વયસ્ક વ્યક્તિમાં પુરુષોમાં ૧૩ ગ્રામ-ટકા અને સ્ત્રીઓમાં ૧૧ ગ્રામ-ટકા કરતાં ઓછું હિમોગ્લોબીન હોય તો તેને એનિમિયા છે તેમ કહેવાય. આમ થવાનાં અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. અસંખ્ય પ્રકારની શારીરિક બીમારીઓમાં લોહીમાંથી હિમોગ્લોબીન અને લાલ કણ ઓછા થઇ જાય છે. પડવા-વાગવાથી લોહી વહી જાય તો પણ એનિમિયા થઇ શકે છે. આંતરડાંની બીમારી, કિડનીની બીમારી, કેન્સર, જઠરમાં ચાંદું વગેરે પણ જવાબદાર હોય છે.
મુખ્યત્વે આયર્નની ખામીને કારણે આ રોગ થાય છે. વિવિધ ક્ષાર તથા વિટામિનની ઊણપને કારણે પણ એનિમિયા થાય છે. એનિમિયામાં દર્દીને જલદી થાક લાગવો, નબળાઇ, બેધ્યાનપણું, શ્વાસ લેવાની તકલીફ, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઝીણો તાવ રહેવો વગેરે જેવાં ચિહ્નો જોવા મળે છે. એનિમિયાનું ખરું કારણ જાણવા લોહીની યોગ્ય તપાસ અને જરૂર પડે બીજી શારીરિક તપાસો કરાવવી જરૂરી બને છે. હોમિયોપથી દ્વારા દર્દીમાં હિમોગ્લોબીન લેવલમાં સુધારો લાવી શકાય છે.
એનિમિયાની બીમારીમાં વ્યવસ્થિત રીતે દવા લેવામાં આવે તો હોમિયોપેથી અસરકારક પુરવાર થાય છે. એનિમિયાની સારવાર માટે દર્દીની સંપૂર્ણ શારીરિક તથા માનસિક વિગતોનો અભ્યાસ કરવામાં આવે છે. રોગનાં કારણ અંગે જરૂર તપાસ કર્યા બાદ જ દવા આપવામાં આવે છે. હોમિયોપેથીની અનેક દવાઓ એનિમિયામાં ઉપયોગી સાબિત થઇ છે. જેમ કે આર્સેનિક આલ્બ, ચાઇના ઓફ, ફેરમમેટ, મેગેનમ, નેટ્રમમુર વગેરે બાયોકેમિક દવાઓ ફેરમ ફોસ, કાલીફોસ, કેલ્કેરિયા ફોસનો નિયમિત ઉપયોગ આ રોગને કાબૂમાં રાખવા મહત્વનું યોગદાન આપે છે. એલેટ્રીસ ફેરીનીગ્મ, મીલેફોલિયમ જેવાં દ્રવ્યો પણ મદદરૂપ થાય છે. એનિમિયાના દર્દીએ ખોરાકમાં લીલાં શાકભાજી ફળો, કાકડી, ગાજર, બીટ, ટામેટાંનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ.

No comments:
Post a Comment