Monday, 8 August 2011

ટીવી, કોમ્પ્યૂટર, મોબાઇલનું વ્યસન- સ્ક્રીન એડિક્શન



એક સર્વે પ્રમાણે મોટાભાગના લોકો સરેરાશ 6 થી 7 કલાક સ્ક્રીનની સામે વિતાવે છે. તેથી એક વ્યક્તિ અઠવાડિયામાં ૫૦ કલાક સ્ક્રીન સામે વિતાવે છે.

 
ઇન્ટરનેટ, ફેસબુક, ઇ-મેલ, મોબાઇલ, ટીવી અને વીડિયોગેમ, આ સ્ક્રીનની આજુબાજુ આપણી જિંદગી વહી રહી છે. એક સ્ક્રીન છોડો અને બીજા ઉપર જાવ.

 
એક સર્વે પ્રમાણે મોટાભાગના લોકો સરેરાશ ૬ થી ૭ કલાક અલગ અલગ સ્ક્રીનની સામે વિતાવે છે. આ જોતા એક વ્યક્તિ સરેરાશ 50 કલાક એક અઠવાડિયામાં સ્ક્રીન સામે વિતાવે છે. એવું કહી શકાય કે વ્યક્તિ જ્યારે જાગતો હોય ત્યારે નિત્યક્રિયા સિવાયનો તમામ સમય તે સ્ક્રીન સામે જ વિતાવે છે. એમાંય સૌથી વધારે સમય ટીવી કાર્યક્રમો સામે ગોઠવાઇ જઇને પસાર કરે છે. ત્યારબાદ કોમ્પ્યૂટર ઓન કરી મેઇલ ચેક કરશે કે ફેસબુક ખોલી ચેટિંગ કરશે. થોડો ટાઇમ વળી કોઇ વેબસાઇટની સર્ચ કરશે. ત્યારબાદ વળી મોબાઇલ હાથમાં લેશે એસએમએસ ચેક કરશે અથવા તો ગેમ રમશે.

 
એવું જરૂરી નથી કે માત્ર બાળકો અને યુવાવર્ગમાં જ ‘સ્ક્રીન એડિક્શન’ જોવા મળે છે. હવે તો પુખ્ત વયનાથી માંડીને ૭૦ વર્ષનાં દાદા-દાદીમાં પણ સ્ક્રીનનું વ્યસન જોવા મળે છે. મોટી ઉંમરના લોકો પણ ઓફિસમાં તો કોમ્પ્યૂટર સ્ક્રીન સામે હોય જ છે. નવરા પડે તો મોબાઇલમાં ડોકિયું કરે છે. ઘેર આવ્યા બાદ ટીવી સામે ગોઠવાઇ જાય છે અને રાત્રે મોબાઇલ ચેટ, એસએમએસ, ઇ-મેલ, ફેસબુક વગેરે જોઇ લે છે. પરિણામે વ્યક્તિ સ્ક્રીન એડિક્શનનો ભોગ બને છે.

 
આપણામાંના ઘણા વ્યક્તિઓને વારંવાર ઇ-મેલ, એસએમએસ, ફેસબુક અપડેશનનું રીતસર વળગણ થઇ ગયું છે. ક્યારેક તો કોમ્પ્યૂટર, આઇફોન, મોબાઇલ, નેટ, ટીવી વગરની દુનિયા કલ્પવી મુશ્કેલ છે.

 
સ્ક્રીન એડિક્શનનાં લક્ષણો :- ઇન્ટરનેટ કે ટીવીને લીધે સામાજિક મેળાવડામાં જવાનું કે પરિવાર સાથે જમવાનું ટાળે.- ઓનલાઇન સર્વિસ પાછળ પૈસા ઉડાડે.- જો કોમ્પ્યૂટર કે મોબાઇલ ન મળે તો એકદમ રઘવાયા કે રેસ્ટલેસ થઇ જાય.- તેમનું મગજ કંઇ નવું વિચારવાને બદલે સતત ટીવી-કોમ્પ્યૂટર વિશે જ વિચારે.- જો આમાંનું કોઇ એકાદું સાધન પણ ખરાબ થઇ જાય તો ખૂબ ગુસ્સે થઇ જાય.- વારંવાર ઇ-મેલ/એસએમએસ ચેક કર્યા કરે. - વારેઘડીએ ખોટું બોલવું.- બેચેન બની જવું.

 
સ્ક્રીન એડિક્શન દૂર કરવાના ઉપાય

 
ટાઇમ સેટિંગ: ચોક્કસ સમય નક્કી કરો. દા.ત. 30 મિનિટ આટલો સમય પૂરો થાય એટલે ટીવી-કોમ્પ્યૂટર સામેથી ફરજિયાત ઊભા થઇ જાવ.

 
સામાજિક મળતાવડાપણું : ઘરની બહાર પગ મૂકો, ચાલવા જાવ, યોગ-પ્રાણાયામ કરો, ક્લબ કે ધાર્મિક સંસ્થામાં જોડાવ, મિત્રોને મળો, તમારા મગજને તેની રીતે વિચારવાનો સમય આપો.

 
પ્લગ કાઢી નાખો : ટીવી-કોમ્પ્યૂટર વગેરેના પ્લગ કાઢી નાખી સ્વિચ ઓફ કરો. કોમ્પ્યૂટર જેવાં ઉપકરણો ઘણી વખત ફરી શરૂ થતાં પાંચેક મિનિટ જેવી વાર લાગે છે. તેનાથી ક્યારેક કંટાળો આવશે અને તમે ઊભા થઇ જશો.

 
સારવાર લો : જરૂર જણાય તો મનોચિકિત્સકની સારવાર લો. વ્યક્તિગત, ગ્રૂપ કે ફેમિલી સાયકોથેરપી ઘણી ફાયદાકારક છે. જરૂર જણાય તો દવા પણ થઇ શકે.

No comments:

Post a Comment