Friday, 30 September 2011

રાઈ અને સરસવથી મેદસ્વીતા દૂર થાય છે

ગુજરાતીમાં કહેવત છે કે 'નાનો પણ રાઈનો દાણો'. આ કહેવતને શારીરિક તંદુરસ્તીના સંદર્ભમાં મૂલવીએ તો નાનકડો રાઈનો દાણો સાચા અર્થમાં શરીરને મજબૂત અને કસાયેલું બનાવે છે અને મેદસ્વીતા તેમજ ચરબીને દૂર કરે છે. હ્યુમન હેલ્થ ઇન્સ્ટિટયૂટ દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે રાઈ કે સરસવનો ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીરનું જાડાપણું દૂર થાય છે અને સ્નાયુઓને મજબૂત બનાવીને શરીરને કસાયેલું રાખે છે.
  • સ્નાયુઓને મજબૂત બનાવી શરીરને કસાયેલું રાખે છે
રાઈ કે સરસવના છોડમાં રહેલું હોમોબ્રાસિનોલાઈડ શરીરની પોષણની અને ચયાપચયની પ્રક્રિયાને વધારે સક્રિય બનાવે છે, જેને કારણે પાચનક્ષમતા વધે છે અને મસલ્સ મજબૂત બને છે. શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવવા માટે તેમજ મસલ્સને મજબૂત બનાવવા માટે રાઈ અને સરસવના દાણામાં રહેલું બ્રાસિનોસ્ટેરોઈડ અકસીર પુરવાર થશે તેવું સ્લાવકો કોમાર્નીટસ્કીએ જણાવ્યું હતું. સ્લાવકો દ્વારા રાઈ અને સરસવના છોડનો અભ્યાસ કરીને તેમાં રહેલાં ઘટકોની શરીર પર અસરો અંગે સંશોધન કરવામાં આવ્યું હતું.
કોમાર્નીટસ્કી અને તેના સાથીઓએ કેટલાક ઉંદરો પર આ અંગે પ્રયોગો કર્યા હતા અને ઉંદરોના મસલ્સમાં રહેલા પ્રોટીન સિન્થેસિસના પ્રમાણનો અભ્યાસ કર્યો હતો. તંદુરસ્ત ઉંદરોને ૨૪ દિવસ માટે હોમોબ્રાસિનોલાઈડ આપવામાં આવ્યા પછી તેમના વજનમાં ઘટાડો થયો હતો અને ચરબીનું પ્રમાણ ઘટયું હતું તેમજ મસલ્સ મજબૂત બન્યા હતા. માનવીઓને પણ રાઈ અને સરસવથી ફાયદો કેવી રીતે થાય તે માટે વધુ પ્રયોગો હાથ ધરાઈ રહ્યાં છે.

બાળકોમાં હીપેટાઇટિસ એ (સાદો કમળો)

નાનાં બાળકો બહારનો ખોરાક અને પાણી પીએ તો ઉનાળા દરમિયાન તેમને કમળો થવાની શક્યતા રહે છે.

ઉનાળો શરૂ થતાં જ બાળકોમાં પાણી તથા ખોરાકજન્ય રોગો જેમ કે ઝાડા-ઊલટી, ટાઇફોઇડ તથા સાદો કમળો (હીપેટાઇટિસ-એ)ના કિસ્સા ખૂબ વધી જતા હોય છે. બાળકોને આ રોગથી બચાવવા (અથૉત્ Prevention) શક્ય હોવાથી તેના વિશે જ્ઞાન મેળવવું જરૂરી છે.

લક્ષણો

બાળકને ખૂબ થાક લાગે છે, સૂઇ રહે છે. બે-ત્રણ દિવસથી રમતું નથી. ભૂખ ઓછી લાગે છે. ઊલટી-ઉબકાં આવે છે તેને પેટમાં દુ:ખે છે. આંખ, ચામડી તથા પેશાબમાં પીળાશ દેખાય. શરીરે ચળ આવવી તથા ફિક્કો ઝાડો થવો. આ સાદા કમળાનાં લક્ષણો છે.

ચેપનો સ્ત્રોત

દુષિત આહાર તથા પાણી ખાસ કરીને કાચો, અધકચરો આહાર જેમ કે ફળો તથા શાકભાજી દ્વારા. બરાબર રાંધેલો હોય પરંતુ કમળાથી ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા પીરસાતા આહારથી પણ થઇ શકે છે.

જોખમ કોને રહે?

