Friday, 26 August 2011

સુખી લગ્નજીવન સંધિવાને રોકે છે

એક સુખી લગ્નજીવન પણ વાના દર્દને હળવુ કરી શકે છે, આવુ એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે.

જે દરદીઓ સાથે તેમના પ્રેમાળ પતિ કે પત્ની હોય છે તેઓમાં સાંધાનો દુખાવો ઓછો જોવા મળ્યો હતો અને તેઓ અન્ય એકલા રહેતા કે દુખી લગ્નજીવન ભોગવતા સાથીદારોની સરખામણીમાં વધુ સારી રીતે હરીફરી શકે છે.

સંધિવા ત્યારે થાય છે જ્યારે રોગપ્રિકારક તંત્ર સાંધાઓ પર હુમલો કરે, જેના કારણે અકડામણ, દુખાવો અને સોજો આવી જતો હોય છે. કાંડા, અંગૂઠા, પગની ઘૂંટી અને ઘૂંટણ દેખીતી રીતે ઘણા સંવેદનશીલ હોય છે. ઘણા ગંભીર કિસ્સાઓમાં દરદી પાંગળો થઈ જાય છે અને પોતાનુ જીવન જીવી નથી શકતો.

વૈજ્ઞાનિકો માને છે કે લાગણીરૂપી આધાર કે જે લગ્ન જેવા મજબૂત સંબંધમાં મળે છે તે શારીરિક લાગણીઓ જેમ કે દર્દ પર પણ મજબૂત અસર ઉભી કરે છે.

યુએસની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક જેનિફર બાર્સ્કે રીસે કહ્યુ હતું કે,"આ તારણો એ પણ સૂચવે છે કે પરિણીત હોવુ અને સ્વાસ્થ્ય વચ્ચેની કડીનો આધાર લગ્નની ગુણવત્તા પર પણ આધાર રાખે છે, માત્ર પરિણીત હોવુ એ પૂરતુ નથી "

No comments:

Post a Comment