Tuesday, 23 August 2011

શરીર પરના તલ પાછળ પણ છે એક રહસ્ય...!

 
-શરીર પરના તલ સુંદરતા અને સ્વસ્થતાની નિશાની

ચહેરા પરના તલ ન તો માત્ર તમારી સુંદરતામાં વધારો કરે છે પણ સંશોધકોનુ કહેવુ છે કે આ સ્વસ્થ રહેવાની નિશાની પણ છે. લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોનુ કહેવુ છે કે જે લોકોને શરીર પર 100થી વધારે તલ હોય છે તેમના હાડકા વધુ મજબૂત હોય છે અને સાથે સાથે ત્વચા પર કરચલીઓ પણ નથી પડતી.

હાડકા મજબૂત થવાને કારણે તેમને ઓસ્ટિઓપોરોસિસ જેવી બિમારી થવાનો ભય પણ નથી રહેતો. તે સિવાય તે પોતાની વાસ્તવિક ઉંમર કરતા 7 વર્ષ નાના પણ લાગે છે.

જેનેટિક એક્સપર્ટ પ્રો. ટિમ સ્પેક્ટરનુ કહેવુ છે કે લોકો તલ અને બ્યૂટી સ્પોટને અવગણે છે અને તેને દૂર કરવા અથવા છૂપાવવા માટે નવા નવા ઉપાયો કરે છે, જ્યારે આ તો સ્વસ્થ શરીરની નિશાની છે. બેબી ફેસ ધરાવતા લોકોના શરીર પર બ્યૂટી સ્પોટ વધારે હોય છે.

આવા લોકોના શરીરમાં સફેદ રક્ત કોશિકાઓનુ નિર્માણ જલ્દીથી થાય છે. આવા લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે મજબૂત હોય છે.

No comments:

Post a Comment