Wednesday, 17 August 2011

ચિપ્સ(chips)થી થઈ શકે છે કેન્સર!

બધા જ નાસ્તાઓમાં ચિપ્સ પહેલા નંબર પર છે. કારણ કે બાળકો હોય કે મોટેરા બધાને જ ચિપ્સ ભાવતી હોય છે. પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (WHO)એ લોકોને ચેતાવણી આપી છે કે ચિપ્સમાં એક્રિલામાઈડ નામનુ રસાયણ મળે છે. એક્રિલામાઈડ રસાયણને જ્યારે ઉષ્ણ તાપમાને પકાવવામાં આવે છે ત્યારે તે કેન્સર થવાનુ કારણ સર્જી શકે છે. ચિપ્સને કુરકુરી બનાવવા માટે આ રસાયણ તેમાં ઉમેરવામાં આવે છે.

ન્યૂઝિ લેન્ડના ફૂડ સ્ટેન્ડર્ડ ડિપાર્ટમેન્ટે આ સંબંધમાં શોધ કરી હતી અને એ તારણ પર પહોંચ્યા હતા કે કેન્સર થવાનુ એક મોટુ કારણ ચિપ્સમાં રહેલ એક્રિલામાઈડ રસાયણ છે. તેમણે દુનિયાભરના ખાદ્ય ઉદ્યોગને અનુરોધ કર્યો છે કે ખોરાકમાં આ રસાયણનો ઉપયોગ ન કરો. કારણ કે આના કારણે ખોરાક લગભગ ઝેરયુક્ત બની જાય છે.

આ રસાયણનો પ્રભાવ ગરમીના સ્તર અને ખોરાક બનાવવામાં લાગતા સમય પર આધાર રાખે છે. ખાદ્ય સામગ્રીમાં આ રસાયણમાંનુ પ્રમાણ ઓછુ કરવા માટે પગલાઓ લઈ શકાય છે. WHOના નિષ્ણાંતોનુ કહેવુ છે કે બિમારીથી બચવા માટે નાસ્તાઓથી દૂર રહો. કારણ કે નાસ્તામાં આ રસાયણને કોઈ પણ સ્વરૂપે મેળવી શકાય છે. જે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર હાલત પેદા કરી શકે છે.

No comments:

Post a Comment