Sunday, 21 August 2011

ગર્ભવતી છો તો બેડ રેસ્ટ સાબિત થઈ શકે ‘બેડ’



ગર્ભવતી મહિલાઓ માટે બેડ રેસ્ટ સારો નથી. પથારી પર સતત ઊંઘી રહેવાથી હાડકાં અને માંસપેશીઓ નબળી પડવાની સમસ્યા થઈ શકે છે. તે ઉપરાંત મહિલા ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં નર્સિંગ સેન્ટરના પ્રોફેસર જુડિથ મેલોનીએ આ અભ્યાસ કર્યો હતો.

મેલોનીએ ૭૦ અભ્યાસોની સમીક્ષા કર્યા બાદ આ તારણ આપ્યું હતું. ગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશર, બ્લડ ક્લોટિંગ અથવા બ્લિડિઁગ જેવી સમસ્યાઓના કારણે મહિલાઓને બેડ રેસ્ટ માટે કહેવામાં આવે છે. કેટલીક મહિલાઓને તો ઘણા લાંબા સમય સુધી બેડ રેસ્ટની સલાહ આપવામાં આવે છે.

No comments:

Post a Comment