પહેલાં ઓળખપત્રમાં માત્ર બ્લડ ગ્રૂપની જાણકારી મહત્વની માનવામાં આવતી હતી. હવે બીજી અનેક બાબતોની જાણકારી સામેલ હોય તે જરૂરી છે. જ્યારે પણ તમે બહાર જાવ ત્યારે લાઇસન્સ કે બીજા કાગળોની સાથે હેલ્થ કાર્ડ પણ સાથે રાખો.
માધવી ઓફિસેથી આવી ત્યારે એને માથું સહેજ ભારે લાગતું હતું. અચાનક એને ચક્કર આવવા લાગ્યાં. એ ડોક્ટર પાસે ગઇ ત્યારે ડોક્ટરે એને પૂછ્યું કે તમને બ્લડપ્રેશરની તકલીફ છે? તમે ડાયાબિટીસનું ચેકઅપ કરાવ્યું છે? માધવી શું જવાબ આપે? પાંત્રીસ વર્ષની થઇ ત્યાં સુધીમાં ક્યારેય એણે બ્લડપ્રેશર મપાવ્યું નહોતું. ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી સ્થિતિ આવીને ઊભી રહે છે. એવા સમયે મેડિકલ રેકોર્ડની જરૂર પડે છે. તમારું બ્લડગ્રૂપ (આરએચ ફેકટર સહિત), સુગર લેવલ કે બ્લડપ્રેશર વિશેની જાણકારીની. તમને કોઇ દવા કે કંઇ વસ્તુની એલર્જી તો નથી ને? ક્યારેક તો એવા સંજોગો ઊભા થતાં હોય છે કે આ બધા ચેકઅપ માટે પૂરતો સમય જ નથી હોતો. આથી દરેક માટે આ તમામ બાબતોની જાણકારી પહેલાંથી હોય એ જરૂરી છે.
તમને ડાયાબિટીસ નથી ને?
તમને અચાનક ચક્કર આવવા લાગે અને ગભરામણ અનુભવો તો ડોક્ટર પાસે જાવ અને ડોક્ટર પૂછે કે તમને ડાયાબિટીસ છે? ત્યારે તમે ચૂપ રહો તો તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છો. શરીરમાં ગ્લુકોઝનું નિશ્વિત સ્તર હોય છે. તે ભૂખ્યા પેટે ૧૦૦ની અંદર અને ભોજનના બે કલાક બાદ ૧૪૦થી વધારે હોવું જોઇએ. શરીરમાં શર્કરાનું પ્રમાણ ઓછું એટલે કે હાઇપોગ્લાઇસિમિયા અને વધારે એટલે કે હાઇપર-ગ્લાઇસિમિયા બંને સ્થિતિ નુકસાનકારક છે. આ બંને સ્થિતિનો ઇલાજ અને દવાઓ અલગ છે તથા તેમાં પરેજી પણ જુદી જુદી પાળવાની હોય છે. તમને શાની તકલીફ છે અને તે માટે કઇ પરેજી પાળવાની તથા દવાની જરૂર છે તેની તમને જાણ હોવી જોઇએ.
તમે એલર્જિક તો નથી ને?
ઘણા લોકોને રિંગણા, કોઇ ફળ કે ભાજી ખાય કે તરત જ આખા શરીર પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ જાય છે અથવા તો ખંજવાળ આવે છે. ક્યારેક કેટલીક દવાઓની પણ આડઅસર થતી હોય છે. તમને પણ આવું થતું હોય તો સમજી લો કે તમે એલર્જિક છો. તમારી પાસે જે મેડિકલ કાર્ડ હોય તેમાં તમને કઇ કઇ વસ્તુઓ કે દવાઓની એલર્જી છે તે અંગે સ્પષ્ટ લખો કે કઇ દવા લેવાથી કે વસ્તુ ખાવાથી તમને કેવા પ્રકારની એલર્જી થાય છે. આમ કરવાથી જ્યારે ડોક્ટર તમારી સારવાર કરતાં હોય કે દવા લખી આપવાની હોય ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખશે.
તમારું બ્લડ ગ્રૂપ કર્યું છે?
તમારા શરીરની જાણકારી વિશે વાત કરીએ, તો આ એક બાબત એવી છે જેનો તમને ખ્યાલ હોવો જ જોઇએ. ભલે તમને સામાન્ય લાગે પણ આ માહિતી હોવી અત્યંત જરૂરી છે. તમારા લોહી વિશે તમને રજેરજની જાણકારી હોવી જોઇએ. તમારું બ્લડ ગ્રૂપ, તમારું આરએચ ફેકટર, હીમોગ્લોબિન કેટલું હોવું જોઇએ એ તો ખ્યાલ હોવો જ જોઇએ. ફિઝિશિયનની દ્રષ્ટિએ તમારું લોહી પોઝિટિવ છે કે નેગેટિવ તેની ખબર હોય એ પણ જરૂરી છે. તમે ક્યારેક બ્લડ ડોનેટ કરતાં હો, તો તમારા લોહીમાં હીમોગ્લોબિન પણ નિશ્વિત પ્રમાણમાં હોવું જોઇએ.
બ્લડપ્રેશરનું પણ ધ્યાન રાખો
એક સર્વે અનુસાર એશિયામાં દર ૧૦૦૦માંથી ૨૦૦ વ્યક્તિઓ અનિયંત્રિત બ્લડપ્રેશરનો ભોગ બનેલા છે. કોઇ પણ સ્વસ્થ વયસ્ક વ્યક્તિનું બ્લડપ્રેશર ૧૨૦/૬૦ હોય છે. ૧૪૦/૯૦થી વધારે હોય એ સ્થિતિને હાઇ બ્લડપ્રેશર અને ૯૦/૬૦થી નીચે હોય તેને લો બ્લડપ્રેશર માનવામાં આવે છે. આ બંને પ્રકારના બ્લડપ્રેશરમાં દવાઓ અને સારવાર જુદા જુદા હોય છે. તમારી કોઇ પણ પ્રકારની બિમારીની દવા લખતી વખતે ડોક્ટરને એ વાતનો ખ્યાલ હોવો જોઇએ કે તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં છે કે નહીં? એથી વિશેષ મહત્વની વાત એ છે કે આ બાબતનો તમને પોતાને પણ ખ્યાલ હોય એ જરૂરી છે.
કાર્ડમાં કઇ બાબતોની જાણકારી હોવી જોઇએ
બ્લડપ્રેશર
ડાયાબિટીસ
બ્લડ ગ્રૂપ
અસ્થમા
એલર્જી
કવર સ્ટોરી { ડો. સુનીલ જૈન}

No comments:
Post a Comment