Monday, 8 August 2011

બાળકોને ફેસબુક(facebook) ના લાભ-ગેરલાભ છે

વિદ્યાર્થીઓ અભ્યાસગાળા દરમિયાન ઓછામાં ઓછા એક વખત ફેસબુક ચેક કરે તો પણ તેમનો ગ્રેડ નીચો જાય

સોશિયલ નેટવકિઁગ(social networking) સાઇટસનાં બાળકોને જોખમ અને લાભ બન્ને છે. અભ્યાસ અનુસાર આ સાઇટ્સ બાળકોના અભ્યાસને અસર કરે છે ત્યારે એની સાથે જ જુદી-જુદી સ્ક્રીન્સની સુરક્ષાની આડમાં તેઓ કઈ રીતે સામાજિક બનવું એમાં પણ નિપુણતા મેળવી શકે છે.

અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના વાર્ષિક સમારોહમાં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર લેરી ડી રોસેને કહ્યું હતું કે, ‘ફેસબુકે સામાજિક આદાન-પ્રદાનનાં ધોરણો બદલ્યાં હોવાનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી. વિશેષ કરીને યુવાનોમાં આ બાબત જોવા મળે છે. આ તબક્કે અમે માત્ર આના સકારાત્મક અને નકારાત્મક બન્ને પાસાંઓ ઉજાગર કરતા મજબૂત મુદ્દાઓ પર સાયકોલોજિકલ સંશોધન કરવાની શરૂઆત કરવા માગીએ છીએ.’

‘પોક મી : હાઉ સોશિયલ નેટવર્ક્સ કેન બોથ હેલ્થ એન્ડ હાર્મ અવર કિડ્સ’ વિષય પર રોસેને વિપરીત અસરોની યોગ્યતા પર ચર્ચા કરી હતી. જેમાં ફેસબુકનો વધુ ઉપયોગ કરનારાં બાળકો વધુ પરંપરાની આત્મશ્લાધામાં હોય છે, જ્યારે યુવા વયસ્કો, જેઓ ફેસબુક પર હોય છે તેઓમાં અન્ય માનસિક વિકૃતિઓની નિશાની જોવા મળે છે. જેમાં અસામાજિક વર્તણૂંક, મેનિઆ અને આક્રમક પરંપરાનો પણ સમાવેશ થાય છે. રોજ માધ્યમો અને ટેક્નોલોજીના વધારે પડતા ઉપયોગથી તમામ બાળકો, નાના બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થતી હોય છે.

તેઓ વધુ અસ્વસ્થ, નિરાશ અને અન્ય માનસિક વિકૃતિઓનો શિકાર બને છે. તેઓ સ્વાસ્થ્યની ભાવિ સમસ્યાઓ અંગે વધુ શંકાશીલ બને છે. ફેસબુક વધુ ખલેલજનક છે અને તેની નકારાત્મક અસરો જણાઈ છે.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રાથમિક, માધ્યમિક અને કોલેજમાં ભણનારાઓ જેઓ તેમના અભ્યાસના ૧૫ મિનિટના ગાળા દરમિયાન એક વખત ઓછામાં ઓછા એક વખત ફેસબુક ચેક કરે તો પણ તેનો ગ્રેડ નીચો જાય છે.

રોસેને જણાવ્યું હતું કે નવા સંશોધનમાં સોશિયલ નેટવકિઁગને સાંકળતા સકારાત્મક પ્રભાવો પણ જોવા મળ્યા છે. જેમાં યુવા વયસ્કો જેઓ ફેસબુક પર વધુ સમય આપે છે તેઓ તેમના ઓનલાઇન મિત્રો પ્રત્યે વધુ વાસ્તવિક સહાનુભૂતિ ધરાવતા હોય છે. ઓનલાઇન સોશિયલ નેટવકિઁગ અંતમુgખ કિશોરોને જુદી-જુદી સિક્રિન્સની સલામતી પાછળ કઈ રીતે સામાજિક વિકૃતિઓથી દૂર રહેવું એ શીખવે છે. બે ઇંચના સ્માર્ટ ફોનથી માંડીને ૧૭ ઇંચના લેપટોપનો પણ તેઓ બરોબર ઉપયોગ કરી શકે છે. સોશિયલ નેટવકિઁગ યુવા વિદ્યાર્થીઓને યોગ્ય દિશાના અભ્યાસ માટેનાં સાધનો પૂરાં પાડે છે.જો કે સંશોધકોનું કહેવું છે કે વાલીઓએ બાળકોની ઓનલાઇન ગતિવિધિઓનું ગુપ્ત નિરીક્ષણ ન કરવું જોઈએ.

No comments:

Post a Comment