
સામાન્ય તકલીફમાં સુજોકના અમુક ઉપાયો એટલા બધા સરળ છે કે કોઇપણ કરી શકે...
- માથાનો દુખાવો: માથાના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે કોઇપણ હાથના અંગૂઠા સાથે પેન્સિલ કે પેન ઊભી રાખો. તેને અંગૂઠાના નખ સાથે રબરથી બાંધીને એક થી બે મિનિટ રહેવા દો. ત્યારબાદ પેન કે પેન્સિલને ઝટકા સાથે ખેંચીને કાઢી નાખો. માથાનો દુખાવો તરત બંધ થઇ જશે.
- મુસાફરીમાં ઊબકા ઊલટી: ટ્રાવેલિંગ સીકનેસથી આપણે સૌ કોઇ પરિચિત છીએ. જેમાં ઊબકા-ઉલટી, માથું ભારે થઇ જવું, જેવી તકલીફ થાય છે. તે બધાં માટે મુસાફરી પહેલાં એક ચમચી મેથી ગરમ પાણી સાથે લઇ લેવી અથવા કોઇપણ અંગૂઠાના નખને બંને છેડે લાલ રંગના ગોળ ટપકાં કરવાથી દરેક તકલીફમાં રાહત રહે છે.
- એસિડિટી: એસિડિટી એ અપચાને કારણે થતી સર્વ સામાન્ય તકલીફ છે. જ્યારે એસિડિટી થાય ત્યારે ક્યારેય દૂધ કે આઇસ્ક્રીમ ન ખાશો. તે ખાવાથી એસિડિટી ઓછી થશે પણ મટશે નહીં. એસિડિટી મટાડવા માટે ચા જેટલું ગરમ પાણી લગભગ બસો ગ્રામ જેટલું લઇ ઘૂંટડે ઘૂંટડે પીવો. હથેળીમાં બતાવ્યા અનુસાર લીલો રંગ કરો. આ કર્યા પછી બને તેટલા ઊંડા શ્વાસ લો. દસ મિનિટમાં એસિડિટી ગાયબ થઇ જશે.
- શરદી : શરદી થાય ત્યારે ક્યારેય વિક્સ ન લગાડવું. પેટ્રોલિયમ જેલી લગાવવી. શરદી થાય તો અંગૂઠાના મધ્યમાં ઉપસેલા ભાગ પર લાલ રંગ કરવાથી શરદીમાં ફાયદો થાય છે. શરદી થઇ હોય તો પાઇનેપલનો તાજો જ્યૂસ પાણી, ખાંડ, મીઠું, દૂધ કે દહીં વિના લેવાથી શરદીમાં તરત ફાયદો થાય છે.
- તાવ: વર્ષમાં એકાદ વાર તાવ આવતો હોય તો તેને બેસાડી ન દેવો. ઓછામાં ઓછો પાંચથી છ કલાક તાવને આવી જવા દેવો. તાવ આવે એટલે બે કલાક પછી નાહી લેવું. નાહ્યા પછી કોઇપણ એક હાથની કે પગની આંગળીઓના ટેરવા પર કાળો રંગ કરવો. તાવ તરત ગાયબ થઇ જશે.
No comments:
Post a Comment