Wednesday, 17 August 2011

મોટા કોળિયા લઈ જમવાથી ઘટે છે વજન!



આમ તો હંમેશા કહેવાય છે કે ભોજનને ખૂબ સારી રીતે ચાવવું જોઈએ. પરંતુ એક અભ્યાસ અનુસાર જો વજન ઘટાડવું હોય તો મોટા કોળિયા સાથે ઓછું ચાવવાથી ફાયદો થાય છે.

કેન્ટબરી યુનિવર્સિટીની ટીમને એ જાણવા મળ્યું હતું કે મોટા કોળિયામાં ઓછું ચાવીને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું જ હોય તેમ લાગે છે. આ રીતે ભોજન લાંબો સમય પેટમાં પચવાથી નવો ખોરાક અંદર જતો નથી અને વજન ઘટે છે. આ પદ્ધતિથી શરીરને ઊર્જા પણ ધીમે ધીમે મળે છે અને તે જરૂર પ્રમાણે વપરાતી પણ જાય છે.

સંશોધકોએ ‘એસ્પાયર ફોર લાઈફ’-Aspire for life નામથી ઓનલાઈન ડાયેટ પ્રોગ્રામ પણ બનાવ્યો છે.

No comments:

Post a Comment