Friday, 26 August 2011

પર્સનાલિટી સાથે જોડાયેલું છે તમારી તબિયતનું રહસ્ય




 
માણસનું વ્યક્તિત્વ તેની વર્તમાન અને ભાવિ પરિસ્થિતિ તથા બીમારીઓનો સંકેત આપે છે. દરેક વ્યક્તિની આદતો, શોખ, પસંદ-નાપસંદ તથા સંબંધો પ્રમાણે જીવવાની રીત અલગ-અલગ હોય છે. મનોવૈજ્ઞાનીઓ કહે છે કે આ બધી બાબતો વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

જે લોકો આશાવાદી હોય છે તેઓ સ્થૂળતાથી પીડાતા હોય છે. જાપાનમાં વજન ઉતારવા માટેનાં સેન્ટરોમાં આવતાં સ્ત્રી-પુરુષો પર આ અંગે સંશોધન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, જે લોકો જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા હતા તેઓ વજન ઉતારવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

મનોવિજ્ઞાની ડૉ. હોવર્ડ ફ્રેડમેને ૧૦ વર્ષની ઉંમરના ૧૫૦૦ જેટલાં બાળકોનો અભ્યાસ શરૂ કર્યો હતો અને તેઓ યુવાન થયા ત્યાં સુધી તેમના પર અવલોકન કર્યું. આ અભ્યાસમાં એક એવું તારણ પણ નીકળ્યું કે જે બાળકો વધારે હસમુખા હોય છે તેઓ ભવિષ્યમાં ધૂમ્રપાન અને શરાબના સેવન તરફ વળતા હોય છે.


ઓસ્ટ્રેલિયાની નોટિંગહામ અને કર્ટિન યુનિવર્સિટીના મનોવિજ્ઞાન નિષ્ણાતોનું કહેવું છે કે માણસના વ્યક્તિત્વનો આધાર મુખ્યત્વે તેના જીન્સ અને વાતાવરણ ઉપર હોય છે. તેના આધારે માણસના આરોગ્યનો અંદાજ પણ આવી શકે છે :

ચિંતા

પેરિસ અને ટોરન્ટોના સંશોધકોના અભ્યાસ અનુસાર જરૂરિયાતવાળા લોકોને પેટના ચાંદાની આશંકા વધારે રહે છે. જે લોકો બીજા પર આધારિત અને લાગણીશીલ હોય છે એવા લોકો ધૂમ્રપાન, શરાબની લત ધરાવનાર તેમજ ખોરાક અને ઊંઘની બીમારીઓના ભોગ બનેલા હોય છે. આવા સંજોગોમાં પેટમાં એસિડ વધે છે અને ચાંદું પડવાનું જોખમ ઊભું થાય છે.

સંવેદનશીલ

ગ્લાસગો યુનિવર્સિટીના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે, જે પુરુષ ભાવુક હોય તેમને સ્ટ્રેસ અને હૃદયરોગનું જોખમ સાવ ઓછું રહે છે. નેતૃત્વની ક્ષમતા, આક્રમકતા, દયાભાવ, સ્નેહ, સહાનુભૂતિ સંવેદના જેવી પુરુષ કે સ્ત્રીનાં જીવનની વિશેષતાઓના આધારે તારણો કાઢવામાં આવ્યાં હતાં.

કજિયાખોર

વિરોધ કરવાની વૃત્તિવાળા કે દરેક વાતમાં દલીલ કરવામાં રસ ધરાવતા લોકો વધારે ગુસ્સે થતા હોય છે. સંશોધકોએ ૪૪૮ મહિલાઓ પર પરીક્ષણ કરીને તારણ કાઢયું છે કે ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતી મહિલાઓને સ્તન કેન્સર થવાનું જોખમ વધારે રહે છે, તો બીજી તરફ પુરુષો પર કરવામાં આવેલાં સર્વેક્ષણનું તારણ એ આવ્યું કે વધારે ગુસ્સો કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે જેને પરિણામે કોલોન કેન્સરનું જોખમ વધી શકે છે.

બર્હિમુખી

મિલાન યુનિવર્સિટીના અભ્યાસ દ્વારા તારણ નીકળ્યું છે કે અંતર્મુખી લોકોની સરખામણીમાં બર્હિમુખી લોકોને હૃદયરોગનું જોખમ વધારે રહે છે.

એ જ પ્રમાણે બર્હિમુખી લોકોમાં બીમારીમાંથી સાજા થવાની અને ચેપી રોગોથી બચવાની ક્ષમતા પણ વધારે હોય છે. આવા લોકોને નવી નવી જગ્યાએ ફરવાનો શોખ હોય છે જેને કારણે તેઓ સ્ટ્રેસનો ભોગ બનતા નથી. તેઓ પ્રતિકૂળ સંજોગોનો વધારે સારી રીતે ઉકેલ લાવી શકે છે.

શરમાળ

શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર શરમાળ લોકોને હૃદયરોગ અથવા સ્ટ્રોક (લકવા)નું જોખમ પચાસ ટકા વધુ હોય છે. આ લોકો સામાજિક પ્રસંગોથી દૂર રહે છે અને તેમને લોકોની મદદની જરૂર પડતી હોય છે, જેને કારણે તેઓ તનાવમાં પણ રહેતા હોય છે. ઉપરાંત જેમનું આઈકયુ લેવલ ઓછું હોય તેમને ચિંતા, ભૂલી જવાની બીમારી, ડિપ્રેશન, સ્ટ્રેસ વધુ રહે છે.

સદાચારી

એડિનબર્ગ યુનિવર્સિટી તથા ગ્લાસગો સ્થિત સોશિયલ એન્ડ પબ્લિક હેલ્થ સાયન્સ યુનિટના સંશોધકોનું કહેવું છે કે ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો વધારે લાંબું જીવતા હોય છે. તેમને ડાયાબિટીસ, હનિgયા, હાડકાં સંબંધિત રોગો, દુખાવો, સ્ટ્રોક તથા સ્મરણશક્તિ ઘટી જવા જેવી ફરિયાદો ભાગ્યે જ થતી હોય છે, અથૉત આવા લોકો શારીરિક રીતે મહદઅંશે સ્વસ્થ રહેતા હોય છે. ધાર્મિક વૃત્તિના લોકો મોટાભાગે ખાવાપીવાની બાબતમાં સંયમી હોવાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે.

No comments:

Post a Comment