
એલોપેથીની દવા ચાલુ હોય તો પણ આયુર્વેદના ઘરગથ્થું નુસ્ખા કરી શકાય છે
વરસાદી વાતાવરણમાં ઘટી જતી રોગપ્રતિકારક શક્તિથી થતો રોગચાળો
વરસાદ અને ભેજવાળા વાતાવરણને પગલે શહેરમાં વાઈરલ ઇન્ફેકશન, મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુનાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આયુર્વેદમાં વર્ણવ્યા પ્રમાણે સુદર્શન ચૂર્ણનું હિમ અને ધૂમ્ર ચિકિત્સા મેલેરિયા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો સામે રક્ષણ આપવામાં અસરકારક સાબિત થઇ શકે છે.
વૈધ પ્રવીણ હિરપરાએ જણાવ્યું હતું કે,ચોમાસાની સિઝનમાં તડકો, બફારો અને ઠંડકનું મિશ્ર વાતાવરણ હોવાથી વાયુ દોષનું પ્રમાણ વધતું હોવાથી શરીર વાતાવરણ સાથે તાલ મિલાવી શકતું નથી. તેથી આવી સિઝનમાં લારી પરનો ખોરાક કે સવાર બનાવેલું સાંજે ખવાયતો ખોરાક વાસી ગણાય, આવા વાસી ખોરાકથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઘટતાં શરીર વાઈરસનો સામનો કરી શકતું નથી, જેથી ડાયેરિયા, કમળો, તાવ અને શરદી-ઉધરસ થઇ શકે છે. આ સિઝનમાં સુદર્શન ચૂર્ણનું હિમ અને તુલસીનો ઉકાળો અસરકારક સાબિત થાય છે.
પહેલાંનાં સમયમાં વિવિધ ઔષધો અને લીમડાની ધૂણીથી પણ મચ્છરો અને અન્ય જીવાતો દૂર રાખવા માટેની ધૂમ્ર ચિકિત્સા પણ કારગર સાબિત થાય છે. વૈધ જે. જે.શાહે જણાવ્યું હતું કે, વાઈરલ ઇન્ફેકશનને લીધે થતાં વિવિધ રોગોની શહેરની હોસ્પિટલો ઊભરાઇ રહી છે, તેમાં ચાર પ્રકારનાં વાઈરસથી ફેલાતાં ડેન્ગ્યુ સામે રક્ષણ માટે કોઇ રસી શોધાઇ નથી. તેવાં સંજોગોમાં વાઈરલ ઇન્ફેકશન, ટાઇફોઇડ, મેલેરિયા, ઝેરી મેલેરિયા, શરદી-ઉધરસ તેમજ તમામ પ્રકારનાં તાવમાં ‘સુદર્શન ચૂર્ણનું હિમ’ લેવાનું આયુર્વેદમાં વર્ણવેલું છે. જે એલોપેથી દવા ચાલુ હોય છતાં પણ લઇ શકાય છે.
કર્યું મિશ્રણ એન્ટીવાઇરલ છે ?
સુદર્શન ચૂર્ણનું હિમ એટલે એક કપ પીવાનાં પાણીમાં એક ચમચી સુદર્શન ચૂર્ણ સાથે કાળી દ્રાક્ષ, ધાણા,વરિયાળી તેમજ સાકર જરૂર મુજબ ઉમેરીને આ તમામ વસ્તુઓ રાત્રે ઢાંકીને રાખી મૂકવી, રાત્રે પલાળેલું આ પાણી સવારે અને સવારે પલાળેલું પાણી રાત્રે શુદ્ધ કપડાંથી ગાળી પી લેવું. તુલસીનો ઉકાળો - આ સિઝનમાં તાવ, શરદી-ઉધરસ, તાવ તેમજ અન્ય રોગો સામે તુલસીનો ઉકાળો રક્ષણ આપે છે. તુલસી એન્ટિ વાઈરલ છે, જેથી તુલસીનાં ૧૫-૨૦ પાન, એક ગ્રામ સૂંઠ, પાંચ ગ્રામ ગોળ અને એક કપ પાણી ભેગા કરીને ચાર-પાંચ ઊભરા લાવીને દિવસ દરમિયાન એક-બે વાર લેવાથી શરદી-ઉધરસ અને માથાનાં દુખાવામાં રાહત મળે છે.
ધૂમ્ર ચિકિત્સા શું છે ?
ધૂમ્ર ચિકિત્સા કરતાં ઓમ રૂપમે વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ ઔષધિને બાળવાથી તેની શક્તિ હજાર ગણી વધી જાય છે. જેથી ઘરમાં પરંપરાગત લીમડાનો ધૂપ ઉપરાંત ગૂગળ, વજ, હરડે, જવ, સરસવ અને ગાયના ઘીનો ધૂપ કરીને તેમજ તુલસીના પાન, લવિંગ, ઇલાયચી, જેઠી મધ, તજ, પીપળ, મહા સુદર્શન ઘનવટી, હળદર, સૂંઠ અને મરી જેવા ઔષધોનો ધૂપ કરીને કે જાહેર સ્થળો પર હવન કરીને વાતાવરણને જંતુમુક્ત કરી શકાય છે.
No comments:
Post a Comment