Tuesday, 23 August 2011

હાથ ધોયા પછી સૂકવવા પણ જરૂરી

વર્તમાન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાથ ધોયા પછી તેને સૂકવવા પણ જરૂરી છે. આમ ના કરતાં બેકટેરિયા વધુ ઝડપથી ફેલાઇ શકે છે. બ્રેડફોર્ડ યુનિવર્સિટીમાં આ અભ્યાસ થયો છે. આ અભ્યાસમાં હાથ ધોવાની વિવિધ પદ્ધતિઓ પર ધ્યાન અપાયું હતું. સંશોધનકર્તાઓએ જણાવ્યા મુજબ હાથ ધોતાં બેકટેરિયા ઘટે છે પરંતુ ખતમ નથી થતા. હાથ ભીનાં હોય તો હાથના સંપર્કમાં આવતી બીજી વસ્તુ પર પણ બેકટેરિયા ઝડપથી ફેલાય છે. અભ્યાસ માટે લોકોને હાથ ધોયા પછી કેટલીક પ્લેટને સ્પર્શવા કહેવામાં આવ્યું હતું. તે પછી પ્લેટ પર વધેલા બેકટેરિયાના પ્રમાણને માપવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment