વર્ષાઋતુમાં ભૂખ વધુ લાગે અને વરસાદને લીધે બહાર નીકળાય નહીં, ત્યારે યોગ કરવાનું શ્રેષ્ઠ છે
વરસાદ હોય ત્યારે બહાર નીકળવાની ઇચ્છા ન થાય ત્યારે ઘરમાં બેસીને વજન વધી જવાની સંભાવના રહે છે. આવી ઋતુમાં યોગ્ય સમયે અને સરળ રીતે યોગ કરવાની શરૂઆત કરવામાં આવે તો વજન જળવાઇ રહેવાની સાથે સ્વાસ્થ્ય સારું રહે છે. એટલું જ નહીં, કેટલાક એવા રોગમાં પણ ફાયદો થાય છે જેને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ લેવી પડતી હોય.
ચોમાસામાં આપણામાંના ઘણાબધાને વજન જાળવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે. ફક્ત ભૂખ વધુ લાગવી જ નહીં પરંતુ કસરત કરવાનું પણ મન ન થાય એટલે કે આળસ ખંખેરી બહાર નીકળવાનું મુશ્કેલ થઇ જાય છે. આવા સમયે જ્યારે સમય મળે ત્યારે જો યોગ કરવામાં આવે તો તે શરીર માટે ફાયદાકારક છે.
યોગ ઘરમાં પણ અને ગમે તે સમયે કરી શકાય છે. એક વખત ઉતારેલું વજન જાળવી રાખવા માટે યોગ સારો અને સરળ રસ્તો છે. દિવસમાં ૪૫ મિનિટથી ૬૦ મિનિટ યોગ કરવો જોઇએ. યોગ એ વ્યક્તિના મેટાબોલિઝમને સીધી રીતે અસર કરે છે. આ ઉપરાંત શરીરના જુદા જુદા હોર્મોન્સને બેલેન્સ કરે છે. જેમ કે, થાઇરોઇડના પેશન્ટને ‘સિંહાસન’ અને પ્રાણાયામ કરવાથી થાઇરોઇડ કંટ્રોલમાં રહે છે અને વજન ઉતારવામાં ફાયદો થાય છે.
યોગ કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો
- યોગ કરવા માટે સૌથી સારો સમય સવારનો છે કારણ કે આ સમયે મન શાંત હોય છે. તેથી યોગ કરવાનું સરળ પડે છે .
- યોગ કરવાની જગ્યા શાંત, સ્વચ્છ હોવી જોઇએ. યોગ શરૂ કરતાં પહેલાં આંતરડાં સ્વચ્છ હોવા જોઇએ. આ ઉપરાંત, બ્લેડર પણ ખાલી હોવું જોઇએ. નાક સાફ કરી અને ગળું ખંખેરીને યોગ કરવાનું શરૂ કરો. બની શકે તો એકાદ ગ્લાસ પાણી પીઓ.
- યોગ કરતી વખતે કપડાં ઢીલાં અને કમ્ફર્ટેબલ પહેરવાં જરૂરી છે. કોટન અથવા લાયક્રાના પેન્ટ અને શર્ટ પહેરવા સૌથી સારા પડે છે.
- ધીરે ધીરે યોગ કરવાની શરૂઆત કરવી જોઇએ. શરૂઆતમાં સહેલા અને સરળ આસનો કરવા. ધીરે ધીરે વધુ અઘરા આસનો તરફ વળવું.
- યોગ કરતાં વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. યોગ દરમિયાન શ્વાસોચ્છવાસનું નિયમન જરૂરી છે અને તે શિક્ષકે શીખવાડ્યા પ્રમાણે જ કરવું.
- યોગ દરમિયાન કોઇ જાતનો દુખાવો શરૂ થાય અથવા શરીરમાં કંઇ તકલીફ જેવું લાગે તો યોગ કરવાનું તરત જ અટકાવી દેવું.
- યોગ કરવા માટે સારા મટિરિયલમાંથી બનેલું આસન રાખવું. તે સ્વચ્છ અને યોગ કરતી વખતે તમને કમ્ફટેંબલ લાગી શકે તેનું ધ્યાન રાખવું.
- યોગ દરમિયાન પોશ્વર બહુ જ મહત્વનું છે. જો ખોટી રીતે યોગ અને વિવિધ પ્રકારના આસનો કરવામાં આવે તો કમર કે ગળાનો કાયમી દુખાવો થઇ શકે છે.
આસન અને ફાયદા
- પશ્ચિમોતાસન, ભુંજગાસન, ધનુરાસન, ત્રિકોણાસન વજન ઉતારવા માટેના ખાસ આસનો છે.
- થાઇરોઇડના પેશન્ટ માટે સવાઁગાસન, મત્સ્યાસન ઉપયોગી છે. તેના લીધે હોર્મોનલ સિક્રિશન વ્યવસ્થિત રહે છે.
- નિયમિત અને યોગ્ય રીતે કરવામાં આવતા સૂર્યનમસ્કારથી વજન ઘટે છે તેમ જ ઘટેલું વજન વધતું નથી અને જળવાઇ રહે છે.
- પ્રાણાયામ જેમ કે કપાલભાતી, અનુલોમવિલોમ અને ભસ્ત્રીકા વજન ઘટાડે છે તેમ જ મસલ્સને પણ મજબૂત કરે છે.
આમાં મહત્વનો નિયમ ખોરાક પરનું નિયંત્રણ છે. યોગ કરવાની સાથોસાથ ખોરાક પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપો. કેટલાક લોકો મન ફાવે એટલું ખાધા કરે છે અને પછી વજન વધી જવાની કે વજન ઘટતું નથી એવી ફરિયાદ કરે છે. એક તરફ આહાર પર નિયંત્રણ ન રાખો અને બીજી તરફ વજન ઘટાડવા માટે યોગ કરો એ બંને સાથે થાય એવું તો શક્ય જ નથી. ભોજન અવશ્ય કરો, પણ એવું કે જે શરીર માટે સારું અને સ્વાસ્થ્યપ્રદ હોય. માટે હેલ્ધી ખોરાક ખાવ અને જંકફૂડથી દૂર રહો.

No comments:
Post a Comment