Wednesday, 17 August 2011

મગ ચલાવે પગ



આજકાલના બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઘટી ગઇ છે જેને લીધે અવારનવાર માંદુ પડે છે. બાળકને હેલ્થી રાખવા માટે શું-શું તેને ખાવું જોઇએ તેની ટિપ્સ અહીંયા જાણીએ...

શિયાળાની સિઝન એટલે ફેમિલી માટે ડબલ બોનાન્ઝા. આ સિઝનમાં આખા વર્ષની હેલ્થ માટેની કાળજી માટે લેવાતા તાજા-તાજા શાકભાજી, ફ્રૂટ્સ અને વસાણા ખવાતા હોય છે. આપણા આયુર્વેદિક પદ્ધતિ અને ડાયેટ વસાણા ખાઈને લોકો તરોતાજા થઈ જાય છે. ફેમિલીમાં વર્ષોથી બનતા વસાણા ખાવાથી એમાંથી મળતી એનર્જી વધે છે.

શિયાળામાં બનતા વસાણામાં ગુંદરપાક, મેથી, સૂંઠ, ગોળ, ઘી ના સેવનને કારણે બાળકો એનજેઁટિક બને છે. આ ઉપરાંત સિઝનલ ફ્રૂટ્સ અને શાકભાજી બાળકોનું એનર્જી લેવલ ઊંચું લાવવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવે છે.

ફાસ્ટફૂડના યુગમાં પિઝા, બર્ગર અને મેગીથી ટેવાયેલ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે. એ સિવાય સૂપ્સ, જ્યૂસ, ફ્રૂટ્સ વગેરેમાં પણ ફેરફાર કરીને ટિફિન બોક્સમાં વેરાયટીઝ સર્વ કરી શકાય છે.

અમદાવાદના જાણીતા ડાયટિશિયન કલ્પનાબેન શાહ જણાવે છે કે શિયાળામાં પૌષ્ટિક આહાર બધાને માટે જરૂરી છે. અત્યારે મળતા સિઝનલ ફ્રૂટ્સ અને શાકભાજી બાળકો માટે ઘણા જ પીવાથી એનર્જી લેવલ વધે છે. એ સિવાય ડાયાબિટીસ પેશન્ટ માટે ખજુર, અંજીર, મિકસ ડ્રાયફ્રૂટ્સ નાખેલા પાક પણ ઘણા જ સારા પડે છે.

શાકભાજીમાં મેથી, પાલક, વગેરેમાં થયેલા મૂઠિયા, વેજિટેબલ પરોઠા કર્ડ વગેરે બાળકોને આપવાથી એમની જમવાની રુચિ વધે છે. તાજારસમાં આંબળા, હળદર (લીલી) ફુદીનો, તુલસી આદુંનો રસ બાળકોની રોગપ્રતિકોરક શક્તિ વધારે છે. આ સિઝનમાં થતી શરદી જન્ય રોગોથી બચાવે છે. મગસ, સુખડી, ગાજર-બીટનો રસ, પાલક-ટામેટાનો જયૂસ વગેરે પીવા જોઈએ. સેટેલાઈટમાં નાના ભૂલકાઓની સ્કૂલ ફસ્ટસ્ટેપ ચલાવતા પલ્લવીબેન કહે છે કે બાળકોને તમે વાનગીમાં વેરાયટી આપો તો એમની જમવાની રુચિ વધશે. હું બાળકો માટે આંબળાનો મુરબ્બો, મગસના લાડુ, તલસાંકળી, મમરાના લાડુ બનાવીને આપું છું એ સિવાય ઇડલી વેજિટેબલ, ઉપમા, ઢોકળાં, આ સિઝનમાં બાળકોને ભૂખ ઘણી લાગતી હોવાથી એમને યોગ્ય આહાર આપવો જરૂરી છે.

No comments:

Post a Comment