી હોઠનો કુદરતી ભેજ જળવાઇ રહેશે.
- દરરોજ રાત્રે મધમાં થોડું બદામનું તેલ ઉમેરીને તેનાથી હોઠ પર માલશિ કરવાથી હોઠ શુષ્ક થઇ જતાં અટકે છે.
- ઓલિવ ઓઇલ અને વેસેલિન મિક્સ કરીને દિવસમાં ત્રણથી ચાર વાર હોઠ પર લગાવવાથી હોઠ જલદી ફાટતા નથી. જો હોઠ શુષ્ક થઇ જઇને તેમાં ચીરા પડી જતાં હોય તો આ ઉપચારથી ચીરાઇ ગયેલા હોઠમાં પણ ખૂબ રાહત થશે.
- બે ચમચી કોકો બટર અને અડધી ચમચી હની વેકસ લો. એક વાસણમાં વેકસને ગરમ કરી એમાં કોકો બટર ભેળવો. આ મિશ્રણને ઠંડુ પડવા દો અને પછી તેને લિપ બ્રશની મદદથી હોઠ પર લગાવો. આનાથી હોઠની સુંદરતા જળવાઇ રહેશે. આ રીતે હોઠની કાળજી રાખી શકાય છે.
બોડીકેર
No comments:
Post a Comment