શાળા, આંગણવાડી, બાળસંભાળ કેન્દ્રો તથા સ્વિંમગપૂલ વગેરેમાં ચેપગ્રસ્ત વ્યક્તિનો સંસર્ગ અથવા તેમનાથી પીરસાતા ખોરાક દ્વારા.

નિદાન

લોહીમાં SGPT ટેસ્ટથી તથા પેશાબમાં બાઇલ સોલ્ટ, બાઇલ પિગ્મેન્ટ નામની તપાસથી હીપેટાઇટિસ છે કે નહીં તે જાણી શકાય. સીરમ બીલીરૂબીન નામની તપાસથી રોગની ગંભીરતા તથા ઓસ્ટ્રેલિયા એન્ટિજન નામની તપાસથી કમળો A પ્રકારનો (સાદો) છે કે B પ્રકારનો (ઝેરી) છે તે જાણી શકાય. રોગનાં વાહકો તથા રોગના અન્ય કોમ્પ્લિકેશન જાણવા અન્ય એન્ટિબોડીઝ ટેસ્ટ હોય છે.

સારવાર

બાળકો માટે Bed rest શક્ય નથી પરંતુ ઘરમાં જ રમે તથા આરામ કરે. વધુ પ્રમાણમાં ગ્લુકોઝ તથા ઇલેકટ્રોલાઇટયુક્ત પાણી આપવું. ચરબીવિહીન ખોરાકથી લગભગ ૨-૩ અઠવાડિયાંમાં દર્દીને સારું થઇ જાય. ખૂબ ઊલટીઓ થાય, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લઇ ન શકતા બાળકોને જરૂર લાગે તો દાખલ પણ કરવામાં આવે. આ રોગને થતો અટકાવી શકાય છે. યોગ્ય ચોખ્ખાઇ, વ્યક્તિગત સ્વચ્છતા, ચોખ્ખો તાજો રાંધેલો-ઢાંકેલો ખોરાક, ઉકાળેલું પાણી તથા ડોક્ટરની સલાહ પ્રમાણે રસી અપાવવા જેવી સંભાળ રાખવાથી રોગને થતો અટકાવી શકાય.

પ્રોટિનથી ભરપૂર હોવો જોઈએ સવારનો નાસ્તો




જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સવારના નાસ્તમાં પ્રોટિનથી ભરપૂર આહાર લો. આનાથી તમારું પેટ ભરાઈ જશે અને વધારે ખોરાક પણ નહીં ખાઓ. આધુનિક અને તણાવભર્યા જીવનમાં વધારે ખોરાક અભિશાપ બની ગયો છે.


મિસોરી યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે એવો નાસ્તો મસ્તિષ્કમાં ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરતા સંકેતોને ઓછો કરી દે છે અને આ કારણે ખાવાના વ્યવહારમાં ઘણો બદલાવ આવે છે.


'ઓબેસિટી' પત્રિકા અનુસાર સેહતથી ભરપૂર અને પ્રોટિનની અધિક માત્રા વાળું ભોજન લેવું ભૂખને નિયંત્રિત કરવાની સામાન્ય રીત છે. આનાથી બહુ વધારે ભૂખ નથી લાગતી અને તમે વધારે પ્રમાણમાં ખાતા નથી.


યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર હીથર લીડી કહે છે " દરેક વ્યક્તિ જાણે છે કે સવારનો નાસ્તો કેટલો મહત્વપૂર્ણ હોય છે પણ તેના પર મોટાભાગના લોકો તે પ્રત્યે ધ્યાન નથી આપતાં."


સંશોધકોએ પોતાના અભ્યાસમાં જોયું કે સવારનો નાસ્તો ન કરતા યુવાનો અસ્વસ્થ આહાર લે છે. આવા લોકો રાત્રે વધુ ખાય છે અને આ કારણે તેમનું વજન વધે છે અને તેઓ મોટાપાનો શિકાર બને છે. તેમણે જોયું કે 60 ટકા યુવાનો સવારે નાસ્તો નથી કરતાં.


તેમની સરખામણીમાં સવારે નાસ્તો કરતા લોકોની ભૂખ નિયંત્રિત રહે છે અને તેઓ અસ્વસ્થ આહાર વધુ ન લેતા હોવાથી અને વધારે ખોરાક ન ખાતા હોવાથી મેદસ્વીતાથી બચે છે. પ્રોટિનથી ભરપૂર નાસ્તો તમને દિવસભર વધુ ખાવાથી બચાવે છે.

રોજ એક સરખો ખોરાક ખાવાથી વજન ઉતારી શકાય !!

