Monday, 8 August 2011

શીતઋતુચર્યાને જાણો

શરીરનું આરોગ્ય એ બહુ મોટી મૂડી છે અને આ મૂડીને સાચવવા માટે આયુર્વેદમાં બતાવેલા નિયમોનું દરેક ઋતુમાં યથાયોગ્ય પાલન કરવામાં આવે તો આરોગ્યને ઊની આંચ પણ આવતી નથી.

શિયાળાની શીતઋતુમાં મનુષ્યનો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે અને આવો બળવાન જઠરાગ્નિ ગમે તેવા ભારે પદાર્થોને પચાવવા માટે સક્ષમ હોય છે. આથી જ તો આ ઋતુમાં વસાણાં ખાવાનો રિવાજ પ્રચલિત છે.

શિયાળામાં ખાવું જોઈએ: આ ઋતુમાં માનવીનો જઠરાગ્નિ પ્રબળ હોવાથી ઉચિત પોષણવાળો પૌષ્ટિક આહાર લેવો જોઇએ. દૂધ, દૂધની બનાવટો, પનીર, વિવિધ વસાણાં, ચ્યવનપ્રાશ, ધાત્રી રસાયન, ત્રિફલા રસાયન, કચરિયું વગેરેનો ઉપયોગ પોતાની વય, શરીરની પ્રકૃતિ, પાચન શક્તિ મુજબ પ્રમાણસર લેવા જોઇએ.

આયુર્વેદાચાર્યોએ સ્વસ્થ રહેવા રસાયન ઔષધોનો પ્રયોગ કરવા માટે કહેલું છે. રસાયન દ્રવ્યોના પ્રયોગથી દીધૉયુષ્ય, ધૃતિ, સ્મૃતિ, પ્રભા અને કાંતિ તથા બળની પ્રાપ્તિ થાય છે. ચ્યવનપ્રાશાવલેહ એ સુપ્રસિદ્ધ રસાયન છે. આ ઉપરાંત રસયાન ચૂર્ણ પણ લઇ શકાય.

આદું, સૂંઠ, અશ્વગંધા, આમળાં, ત્રફિળા વગેરેનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવાથી ફાયદો થાય છે.
શિયાળાની ઋતુમાં રોજ સવારે સૂંઠ,ઘી,ગોળની લાડુડી પણ લઇ શકાય. જે લોકોને કફ, વાયુ અને શરદી રહેતા હોય તેઓએ આખો દિવસ સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવાથી ફાયદો થાય છે. સૂંઠવાળું ઉકાળેલું પાણી શરદી, ખાંસી તથા આમદોષનો નાશ કરે છે. શિયાળાની ઋતુમાં લીલાં પાનવાળી ભાજીઓ જેવી કે પાલક, તાંદળજો, મેથી-ટામેટાં, કોબીજ, ફુલેવર, પાપડી, ગાજર જેવાં શાકભાજી, ફળોમાં સફરજન, પપૈયું, આમળાં વગેરેનો પ્રચૂર માત્રામાં પ્રયોગ કરવો જોઇએ.

શિયાળાની ઋતુમાં તેલમાલિશ અવશ્ય કરાવવું જોઇએ. આખું વર્ષ માલશિ ના કરો તો ભલે પણ શિયાળાના ત્રણ મહિના તો દરેકે દરેક માણસે આખા શરીરે તેલમાલશિ કરાવવું જ જોઇએ. તેલમાલશિ માટે તલનું તેલ ઉત્તમ છે. જેના શરીરમાં વાયુ વધારે હોય અને ઠંડી વધુ હોય તો સરસિયાના તેલનો ઉપયોગ કરી શકાય. વાતવ્યાધિથી પીડાતા દર્દીઓ વૈધ્યની સલાહ લઇને પંચગુણતેલ, મહાનારાયણતેલ વગેરેનો ઉપયોગ કરી શકે છે.

તેલમાલિશ કરાવવાથી ત્વચાની કાંતિ વધે છે. ત્વચા લુખ્ખી નહીં પડે. તેલ માલશિ પછી કુણા તડકામાં ચાલવાની કસરત કરવી જોઇએ.

શિયાળામાં ન ખાવું જોઈએ: શિયાળાની ઋતુમાં ઉપવાસ કરી ભૂખ્યા ના રહેવું જોઇએ. આ ઋતુમાં કડવા, તીખા, વાસી, ઠંડા પદાર્થોનું સેવન હિતકર નથી. આ ઉપરાંત આઇસ્ક્રીમ, ચોકલેટ, ઠંડાં પીણાંનો ત્યાગ કરવો જોઇએ. પૌષ્ટિક ખોરાક, પ્રાણાયામ વ્યાયામ, પ્રર્યાપ્ય ઊંઘ અને શીતઋતુ ચર્યાનું યથાયોગ્ય પાલન કરવાથી શરીર નીરોગી રહે છે.

No comments:

Post a Comment