Monday, 8 August 2011

નસકોરા મુક્તિ અપાવતા 10 ઉપાયો

બ્રિટિશ સ્નોરિંહગ એન્ડ અપ્નોઈઆ એસોશિએશને નસકોરાની તકલીફ માટે અમુક નિવારણો આપ્યા છે.

1. બાજુમાં પડઘુ ફેરવીને સૂઓ: એક થિયરી અનુસાર જ્યારે આપણે આપણી પીઠ પર સૂઈએ છીએ ત્યારે ગળામાં જીભ અને સ્નાયુઓ ટકરાય છે જેના કારણે શ્વાસશ્વાસનો રસ્તો અવરોધાય છે નસકોરાનો અવાજ આવે છે.

2. ઊંચો તકિયો વાપરો: શ્વાસોશ્વાસનો રસ્તો ખુલ્લો રાખવા માટે ગરદનને આધાર આપો જેથી ગળુ રુંધાય નહીં અને નસકોરાનો અવાજ ન આવે. તમે જ્યા સુધી ખરેખર ઊંઘમાં સરી ન પડો ત્યા સુધી આ ખરેખર કામ કરે છે.

3. જમણા નૉસ્ટ્રિલ દ્વારા શ્વાસ લો: તમે યોગ્ય નોસ્ટ્રિલ દ્વારા શ્વાસ લો તો પણ નસકોરાના અવાજમાં થોડો ફાયદો જોવા મળે છે.

4. સ્નોરિઝ ઓરલ સ્ટ્રાઈપ્સ: મિન્ટ ફ્લેવરના આ સ્ટ્રાઈપ્સ જ્યારે તમે તમારી પીઠ પર સૂઓ છો ત્યારે જે નસકોરા બોલે છે તેનાથી મુક્તિ અપાવે છે. તે નરમ પેશીઓનુ કંપન રોકે છે અને આ રીતે નસકોરાનો અવાજ પણ રોકે છે.

5. થ્રોટ સ્પ્રે: ગળાની પાછળના ભાગમાં આવેલી પેશીઓને નરમ કરે છે જે નસકોરાના અવાજ પાછળ મુખ્ય ભૂમિકામાં હોય છે.

7. નોઝોવેન્ટ: આ ફ્લેક્સિબલ પ્લાસ્ટિકનો પીસ છે જેને તમારા નોસ્ટ્રિલમાં નાંખવાથી તે નોસ્ટ્રિલ પહોળા થાય છે અને સરળતાથી શ્વાસ લઈ શકાય છે.

8. સોમનોગાર્ડ: આ રગ્બી પ્લેઅર દ્વારા પહેરાતા ગમ શિલ્ડ જેવુ છે પણ તેનુ પરિણામ સારુ છે તેવુ જાણવા મળ્યુ છે. આ કંઈક આવી રીતે કામ કરે છે, તમારા નીચેના જડબાને અને જીભને બહાર લાવે છે જેથી શ્વાસોશ્વાસ સરળ બને. આનો એક જ ગેરફાયદો છે કે આ થોડુ મોંઘુ છે અને તેની આદત પાડવી થોડી મુશ્કેલ છે.

9. રિનીલ હર્બલ સ્પ્રે: બ્રિટિશ સ્નોરિંગ અને સ્લિપ અપ્નોઈઆ એસોશિએશન કહે છે કે હર્બલ નેસલ સ્પ્રે નોસ્ટ્રિલની લાઈનિંગને સાંકળી કરે છે જેના કારણે શ્વાસોશ્વાસ માટે વધુ માર્ગ મળે છે. તે માથાના તાળવાના કોષોને પણ ટાઈટ કરે છે જેથી તે ઓછા કંપન પામે અને નસકોરાનો અવાજ ઓછો આવે.

10. ઍબસ્ટિનન્સ: તમારે ધૂમ્રપાન ઓછુ કરવુ અને બની શકે તો તદ્દન છોડી દેવુ. સૂતા પહેલા લગભગ ચાર કલાક પહેલા તમારુ છેલ્લુ ડ્રિન્ક લો.

No comments:

Post a Comment