
માતાપિતા બાળક સંડાસમાં જ ઝાડો કરવાનો આગ્રહ રાખે તેથી બાળક ઝાડો રોકી રાખે છે અને કબજિયાત થાય છે.
નવજાત શિશુ કે મોટા બાળકને ૨-૩ દિવસ સુધી ઝાડો ન થાય અને આવું વારંવાર થાય તો માતાને ખૂબ ચિંતા થતી હોય છે. ફક્ત ધાવણ પર રહેતાં બાળકો ૫-૭ દિવસે ઝાડો કરે. આ દરમિયાન તેઓ રડે નહીં અને જ્યારે ઝાડો થાય ત્યારે ખાસ તકલીફ વિના ઝાડો કરી લે તો એ કબજિયાત નથી. તે જ રીતે સહેજ મોટા બાળકો બે કે ત્રણ દિવસે ઝાડા કરે અને જ્યારે પણ કરે ત્યારે પોચો જ મળ થાય તો પણ ગભરાવાની જરૂર નથી. જ્યારે બાળકોને ઝાડો કરાવવા ખૂબ પ્રયત્નો કરવો પડે. ઝાડો કરવામાં ખાસ્સો સમય જાય તથા દુખાવો થાય. ખૂબ જોર કર્યા બાદ સૂકો મળ આવે તો તેને કબજિયાત કહેવાય. આ સ્થિતિ બે અઠવાડિયાથી વધુ ચાલે તો ડોક્ટરને તુરંત મળવું.
કારણો
- ઓછું પાણી કે અન્ય પ્રવાહી લેવાથી આંતરડું મળમાંથી પ્રવાહી શોષી લે છે આથી મળ કઠણ થાય.
- ખોરાકમાં રેસાયુક્ત ખોરાક (ભાજી, પપૈયું, કોબી)નો અભાવ અને બેકરીની અને મેંદાની વસ્તુઓ (બ્રેડ, ટોસ્ટ, ખારી, નુડલ્સ, પિત્ઝા) વધુ. જંકફૂડથી પણ કબજિયાત થાય.
- બાળકને ધાવણમાંથી ઉપરનાં ખોરાક કે દૂધ પર ચડાવવામાં આવે ત્યારે થોડા સમય માટે ક્યારેક કબજિયાત થાય.
- બાળક બીમાર હોય ત્યારે જમે ઓછું, પ્રવાહી પણ ઓછું લે આથી બીમારી દરમિયાન કબજિયાત થાય.
- અમુક કફસીરપ, આંચકીની દવાઓ કબજિયાત કરે. ફાકી, ચૂર્ણ, ઘસારા, કડવાટનો વધુ પડતો ઉપયોગ પણ પેટ બગાડે.
- બાળકોમાં રમતગમત-કસરતનો અભાવ, વધુ પડતું ટીવી સામે બેસવાથી પણ કબજિયાત થાય.
- જન્મજાત રોગ જેવા કે સેરબ્રિલ પાલ્સી, હાયપોથાયરોઇડ, કરોડરજજુના રોગ વગેરેમાં કબજિયાત થાય. અમુક રોગમાં આંતરડામાં ચેતાકોષ બન્યાં નથી હોતાં અથવા નિષ્ક્રિય થઇ જવાથી આંતરડાની સંકોચન-વિકોચનની ક્રિયા મંદ પડે છે. મળ આગળ ધકેલાતું નથી. એક જ જગ્યાએ અટકેલા મળમાંથી પાણી શોષાઇ જવાથી ઝાડો કઠણ બની જાય છે. ક્યારેક લોહી પણ પડે છે. ગુદાદ્વાર નાનું અથવા મૂળ સ્થાનેથી દૂર હોવાથી પણ કબજિયાત થાય છે.
બળજબરીથી ઝાડાની ટ્રેનિંગ
બાળકને ઝાડો સંડાસમાં જ કરવા બાબતે મા-બાપ દ્વારા જ ઘણી વખત દબાણ થતું હોય છે. હકીકતમાં ઝાડા પર સંપૂર્ણ કાબૂ ૨થી ૫ વષમાં આવે છે, પરંતુ મા-બાપને બાળક નાની ઉંમરમાં જ ઝાડા-પેશાબ પર કાબુ મેળવી લે તેવી અપેક્ષા રાખે છે. આના લીધે બાળકના મન પર ઝાડા પર કાબુ મેળવવા માટે તણાવ વધી જાય છે. હોટલ કે થિયેટરમાં તેને ઝાડો થાય ત્યારે તે બોલે તો પણ તેને ધમકાવવામાં આવે છે. આથી બાળક જ ઝાડો રોકી શખે છે.
- આંતરડાના અંતિમ ભાગમાં ચીરા પડવાથી ઝાડો કરતી વખતે દુખે છે. દૂધની એલર્જી ધરાવતા બાળકોને ઝાડો કરતી વખતે દુ:ખે છે. આથી બાળક જ ઝાડો રોકી રાખે છે અને કબજિયાત વધે છે.
- આર્યનની દવાઓને કારણે ઝાડો કાળો થાય, વધુ માત્રામાં લોહતત્વ વધારતી દવાઓ લેવાતાં ઝાડો કઠણ થઇ શકે.
No comments:
Post a Comment