Wednesday, 17 August 2011

દરરોજનું એક એપ્પલ ખાવાની ટેવ પાડો પછી જૂઓ


-કોલસ્ટ્રોલ ઘટાડશે અને હ્રદય સંબંધિત બીમારીથી પણ દુર રાખશે

હેલ્ધી અને હેપી સ્વાસ્થ્ય જોઈએ છે તે તમારા હાતમાં જ છે. આપના ખાવા-પીવાની ટેવ જ આપને સારુ સ્વાસ્થ્ય પુરુ પાડે છે.

મોટે ભાગે આપણી લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે ને કે આપણને દરરોજ ફાસ્ટ ફુડ ખાવાની ટેવ પડી ગઈ છે. આ ફાસ્ટ ફુડ આપણા સ્વાસ્થ્ય માટે એટલા સારા નથી તેમ છતાં તે આપણી લાઈફ સ્ટાઈલમાં વણાઈ ગયા છે.

પણ આ બધાની વચ્ચે આપને સારુ સ્વાસ્થ્ય જોયતું હોય તો ડોક્ટર્સ કહે છે રોજનું એક એપ્પલ ખાવું જોઈએ. તે હ્રદય રોગ જેવી બીમારીથી બચાવે છે.

સ્વાસ્થ્ય બનાવવું અને સ્વસ્થ્ય રહેવું તે પોતાના હાથમાં હોય છે. આપણા ખાવા-પીવાનું એટલે કે આપણા ખોરાકનું ધ્યાન આપણે જ રાખવું જોઈએ અને શરીરને પૌષ્ટિકતા આપનાર પદાર્થ જ ખાવો જોઈએ.

અજાણતાપણે આપણે કોલેરેસ્ટ્રોલ વધારનારી વસ્તુઓનું સેવન કરી લઈએ છીએ અને આ હૃદયની બિમારીથી લઈને હૃદયને હાનિ પહોચાડનાર સાબિત થઈ શકે છે.

એટલું જ નહીં દરરોજ એક ગ્લાસ ફ્રેશ સફરજનનો જ્યુસ પીવાથી સરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલની ઓક્સીડેશન પ્રક્રિયા ધીમી થઈ જાય છે.

No comments:

Post a Comment