Tuesday, 23 August 2011

કસરત કર્યા પછીનો ખોરાક

 


કેટલીક વાર લોકો કસરત કર્યા પછી વધારે પડતું ખાઇ લે છે તે પણ શરીરને નુકસાન કરે છે.


આજકાલ ગાર્ડનની બહાર સવારના સમયે લોકો જ લોકો દેખાય છે. જાણે દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બની ગઇ હોય એવું લાગે છે. ગમે તે ઉંમરના અને સ્ત્રી હોય કે પુરુષ દરેકને સ્વસ્થ રહેવું છે. ભોજન પર થોડું ઓછું નિયંત્રણ રાખીને, વધુ કસરત કરીને શરીર સ્વસ્થ રહે તે સારું લાગે છે તેથી આજકાલ દરેક હેલ્થ સેન્ટરમાં ભીડ જોવા મળે છે.


ત્યારે એ પ્રશ્ન ઉભો થાય કે કસરત કરીને આવ્યા પછી શું લેવું? જ્યારે કસરત કરીને ઘરે આવીએ ત્યારે શરીર થાકી જાય છે. કેટલાક લોકો તો થોડો સમય ઉંઘ પણ લઇ લેતાં હોય છે. કસરત કર્યા પછી પાણીનો ઉપયોગ બરાબર કરો, ઘરે આવી બે ગ્લાસ પાણી પી લો. બને તો ઠંડા પાણીથી સ્નાન પણ કરી લો. તેથી થાક ઉતરી જશે. કસરત શરીર માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ તે પછી જરૂરી ખોરાક પણ એટલો જ અગત્યનો છે. કસરત કર્યા પછી યોગ્ય ખોરાક ખાવાથી મસલ્સની રીકવરી ઝડપથી આવે છે અને ગ્લાયકોજન સ્ટોર કરીને એનર્જી આપવામાં મદદરૂપ થાય છે.


કસરત પત્યા પછી તરત જ કાર્બોહાઇડ્રેટ્સ લેવા જોઇએ. જેમ કે ફળ, કાચા શાકભાજી, આખા અનાજ (સીરીયલ, થૂલી વગેરે) અને પ્રોટીનવાળો ખોરાક. કસરત કર્યા પછી બે કલાકમાં ડ્રાયફ્રુટ લેવા જોઇએ. આ ઉપરાંત કેટલાક એવા ખોરાક છે જે લેવાથી કસરત કર્યા પછી તરત જ લેવાથી એનર્જી આપે છે. જેમ કે, સીરીયલ અથવા ફૂલાવેલી ભાખરી એટલે કે કોઇ પણ જાડા લોટમાંથી બનાવેલી વાનગીઓ .


કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક લેવાથી શરીરનો થાક ઓછો થાય છે. શરીરમાં ગ્લાયકોજન ઉમેરાય છે અને મસલ્સને એનર્જી મળે છે.


કાર્બોહાઇડ્રેટ્સથી શરીરને થતા લાભ


કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક લેવાથી શરીરનો થાક ઓછો થાય છે. શરીરમાં ગ્લાયકોજન ઉમેરાય છે અને મસલ્સને એનર્જી મળે છે.


હળદર


હળદર પ્રાકૃતિક એન્ટિસેપ્ટિકના ગુણ ધરાવે છે. તે શરીરના અંદરના પડેલા ઘાને રુઝવવાની સાથે સ્નાયુઓને પણ રાહત પ્રદાન કરે છે. હળદરને સવારના નાસ્તામાં ઉમેરવાથી સ્નાયુઓમાં કસરતને કારણે લાગેલો થાક દૂર થાય છે. કેટલીક વાર વધારે પડતી કસરતને કારણે આવેલા આંતરિક સોજા ઓછા થાય છે અને વધારે દુખાવો થતો નથી.


કોફી


કોફીમાં આવેલું કોફીન સ્નાયુઓને મદદ કરે છે જ્યારે તમે વધુ પડતી કસરત કરો છો ત્યારે release કરે છે તમારૂં શરીર એડેનોસિન રિલિઝ કરે છે. જેના લીધે તમને બીજા દિવસે શરીરનો દુ:ખાવો થાય છે. કોફીમાનું કેફીન આ એડેનોસિન ની અસરને ઓછી કરે છે. અને કસરત પછીનો દુ:ખાવો ઓછો થાય છે. આ ઉપરાંત કસરત દરમિયાન થતો શરીરનો દુ:ખાવો પણ ઓછો થાય છે.


આદું


એક સંશોધન જણાવે છે કે દિવસ દરમિયાન આદુંનો વપરાશ કરવાથી કસરતથી થતો દુખાવો ૨૫ ટકા ઓછો થઇ જાય છે. આદુંમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એનાલજેસિક પ્રોપર્ટી આવેલી છે જે અમુક પ્રકારની ઇન્ફલેમેટરી (શરીરના સોજા) દવાઓમાં વાપરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં આવેલા તત્વો શરીરની નસોને દુખાવાના સિગ્નલ મગજને આપવા દેતા નથી. કદાચ આ જ કારણસર આપણા ખોરાકમાં આદુંનો ઉપયોગ વધુ થાય છે. કસરત કર્યા પછી આદુંવાળી ચા કે સૂંઠગંઠોડાવાળું દૂધ પીવાથી પણ શરીરનો દુખાવો ઓછો થાય છે. અલબત્ત, કસરત પછી ખોરાક વધુ પડતો ન લેવાય. ભૂખ કરતાં ઓછો અને હળવો નાસ્તો કરવો જ હિતાવહ છે. કસરત કરી છે એટલે જેટલું ખાવું હોય તેટલું ખવાય તે માન્યતા ભૂલભરેલી છે. ગાર્ડનમાં ચાર રાઉન્ડ મારી ભરપેટ ખાવાથી શરીરને નુકસાન થાય છે

No comments:

Post a Comment