Tuesday, 23 August 2011

બહુ ઉપયોગી લીંબુ

લીંબુને સ્વાસ્થ્યની કાળજી માટે ખૂબ ઉપયોગી અને ફાયદાકારક ગણવામાં આવે છે. તે સ્વાદમાં ખટમીઠું હોય છે. તે વરસાદી વાતાવરણમાં વધારે સારા ઊગે છે, પણ બારે માસ સરળતાથી મળી રહે છે.લીંબુમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્વ, તાંબુ, અને ફોસ્ફરસ જેવા તત્વોની સાથે પ્રોટીન, ચરબી, વિટામિન બી અને સી પણ યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. લીંબુ શરીરના સ્વાસ્થ્ય અને ત્વચાની સુંદરતા માટે ખૂબ જ ઉપયોગી છે. કેવી રીતે અને ક્યારે તેનો ઉપયોગ શરીર અને ત્વચા માટે કરવો તે જાણીએ.

- લીંબુનું પાણી પ્રાત:કાળમાં પીવાથી પેટ સાફ થાય છે.

- લીંબુ તમારી ચયાપચયની ક્રિયાને સુધારે છે.

- વધારે ઊલટીઓ થતી હોય તો લીંબુ પર થોડું મીઠું અને મરી ભભરાવીને ચાટવાથી તકલીફ ઓછી થઇ જાય છે.

- લીંબુપાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ વધારે રહે છે.

- લીંબુના રસમાં થોડું મધ મેળવીને રોજ સવારે પીવાથી શરીરની ચરબી ઓછી થઇ જાય છે. આ રસનું સેવન કરવાથી સ્થૂળતાને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે.

- લીંબુના રસનો નિયમિત ઉપયોગ લોહીને શુદ્ધ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.

- લીંબુનો રસ જખમ પરથી બેકટેરિયાને દૂર કરે છે અને જખમમાંથી વહેતા લોહીને પણ અટકાવે છે.

- ચહેરા પર થયેલા ખીલ અને ડાઘાને દૂર કરવા માટે તેના પર લીંબુનો રસ લગાવવાથી ડાઘ દૂર થાય છે.

- ખરજવું થયું હોય તો લીંબુનો રસ વધારે ફાયદાકારક છે.

- લીંબુની છાલ ઘસવાથી ચહેરા પરના કાળા ડાઘ, કોણી પરના ડાઘ, ઘૂંટણના ડાઘ દૂર થાય છે.

- લીંબુની છાલને સૂક્વીને તેનો પાઉડર બનાવી તેને મધમાં ભેળવીને ચહેરા પર ઘસવાથી ઉત્તમ સ્ક્રબનું કામ કરે છે.

- દૂધમાં લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચાની સુંદરતા નખિરે છે.

- લીંબુના રસમાં મલાઇ અને મુલતાની માટી ભેળવીને ચહેરા પર લગાવી, થોડી મિનિટ સુંધી રાખીને ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો. આનાથી ત્વચાની કાંતિ ખીલે છે.

આ રીતે લીંબુ સ્વાસ્થ્યની સાથોસાથ સૌંદર્ય માટે પણ અનેક રીતે ઉપયોગી નીવડે છે. જો તેનો યોગ્ય રીતે સમજીને ઉપયોગ કરવામાં આવે તો લાંબા સમય સુધી સુંદરતાને ટકાવી શકાય છે. બારે માસ મળતાં લીંબુનો લાભ શા માટે ન લેવો?

No comments:

Post a Comment