Monday, 8 August 2011

કફ-શરદી-શ્વાસનાશક એટલે વાંસકપૂર

 
- મૂત્ર ન થવું : વાંસની રાખ ૧ ગ્રામ, ચોખાના ધોવરામણમાં ભેળવી, તેમાં સાકર નાખી પીવું.

-મૂત્રરોગ: વાંસકપૂર, ચણકબોબા, નાગરકેસર અને એલચી દાણાનું ચૂર્ણ કરી, તેમાં ચંદન તેલ મેળવી નાની લખોટી જેવી ગોળી વાળી લો. સવાર-સાંજ ૧-૧ ગોળી દૂધમાં લેવી.

-બહુમૂત્ર : પીવાના પાણીમાં વાંસના પાન નાંખી ઉકાળો. સાદા પાણીને બદલે આ પાણી જ દર્દીએ પીવું.

-ખાંસી, શરદી, ક્ષય, જીર્ણતાવ: સિતોપલાદિ ચૂર્ણ : સાચું વાંસકપૂર ૫૦ ગ્રામ, લીંડીપીપર ૧૨ ગ્રામ, એલચી દાણા ૬ ગ્રામ અને તજ ૫ ગ્રામ લઇ ખાંડીને બારીક ચૂર્ણ બનાવી લો. કફનાં દદોઁમાં આ ચૂર્ણ મધમાં લેવું. વાયુપિત્ત (ગરમી)નાં દર્દોમાં આ ચૂર્ણ ઘી કે માખણમાં લેવું.

No comments:

Post a Comment