સતત સરખો ખોરાક ખાવામાં રસ ઓછો કરતો હોય છે

શું આપ વધતા વજન સાથે ઝઝૂમી રહ્યા છો ? તો રોજ એક સરખો ખોરાક ખાઓ એવું વિજ્ઞાનીઓનું કહેવું છે. અમેરિકાની બફેલો યુનિવર્સિટીના સંશોધનકારોએ શોધી કાઢયું છે કે તમે રોજ એકનો એક જ ખોરાક સતત ખાઓ તો તમને એ ખાવામાં બહુ રસ ન પડે અને તેથી તમે ઓછું ખાઈ શકો.અમેરિકન સોસાયટી ફોર ન્યુટ્રિશનના પ્રવકતા શેલે મેકગ્યુરે કહ્યું કે, ‘અભ્યાસમાં મેદિસ્વતાની જટિલ સમસ્યા પર રસદપ્રદ તારણો આપ્યાં છે. એમાં સતત એક્સરખો ખોરાક ખરેખર તો કેલરી ઘટાડવામાં મદદરૂપ બને છે.’ લાઇવ સાયન્સ મેકગ્યુરેને ટાંકતાં જણાવ્યું હતું કે, ‘આ તરકીબ અજમાવવા સાથે સારા ખોરાકમાં વિવિધતાનાં મહત્વને સમતોલ રાખવાનો વિચાર અમલમાં મૂકી શકાય.’

અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સંશોધનકારોએ ૩૨ મહિલાઓની ભરતી કરીને તેમને કમ્પ્યૂટર ટાસ્કમાં જોતરી હતી. તેઓને પ્રત્યેક ટાસ્ક પૂરો કર્યા બાદ દર વખતે મેક્રોની અને ચીઝ અપાતા હતા. અભ્યાસનો કોર્સ પૂરો થવા સુધી તમામ મહિલાઓએ પાંચ સત્ર પૂરાં કર્યાં, પરંતુ અડધી મહિલાઓ પાંચ દિવસ સતત એક સત્રમાં ભાગ લેતી હતી, જ્યારે અન્ય અડધી મહિલાઓ પાંચ સપ્તાહના કોર્સમાં સપ્તાહમાં એક વખત સત્રમાં ભાગ લેતી હતી.

સપ્તાહ સુધી રોજ મેક્રોની અને ચીઝ ખાનારી મહિલાઓમાં સપ્તાહના અંતની સરખામણીએ ૧૦૦ જેટલી ઓછી કેલરી જોવા મળી હતી.સંશોધનકારોએ જણાવ્યું હતું કે અભ્યાસના અંતે જે મહિલાઓએ સપ્તાહમાં ૧૦ સત્રોમાં હાજર રહેવામાં ગાળો રાખ્યો હતો તેઓમાં ૩૦ વધુ કેલરી જોવા મળી હતી. તારણોમાં જાણવા મળ્યું હતું કે એક સરખો ખોરાક ખાવાથી તેની ટેવ પડી જાય છે. વળી આવો ખોરાક સપ્તાહમાં એક વખત ખાવાથી તેનાથી કોઈ ટેવાતું નથી

ફ્રિજને પણ ટક્કર મારે એવું છે આ દેશી ફિજ


માટલા અને કૂંજાનું પાણી પીવાનો જે આનંદ આવે છે, એ ફ્રજિના ઠંડા પાણીમાં ક્યાં? માટીનાં વાસણના ઉપયોગના બીજા પણ અનેક લાભ છે. માટલાની ખૂબીઓ વિશે થોડું જાણીએ...

-ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટલા અને કૂંજાની પારખુ હોય છે. તેઓ તો જોઇને જ કહી દે છે કે ક્યા માટલા કે કૂંજામાં પાણી વધારે ઠંડું રહેશે.-માટીના વાસણોમાં રાખેલી ખાદ્યસામગ્રી ઝડપથી બગડતી ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં તો આનો ઉપયોગ ફ્રજિની માફક કરવામાં આવે છે. કદાચ આ માન્યતાને લીધે જ આ વાસણોને દેશી ફ્રજિનું નામ આપવામાં આવ્યું છે. -માટલાને અંદરની તરફથી હળવા હાથે ઘસીને સાફ કરવું. નહીંતર તેના બારીક છિદ્રો બંધ થઇ જાય છે અને પાણી વધારે ઠંડું નથી થતું.

