Tuesday, 9 August 2011

નાનકડી ભૂલ, પૌરુષ શક્તિને સમય પહેલા જ નાશ કરી દેશે!

અષ્ટાંગ યોગનું ચોથુ પાયદાન છે-પ્રણાયામ. પ્રણાયામનો સ્પષ્ટ સંકેત છે કે અધૂરી અને માત્ર છાતીથી શ્વાસ લેતા પુરુષમાં શક્તિ ઘણી ઓછી થઈ જાય છે. શ્વાસ લેવો તે પણ એક કલા છે. અન્ય કલાઓની જેમ તેને પણ શીખવા અને નિખારવાની જરૂર હોય છે. શોધ અને સર્વેના પરિણામો બતાવે છે કે આધુનિક જીવનશૈલીમાં ઉછરેલ દુનિયાનો દરેક માણસ ખોટી રીતે શ્વાસ લઈ રહ્યો છે.

શોધમાં જોવા મળ્યું છે કે આધુનિક મનુષ્ય પોતાના ફેફસાઓથી શ્વાસ ભરવાની ક્ષમતાનો માત્ર 30 ટકા જ ઉપયોગ કરે છે. બાકીનો 70 ટકા ક્ષમતા ઉપયોગમાં ન આવવાને લીધે બેકાર પડેલી રહે છે.

શ્વાસનો મનુષ્યની આયુ સાથે સીધો સંબંધ હોય છે. નાની, અધુરી અને ઉલટી શ્વાસ લેવાને ક્રિયાને કારણે માણસ પોતાની વાસ્તવિક ઉંમરથી અનેક વર્ષ ઘટાડી દે છે. એટલુ જ નહીં ખોટી રીતે શ્વાસ લેવાને કારણે વ્યક્તિની પૌરુષ શક્તિ પણ ઘટવા અને સમય પહેલા જ સમાપ્ત થવા લાગે છે.

યોગ વિજ્ઞાન કહે છે કે અજાણતા જ મોટાભાગના લોકો ખોટી રીતે શ્વાસ લેતા હોય છે. કારણ કે તેઓ પૂરી રીતે શ્વાસને ખેંચતા નથી. અજાણતા જ લોકો અડધી-અધુરી અને નાની શ્વાસ લે છે. જ્યારે શ્વાસ લેવાથી તમારી છાતી અને પેટ બન્ને પર્યાપ્ત માત્રામાં ફૂલવા જોઈએ. શ્વાસ લવી વખતે પેટનું ખાલી સ્થાન ભરાવું જોઈએ અને ત્યારબાદ જ પ્રાણવાયુને છાતીથી ભરી દેવું જોઈએ.

અષ્ટાંગ યોગના ચોથુ ચરણ છે પ્રણાયામ. પ્રણાયામનો સ્પષ્ટ સંકેત છે કે અધૂરી અને માત્ર છાતીથી શ્વાસ ભરી લેવાથી જ પૌરુષ શક્તિ ઘણી ઓછી થઈ જાય છે. શ્વાસ લેવાની યોગ્ય પદ્ધતિ એ છે કે શ્વાસ લેતા પહેલા પેટનું ખાલી સ્થાન ભરી દેવું જોઈએ અને ત્યાર બાદ જ છાતી અર્થાત્ ફેંફસાને ભરવા જોઈએ.

પેટ સુધી શ્વાસ લેવાથી તમારું મૂળાધાર ચક્ર સક્રિય બની રહે છે. જે પુરુષ શક્તિ અને ઓછી કામ શક્તિનું પણ કેન્દ્ર છે. માત્ર છાતીને ફૂલાવવાથી જ ધીરે-ધીરે પૌરુષ શક્તિના કેન્દ્ર મૂળાધાર ચક્રને સક્રિયતા અને જીવંતતા નબળી પડવા લાગે છે.

No comments:

Post a Comment