Monday, 8 August 2011

ગાજર(carrot) ખાઇ આકર્ષક બનો

જે લોકો ગાજર અને જર્દાળુ જેવી શાકભાજી અને ફળ નિયમિત રીતે ખાય છે, તેઓ વધુ આકર્ષક દેખાય છે. વિજ્ઞાનીઓને સંશોધનમાં એવું જાણવા મળ્યું કે, જે પુરુષો અને મહિલાઓની ત્વચામાં હળવી પીળાશ ચમક હોય છે, તેઓ વધુ આકર્ષક અને સ્વસ્થ હોય છે. કેટલાક ફળો અને શાકભાજીઓમાં મળતા યલો પિગમેન્ટ ‘કેરોટેનોઇડ્સ’ને કારણે ચામડીને આ પ્રકારની ચમક મળે છે.

અગ્રણી સંશોધક ઇયાન સ્ટીફન જણાવે છે કે, બે મહિના સુધી આ ફળો કે શાકભાજીઓના સતત સેવન કરવાથી જ અંતરનો અનુભવ થવા લાગે છે. સંશોધનના પરિણામોથી યુવાઓને વધુ ફળ અને શાકભાજી ખાવા માટે પ્રેરિત કરી શકાય છે.

No comments:

Post a Comment