Tuesday, 23 August 2011

જેવો આકાર તેવા જ ફાયદા - અખરોટ(walnut)

  અખરોટની રચના માથા જેવી હોય છે અને તેની અંદરનો ભાગ મગજ જેવો હોય છે. જો આ અંદરનો ભાગ રેગ્યુલર યોગ્ય માત્રામાં નિયમિત દરેક ફળ અને સૂકો મેવો તેના આકાર જેવા શરીરનાં અંગોને ફાયદો આપે છે અખરોટની રચના માથા જેવી હોય છે અને તેની અંદરનો ભાગ મગજ જેવો હોય છે. જો આ અંદરનો ભાગ રેગ્યુલર યોગ્ય માત્રામાં નિયમિત લેવામાં આવે તો માથા સંબંધિત કોઈ પણ તકલીફ હોય તેના પર કંટ્રોલ મેળવી શકાય છે તેમજ મગજની કાર્યક્ષમતા અને ક્રિયા પ્રણાલીમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. પિસ્તા આંખ જેવા દેખાય છે. પિસ્તાની અંદરનો લીલો ભાગ આંખો માટે ઘણો ફાયદાકારક છે. નેત્રના ફાયદા માટે રોજ પિસ્તાનું સેવન કરવું જોઈએ અથવા તો નેત્ર રોગના ઇલાજ માટે પિસ્તા તમારી સહાય કરી શકે છે. જેમને કિડનીને જોઈ છે કે જે તેના આકારથી પરિચિત છે તે ચોક્કસપણે કહી શકીએ કે કાજુ, સોયાબીન કે કિડની બીન જેવા કેટલાક માવા તથા દાણાવાળા અનાજ વગેરે જેવા હોય છે. જેનું નિયમિત સેવન કરવાથી કિડનીને સ્વસ્થ બનાવવામાં મદદ મળી રહે છે. જ્યાં એક તરફ બદામનો આકાર આંખો જેવો છે ત્યાં જ બીજી બાજુ તેની સરખામણી મગજ સાથે પણ કરી શકાય છે. બદામને રોજ ખાવાથી નેત્ર તથા મગજ બંને માટે ઘણા સારા રહે છે. દાડમના દાણાનો રંગ લોહી જેવો હોય છે. આથી દાડમનો રસ લોહી શુદ્ધ કરવામાં અને રક્તવર્ધક ઉપયોગી બની રહે છે. નારંગીના નિયમિત સેવન કરવાથી કિડની અને આંતરડા માટે ફાયદાકારક હોય છે.
રોજ થોડી અખરોટ ખાવી એ તમારા ડાયેટ અને આરોગ્યને સુધારવાનો, ચામડીને તેજસ્વી બનાવવાનો, વાળમાં ચમક લાવવાનો અને વધતી વયની અસર દૂર રાખવાનો સૌથી સચોટ ઉપાય છે. • અખરોટ કુદરતી રીતે પ્રોટીન મેળવવાનો એક ઉત્તમ સ્રોત છે. • એમાં રેષા, વિટામિન ‘બી’, મેગ્નેશિયમ અને વિટામિન ‘ઇ’ જેવા એન્ટિઓકિસડન્ટ સારા પ્રમાણમાં છે, જે હૃદય, આંખ અને ચામડી માટે સારાં છે. • એ મગજ માટેનું એક શ્રેષ્ઠ પોષણ છે, કેમકે એ યાદશકિત તેજ કરે છે. • બીજા કોઇપણ સૂકામેવા કરતાં અખરોટ ઓમેગા-૩ ફેટી એસિડનો બહેતર સ્રોત છે. એટલે એ ખરાબ કોલેસ્ટરોલ (એલડીએલ) ઘટાડે છે અને સારું કોલસ્ટરોલ (એચડીએલ) વધારે છે. આથી આ કોલેસ્ટરોલ સરવાળે શકિતશાળી એન્ટિઓકિસડન્ટ બને છે અને શરીરના આંતરિક માળખામાં થતાં નુકસાનનો અસરકારક સામનો કરે છે. • અખરોટના સોજા-વિરોધી લાભ પણ છે. એમાંના ફેટી એસિડ અસ્થમા, રૂમેટોઇડ આથ્રાર્ઇટિસ અને ચામડીમાં સોજા લાવતા સોરાઇસિસ જેવા રોગ સામે લડવામાં મદદરૂપ બને છે. • એ અલ્ઝાઇમર જેવા રોગનું જૉખમ પણ ઘટાડે છે.

No comments:

Post a Comment