"પુખ્ત ઉંમરની વ્યકિતઓને બ્રેકફાસ્ટની જરૂર નથી" આવું એલિઝાબેથ હર્લીએ હાલમાં જ ટ્વિટર પર લખ્યુ હતું. આ બ્રિટીશ અભિનેત્રી અને મોડલે ઉમેર્યુ હતુ કે, "તેણે પોતાની સવારની શરૂઆત ઘણુ બધુ પાણી પીને અથવા એક એસપ્રેસો પીને કરે છે અને ત્યારબાદ સાથે થોડી ઓટ કેક ખાય છે." પણ બોલિવુડની જ ઘણી બધી હસ્તીઓ આ વાતથી સહેમત નથી.
"નિશ્ચિતરૂપે બ્રેકફાસ્ટ મહત્વનો છે!" મોડલ શ્રુતિ અગ્રવાલ કહે છે. "સવારના સમયે ચયાપચયની ક્રિયા સૌથી વધુ હોય છે. એટલે જ એવુ કહેવાય છે કે દરેકે રાજાની જેમ બ્રેકફાસ્ટ કરવો જોઈએ. મારો બ્રેકફાસ્ટ હંમેશા ભરપૂર હોય છે અને રાત્રે હું હળવો ખોરાક લઉ છું. હું એક ઓમલેટ, ટોસ્ટ, દૂધ, જ્યુસ અને ફળ ખાઉ છું."
ગાયક સુનિધી ચૌહાણ કહે છે કે "હકિકતમાં બ્રેકફાસ્ટમાં તમે કાંઈ પણ અને બધુ જ ખાઈ શકો. દિવસનું પહેલુ ભોજન હોઈ અને આ સમયે ખોરાક જલ્દીથી પચતો હોવાથી તમે તમને ભાવતી કોઈ પણ વસ્તુ ખાઈ શકો. પછી ભલે તે ગુલાબજાંબુ હોય કે જેને માટે તમે તરસતા હોવ છો કે મટન બિરયાની હોય, હું તો કહીશ કે એ ખાઈ લો. એ જલ્દીથી પચી જશે અને ત્યારબાદ તમે આખો દિવસ સ્વસ્થ રહી શકશો. આમ પણ એક સારા બ્રેકફાસ્ટને કારણે દિવસ પણ સારો જાય છે. તો પછી પોતાને આ ખુશીથી કેમ દૂર રાખો છો?"
અભિનેતા પૂરબ કોહલી માટે બ્રેકફાસ્ટ એ એક જટિલ વિધિ છે, " હું ધ્યાન રાખુ છું કે દિવસ દરમ્યાન થોડુ થોડુ ખાતો જ રહું માટે હું બ્રેકફાસ્ટની શરૂઆત ફળ ખાઈને કરુ છું અને થોડા કલાક પછી રાબ અને ઈંડા ખાઉ છું. હું રાબમાં ડ્રાય ફ્રૂટ્સ, ગોળ, દૂધ, મધ અને નટ્સ ઉમેરુ છું. આ બધાને કારણે મારી રાબ આરોગ્યવર્ધક અને સ્વાદિષ્ટ બને છે."
એ વિસ્તારથી જણાવે છે કે, "મારા બ્રેકફાસ્ટ પ્રત્યે હું સૌથી વધુ ધ્યાન આપું છું. હું સ્વાસ્થ પ્રત્યે સજાગ હોવાને કારણે ધ્યાન રાખુ છું કે મારા રોજના ભોજનમાંથી પ્રોટીન મોટા પ્રમાણમાં મળી રહે."
એને અઠવાડિયાના અંતિમ દિવસે પોતાનો ડાયેટ પ્લાન હળવો કરીને છે અને "પારંપરિક ભારતીય બ્રેકફાસ્ટ જેમ કે આલુ પરાઠા કે ઈડલી અને ડોસાની" મિજબાની કરવી ગમે છે. એ કહે છે, "આખો દિવસ પસાર કરવા માટે આમાથી ઘણી ઉર્જા મળી રહે છે. પણ ઓટ એ મારા માટે સૌથી આદર્શ બ્રેકફાસ્ટ છે."
No comments:
Post a Comment