દવાની પ્રમાણ ઘટાડવા માટે ઘણા લોકો ટેબલેટ અથવા ગોળીને તોડીને અડધી જ ખાય છે. ઘણી વાર ડોક્ટરો પણ આવુ કરવાની સલાહ આપે છે પણ સંશોધકોનુ કહેવુ છે કે દવાની ગોળીને બે અથવા તેથી વધુ ટુકડામાં તોડીને ખાવાને કારણે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આમ કરવાથી દવાની ખોટી માત્રા શરીરમાં પહોંચી શકે છે.
'જર્નલ ઓફ એડવાન્સ નર્સિંગ' માં પ્રકાશિત થયેલ આ શોધમાં કહેવાયુ છે કે દવાની ખોટી માત્રા શરીરમાં જવાથી તે ઝેર સમાન બની જાય છે.
દવાની ગોળી તોડવાથી સામાન્ય રીતે તે અસમાન ભાગમાં જ તૂટે છે. સંશોધકોએ જાણ્યુ કે તોડીને લેવામાં આવી ગોળીઓમાંથી 31 ટકા ગોળીમાં દવાની ખોટી માત્રા શરીરમાં જાય છે જેના કારણે 15થી 25 ટકા વધારે દવા શરીરમાં પહોંચવાની શક્યતા રહે છે.

No comments:
Post a Comment