ભૌતિક સુખસગવડના આ જમાનામાં દેશી ફ્રજિ એટલે કે માટલાની માગ હંંમેશાં રહે છે. ભલે આને પસંદ કરનારા ઓછા હોય, પણ હોય તો છે જ. ‘માટલાં લો...’ ‘કૂંજા લાવ્યો...’ ‘આવ્યું દેશી ફ્રિજ...’ની બૂમો ઉનાળો શરૂ થતાંની સાથે જ સંભળાવા લાગે છે. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારોમાં તો આજે પણ દેશી ફ્રિજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. એટલું જ નહીં, શહેરમાં પણ એકાદ નાનો ખૂણો તો હોય જ છે. ધીમે ધીમે લોકો આનું મહત્વ જાણવા લાગ્યા છે. એવા કેટલાય ઘર હજી જોવા મળે છે, જ્યાં આજે પણ માટીનાં અનેક વાસણોનો ઉપયોગ થાય છે.

*મૂળિયાં છે ઊંડા

માટીનાં વાસણોનો ઈતિહાસ આપણી માનવ સભ્યતા સાથે સંકળાયેલો છે. સિંધ સંસ્કૃતિના ખોદકામ દરમિયાન માટીનાં અનેક વાસણો મળી આવ્યા હતા. પહેલાંનાં જમાનામાં માટીનાં વાસણો વજનદાર હતા, આજે એ જ વાસણો વજનમાં હળવા, ગોળ અને કલાત્મક આકારમાં મળવા લાગ્યા છે.

પ્રાચીન કાળથી કુંભાર માટીનાં વાસણો બનાવે છે. કુંભાર એ કુંભકાર શબ્દનો અપભ્રંશ છે. માટલાને કુંભ કહેવામાં આવે છે અને કુંભારનો અર્થ થાય છે - માટલા બનાવનાર.

એક જમાનામાં માટલાની માગ એટલી બધી રહેતી હતી કે આખું વર્ષ કુંભાર માટલા બનાવે તો પણ લોકોને માટલા જોઇએ એટલા મળી રહેતાં નહીં. પાણી ભરવાની સાથોસાથ આપણા પૂર્વજો રસોઇ બનાવવા, દહીં જમાવવા, છાશ બનાવવા માટે પણ માટીનાં વાસણોનો ઉપયોગ કરતાં હતાં. તેઓ આ વાસણોના ગુણ પણ સારી રીતે જાણતાં હતાં. ચાલો જાણીએ, આ વાસણના ઉપયોગથી ક્યા લાભ થાય છે?

*લાભ છે અનેક

આપણે ત્યાં સૈકાંઓથી કુદરતી ચિકિત્સા પદ્ધતિમાં માટીનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં, માટીમાં અનેક પ્રકારના રોગનો પ્રતિકાર કરવાની ક્ષમતા રહેલી છે. નિષ્ણાતોના મતે, માટીનાં વાસણોમાં ભોજન કે પાણી રાખવામાં આવે, તો તેમાં માટીના ગુણ આવે છે. આથી માટીનાં વાસણમાં રાખેલા પાણી અને ભોજન આપણને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

જોકે સ્વાદના શોખીનો પણ માટીનાં વાસણોના મહત્વને સારી રીતે જાણે છે તેથી જ તો માટલા કે કૂંજાના પાણીની ઠંડક અને મહેક, તેમને ફ્રજિના પાણીથી વધારે સારું લાગે છે. માટીની નાનકડી હાંડીમાં જમાવેલું દહીં ઘટ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે.

*આજે પણ આ દેશી ફ્રિજનું પાણી પીવાની સલાહ આપે છે ડોક્ટર્સ-

સગભૉઓને ફ્રિજનું અત્યંત ઠંડું પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી. તેમને કહેવામાં આવે છે કે માટલા કે કૂંજાનું પાણી પીએ. આ પાણી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ઠંડું હોય જ છે, તેમાં માટીની મહેક પણ આવે છે.

હા, એટલી સાવધાની રાખવાનું ચોક્કસ કહેવામાં આવે છે કે માટલા અને કૂંજાને સ્વચ્છ રાખે, ઢાંકીને રાખે અને જે વાસણથી પાણી કાઢવામાં આવે, તે સ્વચ્છ જગ્યાએ મૂકવામાં આવેલું હોય.

માટલા અને કૂંજાનો ઉપયોગ કરવાના પણ કેટલાક નિયમ છે. તેના બારીક અસંખ્ય છિદ્રોને હાથથી સાફ કરી શકાતા નથી. માટીના નવા વાસણમાં પાણી ભરી, તે ક્યાંયથી ઝમતું નથી તે ચકાસી લીધા પછી માત્ર ધોઇને તરત જ ઉપયોગમાં લઇ શકાય છે. તે પછી જ્યારે ધોવું હોય ત્યારે સ્ક્રબથી અંદરની સપાટીને સાફ કરો.

