Wednesday, 17 August 2011

ચોકલેટ ખાંસી દૂર કરશે

બ્રિટનના સંશોધનકર્તાનું કહેવું છે કે સતત ચાલતી ખાંસીથી રાહત મેળવવા ચોકલેટ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. તેઓ પ્રયોગશાળામાં એક એવી દવાનું અંતિમ પરીક્ષણ કરી રહ્યા છે કે જેમાં ‘થિઓબ્રોમાઇન’નું અસ્તિત્વ હોય. આ તત્વ કોકો અને ચોકલેટમાં પ્રાકૃતિક રીતે મળી રહે છે.

જો પરીક્ષણ સફળ રહ્યું હોય તો આ દવા બે વર્ષમાં બજારમાં આવી જશે. બ્રિટનના દવા સંશોધક સમૂહ ‘સીક’ દ્વારા તૈયાર થઇ રહેલી આ દવાનું નામ બીસી-૧૦૩૬ છે. સામાન્યપણે વાઇરલ ચેપ પછી ઘણા દિવસ સુધી ખાંસી રહે છે અને તેને રોકવી મુશ્કેલ હોય છે.

No comments:

Post a Comment