હાસ્ય એ તમારા હૃદય માટે શ્રેષ્ઠ છે, કોમેડીથી હકારાત્મક અસર ઊભી થાય છે
હાસ્ય એ શ્રેષ્ઠ ઔષધ છે એવું આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ. શહેરોમાં લોકો વહેલી સવારે બગીચામાં જઈને લાફિંગ ક્લબમાં મોટેમોટેથી હસતા હોય છે, જે લોકો સામાન્ય સંજોગોમાં કે લાફિંગ ક્લબમાં જઈને હસી ન શકતા હોય તેમણે કોમેડી ફિલ્મો જોવી જોઈએ. એમ કરવાથી તેમનું હૃદય સાબૂત રહેશે.
આ અંગે સંશોધન કરનાર ટીમે જણાવ્યું છે કે, કોમેડી ફિલ્મો અથવા હાસ્યના અન્ય કાર્યક્રમો જોવાથી ધમનીઓની કામગીરી પર હકારાત્મક અસર થાય છે. આથી વિરુદ્ધ યુદ્ધ કે હોરર ફિલ્મો જોવાથી અવળી અસર થતી હોય છે જેને કારણે વ્યક્તિને માનસિક તંગદિલી થઈ શકે. સંશોધનના ભાગરૂપે કેટલાક લોકોને એક દિવસ કોમેડી ફિલ્મ બતાવવામાં આવી હતી અને બીજા દિવસે યુદ્ધ ફિલ્મ બતાવવામાં આવી હતી.
મેરીલેન્ડ યુનિવર્સિટીના ડૉ. માઈકલ મિલરે આ અંગે કહ્યું કે, યુદ્ધ ફિલ્મ જોતી વખતે લોકોનાં રુધિરાભિસરણમાં અનિયમિતતા નોંધાઈ હતી અને તેમના લોહીનો પ્રવાહ ધીમો પડી ગયો હતો. આ સંશોધનના આધારે અગાઉના એ અભ્યાસને અનુમોદન મળ્યું છે કે માનસિક તનાવ અને લોહીની ધમનીઓ વચ્ચે સંબંધ છે. જોકે કોમેડી ફિલ્મ જોયા પછી ધમનીઓનું વિસ્તરણ થયું હતું.
અભ્યાસ દરમિયાન હાસ્ય અને માનસિક તંગદિલીના તબક્કાઓમાં ધમનીઓનાં વિસ્તરણમાં ૩૦ થી ૫૦ ટકાનો તફાવત આવતો હોવાનું ૩૦૦ જેટલાં પરીક્ષણો દ્વારા સાબિત થયું હતું. આમ, હાસ્ય એ તમારા હૃદય માટે શ્રેષ્ઠ બાબત છે એટલું સાબિત થાય છે તેમ ડૉ. મિલરે જણાવ્યું હતું.

No comments:
Post a Comment