Wednesday, 17 August 2011

જલ્દીથી વજન ઘટાડવા માટે (weight loss)





 દરરોજ સવારે કસરત કરવાથી સારુ પરિણામ મળે છે. સવારે ઉઠીને તરત જ કસરત કરવાથી જે શરીરમાં આખી રાતમાં જમા થયેલી ચરબી શરીરને ઉર્જા પૂરી પાડે છે. જો તમે થોડા અઠવાડિયા સુધી કરશો તો તમને તેની આદત પડી જશે.

• જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે અમુક વસ્તુઓ ત્યાગવી પડશે જ. વધુ કેલરી અને ચરબીયુક્ત ખોરાક ન ખાઓ.

• મોડી રાત્રે ન ખાઓ. જો તમને રાત્રે ભૂખ લાગતી હોય અને તમે ત્યારે જ કંઈક પેટમાં પધરાવતા હોવ તો એવુ ન કરો. સૂતા પહેલા 3 કલાક પહેલા જ જમી લો.

• વધુ પાનવાળા શાકભાજી અને ફળો ખાઓ. ફળો અને શાકભાજીમાં બહુ જ પ્રમાણમાં ફાઈબર હોય છે અને ઓછી કેલરી, ચરબી અને સુગર હોય છે.


No comments:

Post a Comment