આપના દરરોજની દિન ચર્યામાં આટલો ફેરફાર કરો તમારા વજનમાં જરૂરથી ઘટાડો થશે. અહીં આપેલી ટિપ્સ જો અનુસરશો તો આપને એક મહિનામાં જરૂરથી ફરક જોવા મળશે.
આ ટિપ્સ ન્યૂટ્રિશીયન અને ડાયટ એક્સપર્ટની સલાહ બાદ અહીં આપવામાં આવી છે. જો તમે આ ટિપ્સ સંપૂર્ણ યોગ્ય રીતે અનુસરશો તો આપના વજનમાં 5-6 કિલો જેટલો ફરક જોવા મળશે.
- તમારો સવારનો નાસ્તો ક્યારેય જતો ન કરો, બને તેટલો હેલ્ધી નાસ્તો કરો અને જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ તમારો ખોરાક ઓછો કરો
-સવારની શરૂઆત હાઈ ફાઈબર, લો ફેટ ખોરાકથી કરો અને દિવસ દરમિયાન જમવામાં આખુ ભાણું જમો
-સાંજે ખુબ જ લાઈટ કાં તો ભાખરી કે પછી ખીચડી લો
-દિવસમાં એક વખત લિંબુ પાણી કે પછી વિટામીન C એટલે કે મોસંબી, નારંગીનો જ્યુસ પણ લઈ શકો
-દિવસમાં 20-30 મીનીટ ચાલવાની કે કસરતની ટેવ પાડો
-જો ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાનું હોય તો દર 45 મીનીટે તમારી ચેર પરથી એક વખત જરૂર ઉઠો
-સતત બેસી રહેવાથી પણ ચરબીના થર જામે છે
-તમારા દરરોજના ખોરાકમાં વધુ તળેલો ખોરાક ટાળો અને ફ્રુટ અને ગ્રીન વેજીટેબલનું પ્રમાણ વધારો.
No comments:
Post a Comment