Wednesday, 17 August 2011

અસ્થમા દર્દી છો તો દૂર રહો બાગ-બગીચાથી


અસ્થમા માટે માત્ર પ્રદૂષણ જવાબદાર નથી પણ બાગ બગીચામાં ઉગતા બિલાડીના ટોપ અથવા ફંગસ પણ આની પાછળ જવાબદાર છે. હાલમાં જ અસ્થમાના અમુક દર્દીઓના ફેફસામાં આ ફંગસની હાજરી જોવા મળી હતી જે દર્દીઓમાં એલર્જીનુ સૌથી મોટુ કારણ છે.

અસ્થમાના દર્દીઓ પર થઈ રહેલા સંશોધનમાં આ ખુલાસો થયો છે. સામાન્ય રીતે માટી અને કંમ્પોસ્ટ ખાતરમાં ઉગતી આ ફંગસ દર્દીઓના ફેફસામાં જોવા મળી છે. અસ્થમાની બિમારીમાં દર્દીની શ્વાસનળીમાં રુકાવટ આવી જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

લિસસ્ટર યુનિવર્સિટીના સંશોધક એન્ડી વાર્ડલા કહે છે કે અસ્થમાના પીડિત અડધાથી વધુ લોકોમાં 'એસ્પરજીલસ ફ્યૂમીગેટ્સ' જેવી ફંગસ પ્રત્યે એલર્જીના પ્રમાણ મળ્યા છે. આ ફંગસને કારણે શ્વાસનળી વધુ સાંકળી થઈ જાય છે અને જે દર્દીઓમાં ફેફસાંમાં 'એસ્પરજીલસ ફ્યૂમિગેટ્સ' ફંગસ ઊગી જાય છે તેમની સ્થિતિ વધુ કથળી જાય છે. સંશોધકોનુ કહેવુ છે કે જો તમે અસ્થમાના દર્દી હોવ તો ગાર્ડનિંગના શોખથી દૂર રહેશો.

No comments:

Post a Comment