ઘરના કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે છોડ ઉગેલો જોયો હશે. તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતું નથી. પણ તેના મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગે.
આ વનસ્પતિને એલોવેરા કહેવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે.
ઔષધીય ગુણોથી ભરપૂર આ છોડની લગભગ ૨૫૦ જેટલી પ્રજાતિ ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધારે ઉપયોગી બાબૉડેંસીસ મિલર છે. આપણા શરીરને કુલ ૨૧ એમીનો એસિડની જરૂર હોય છે, જેમાંથી ૧૮ તો માત્ર એલોવેરામાંથી જ મળી રહે છે.
આવો જાણીએ એલોવેરાના ગુણ વિશે:
1. જ્યારે કોઈ ઇજા પર પરૂ થવા લાગે છે ત્યારે તેમાં સાલમોનેલા બેકટેરિયા થવા લાગે છે. આવામાં એન્ટિબાયોટિક એલોવેરાનો ઉપયોગ ઘણો ફાયદાકારક રહે છે. બેકટેરિયાનાશક એલોવેરાને સીધા ઘા પર લગાવી શકાય છે.
2. તેના નિયમિત ઉપયોગથી મેટાબોલિક એક્ટિવિટીને શક્તિ મળે છે અને તેમાં રહેલા વિટામિન સી ઘણી બધી બીમારીઓથી રક્ષણ આપે છે. બ્લડ સરકયુલેશન સારુ થાય છે અને હૃદય સંબંધી સમસ્યા પણ થતી નથી.
3. પાણી પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ધૂમ્રપાન, લીલી શાકભાજીમાં દવાઓ અને કેમિકલના ઉપયોગ વગેરેથી આપણા શરીરમાં વિવિધ પ્રકારના ખતરનાક તત્વો એકત્રિત થઈ જાય છે. આ ઝેરી તત્વોને શરીરની બહાર કાઢી નાખે છે.
4. એલોવેરા જેલમાં દર્દ નિવારણ ગુણ હોય છે. તેનાથી ઘૂંટણ પર માલશિ કરવાથી આરામ મળે છે અને સોજો પણ ઉતરી જાય છે.
5. તે પેનક્રિયાજમાં થતા ઇન્સ્યુલીનના નિર્માણને ઘટાડે છે. તેનાથી કિડની અને લિવરને કોઈ નુકસાન થતું નથી. લિવરનું ઇન્ફેક શન દૂર થાય છે. ગુર્દા કામ કરતા બંધ થઈ જાય તેના પર પણ ફાયદાકારક બની રહે છે. આ યૂરિન પ્રોબ્લેમ, કિડની સ્ટોન અને કમળામાં પણ લાભકારી બની રહે છે.
6. તેનો માવો પેટના અલ્સર માટે ઉપયોગી છે. તેને મહિલાઓનો મિત્ર માનવામાં આવે છે, પરંતુ ગભૉવસ્થા દરમિયાન તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
7. એલોવેરા જેલથી વાળમાં માલશિ કરવી, તેનાથી વાળનું ખરવું, ખોડો અને સફેદ વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ લાંબા તથા ચમકદાર બને છે
No comments:
Post a Comment