Wednesday, 17 August 2011

ધીમા ઝેર(Slow Poision) સમાન છે અગરબત્તીની સુગંધ


જો તમે અગરબત્તીની સુગંધ પસંદ કરતા હોવ તો તમારે તમારા સ્વાસ્થ્ય સાથે સમજૂતી કરવી પડી શકે છે. કારણ કે વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે અગરબત્તીમાંથી નિકળતો ધુમાડો શ્વાસનળીમાં કેન્સર પેદા કરી શકે છે.

અમેરિકન કેન્સર સોસાયટીએ ઈલાજ દરમિયાન જાણ્યુ હતું કે વધારે પડતા દર્દીઓ રોજિંદા જીવનમાં અગરબત્તી વાપરે છે. અગરબત્તી બનાવવામાં વિવિધ રસાયણ જેમ કે પોલિરોમેન્ટિક, હાઈડ્રોકાર્બન, કાર્બોનોલિસ, બેન્જિન, સિક્વામાઉસ અને કાર્સીનોજેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.

અગરબત્તીના સળગવા પર આ રસાયણના નાના કણો ધૂમાડાના માધ્યમથી શ્વાસનળીમાં પહોંચે છે અને કેન્સર ઉત્પન્ન કરે છે. અગરબત્તીના શોખીન લોકોને શ્વાસનળીના ઉપરી હિસ્સામાં કેન્સર થવાની શક્યતા વધુ રહે છે.

No comments:

Post a Comment