Wednesday, 17 August 2011

સાયનસ(Sinus) માટે અત્યંત આધુનિક જીવનશૈલી જવાબદાર હોય છે

સેન્ટ્રલ હીટિંગ(Central heating) અને એસી (AC) નુકસાન કારક

આપ સાયનસથી પીડાઓ છો ? તો તેના માટે આધુનિક જીવનશૈલી જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવે છે.સોજાનો વિકાર એ મેડિકલ દ્રષ્ટિએ સાયનસ છે. આ નાના હવા ભરેલાં ગૂમડાં મગજની અંદર જોવા મળે છે. દરેક સાયનસમાં સમાન સંવેદનશીલ પદાર્થ જોવા મળે છે કે જે નાકની અંદર ઉદ્ભવે છે.ભેજવાળા વાતાવરણને લીધે નાકમાંથી સતત લીંટ નીકળતું રહે છે. નાકમાં ભેજ પ્રવેશે છે અને તેની સાથે ગંદકી પણ અને પ્રદૂષણયુક્ત તત્વો પણ પ્રવેશે છે જે પછી ફેફસાં સુધી પહોંચે છે.

‘ડેઇલી મેઇલે’ ડૉ. એન્ડ્રયુ મેરેડીથને ટાંકતાં જણાવ્યું હતું કે, ‘કમનસીબે હવામાનમાં સતત ફેરફારથી આ સંવેદશનીલ સિસ્ટમ દબાણમાં આવે છે. મેરેડીથ કેન્ટની બેનેનડેન હોસ્પિટલના કાન, નાક અને ગળાના નિષ્ણાત છે. માનવીનું નાક હજારો વર્ષ પૂર્વે બન્યું હતું જ્યારે સિઝન બદલવા સાથે ઉષ્ણતામાન બદલાતું હતું. એટલે કે આ સ્થિતિને તો નાક પહોંચી વળતું હતું.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘હવે આપણે સેન્ટ્રલ હિટિંગ અને એર કંડશિનિંગનો ઉપયોગ કરીએ છીએ જેનાથી ઉષ્ણતામાનનું રૂપ બદલી દેવા સાથે ભેજ પણ ઉદ્ભવે છે, જે નાકને ભારે અસર કરે છે.’

No comments:

Post a Comment