
બદામ ખાવાથી ડાયાબીટિઝ અને હૃદય રોગથી બચી શકાય છે.
સંશોધકોએ શોધ્યુ છે કે નિયમિત રીતે નટ્સ ખાવાથી ટાઈપ 2 ડાયાબીટિઝ 90-95 ટકા કેસમાં ઘટાડી શકાય છે.
તે હૃદય અને રક્તવાહિનીઓને લગતી બિમારીઓ પણ અટકાવી શકે છે. આ અભ્યાસ જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયો હતો.
યુનિવર્સિટી ઓફ મેડિસિન અને ડેન્ટીસ્ટ્રિ ઓફ ન્યૂ જર્સીએ 65 પુખ્ત વયના લોકો જેમને પહેલાથી જ ડાયાબીટિઝ હતો તેમના પર બદામના સેવનની અસરોનો અભ્યાસ કર્યો હતો.
બદામનુ સેવન કરતા લોકોમાં બદામ ન ખાનારા લોકોની સરખામણીમાં ઈન્શ્યુલિન સેન્સિટીવીમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો અને એલડીએલ- કોલેસ્ટેરોલમાં (બેડ કોલેસ્ટેરોલ)માં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.
No comments:
Post a Comment