Monday, 8 August 2011

આજના સમયમાં કેટલું સલામત છે દૂધ પીવુ...!

 
-20 કરતાં પણ વધુ કેમિકલનું કોકટેલ એટલે 'દૂધ'

તમે જે એક ગ્લાસ દૂધ રોજ પીવો છો એ કેટલું સલામત છે? જો નવા અભ્યાસનાં તારણો માની લેવાય તો દૂધમાં જુદી જુદી પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સમાં ઉપયોગમાં લેવાતાં ૨૦થી વધુ કેમિકલનું કોકટેલ હોય છે.

સ્પેનિશ અને મોરક્કન વિજ્ઞાનીઓની ટીમે ઉચ્ચતમ સંવેદનશીલ ટેસ્ટના ઉપયોગથી શોધી કાઢ્યું છે કે ગાય, બકરી અને સ્ત્રીઓનાં સ્તનમાં કેમિકલ્સ હોય છે.

જોકે આનો ઉપયોગ કરનારાઓ પર તેની ખૂબ જ સામાન્ય અસર જોવા મળતી હોય છે. સંશોધકોનું કહેવું છે કે માનવિનર્મિત કેમિકલ્સ હવે ખોરાકમાં ભળી રહ્યાં હોવાનું તેમના સંશોધનો પરથી જાણવા મળ્યું છે.

સૌથી વધુ દવાઓ ગાયનાં દૂધમાં જોવા મળી હતી. સંશોધકોનું માનવું છે કે ગાયનાં ખાવામાં વપરાતા ચારામાં કેટલાંક ડ્રગ્સ અને દૂધ ઉત્પાદન વધારતાં તત્વો આ દવાઓ માટે જવાબદાર છે. ઘાસચારા અથવા ફાર્મમાંની દૂષિતતાને લીધે આ તત્વો દૂધમાં જોવા મળે છે.

ટીમે સ્પેન અને મોરક્કોમાં બકરી અને સ્ત્રીનાં દૂધ ઉપરાંત ગાયનાં દૂધનાં ૨૦ સેમ્પલોને ચકાસ્યાં હતાં. જર્નલ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ ફૂડ કેમિસ્ટ્રરીમાં પ્રકાશિત થયેલાં આ તારણોમાં જણાવાયું છે

ગાયના દૂધમાં કે એન્ટિઇન્ફલેમેટરી ડ્રગ્સ ઇનીફલુમિક એસિડ, મેફેનામિક એસિડ અને કેટોપ્રોફેન ના અંશો હતા, જેનો સામાન્ય રીતે પ્રાણીઓ અને લોકોમાં પેઈનકિલર્સ તરીકે ઉપયોગ થાય છે.

ટેસ્ટમાં બકરીના દૂધમાં નીફલ્યુમિક એસિડ જોવા મળ્યો હતો. જ્યારે સ્ત્રીઓનાં દૂધમાં નેપરોક્ષેન સહિતની પેઇનકિલર્સ હોવાનું જણાયું હતું. વળી એમાં એન્ટિબાયોટિક ટ્રીકલોસન અને કેટલાક હોર્મોન પણ જોવા મળ્યા હતા

No comments:

Post a Comment