માટલા અને કૂંજાનું પાણી રોજેરોજ બદલવું. લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેવાથી છિદ્રો પૂરાઇ જાય છે. પરંપરાના ઉત્તમ ઉદાહરણ છે, માટલા અને કૂંજા.

હવે બસ એક ઈન્જેક્શન કરશે તમારી ચરબી છૂમંતર


-ભારતિય મૂળના વૈજ્ઞાનિક રાણેની ટીમે શોધ્યું આ રસાયણ

બસ એક ઈન્જેક્શન જે આપના શરીરની ચરબી ઓછી કરવામાં મદદ કરશે. ભારતીય મૂળના એક સંશોધનકર્તા સુશીલ રાણેના નેતૃત્વ હેઠળ તેમની ટીમે એક એવું રસાયણ તૈયાર કર્યું છે જે શરિરની વધારાની ચરબી ઉતારવામાં મદદરૂપ થાય છે. આ રસાયણયુક્ત ઈન્જેક્શનનું પરિક્ષણ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું.

આ ઈન્જેક્શન શરીરની વધારાની ચરબી ઓછી કરવામાં વપરાશે. દવાઓનો ઉપયોગ શરીરની ચરબી ઉતારે છે પણ તેનાથી સમય લાગે છે. તેમજ તેનાથી ક્યારેક આડઅસર પણ થાય છે.

જ્યારે રિસર્ચ કરનાર ડૉ. રાણેએ જણાવ્યું હતું કે, શરીરની વધારાની ચરબીને નિયંત્રણમાં લેવાનું પડકારરૂપ કામ હતું અને તેના માટે જ આ ઈન્જેક્શન તૈયાર કરવામાં આવ્યું છે હાલમાં તો આ ઈન્જેક્શનનું સફળ પરિક્ષણ થઈ ગયું છે.

આ ઈન્જેક્શનથી શરિરની ચરબી ઓછી થાય છે તેમજ બ્લડમાં શુગરની માત્રા પણ જળવાઈ રહે છે. ટુંક સમયમાં જ આ ઈન્જેક્શન ડૉક્ટર્સ તેમના દર્દીઓ માટે વાપરતાં થઈ જશે.

આ પ્રકારનું નાક(nose) બહુ શુભ નથી હોતું

આ સમાચાર માટે તમારે નાક હોવું જરૂરી છે. માનવ મુખના આ મહત્વના અવયવના ૧૪ પ્રકાર હોવાનું સંશોધકોએ શોધી કાઢ્યું છે. ઈઝરાયલની બેન-ગુરીઓન યુનિવર્સિટીના પ્રોફેસર અબ્રાહમ તમિરે તેમના સંશોધનમાં માનવ નાકના જુદા-જુદા આકાર હોવાનો દાવો કર્યો હોવાનું‘ડેઈલી મેઈલ’ના અહેવાલમાં જણાવાયું હતું.

સંશોધનમાં ૧૪ પ્રકારનાં નાક હોવાનું જણાવાયું છે. જેમાં જાડાથી માંડીને સુંદર નાકના વિવિધ પ્રકાર હોય છે. જાડા નાકનું સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રિન્સ ફિલિપ છે. આવું નાક ચોથા ભાગના પુરુષોને હોવાનું મુખ પરના તમામ અભ્યાસોના આધારે જાણવા મળ્યું છે.

‘જર્નલ ઓફ કાર્નિયો ફેસિયલ સર્જરી’માં પોતાના લેખમાં પ્રો. તમિરે જણાવ્યું હતું કે આ પ્રકારનું નાક ધરાવનારા ઉદાર, સંવેદનશીલ અને મદદ માટે તત્પર વ્યક્તિત્વ ધરાવતા હોય છે. પરંતુ આ સારા સમાચાર નથી. પ્રોફેસરના અભિપ્રાયે જાડા અને અણિયારા નાકવાળા બંને ઓછા આકર્ષિત હોય છે. હોલિવૂડ અભિનેતા ટોમ ક્રૂઝ જેવું રોમન નાક નવ ટકા લોકોનું હોય છે કે જેઓ મહત્વાકાંક્ષી અને સ્પષ્ટ વિચારવાળા હોય છે.

હેરી પોટરના સ્ટાર ડેનિયલ રેડિકલફ જેવા આ નવ ટકા અણિયારા નાકવાળા અને ધંધાદારી માનસિકતા ધરાવાનારાઓમાંનો એક છે. ૧૩ ટકા લોકો સુંદર નાક ધરાવતા હોય છે કે જેમાં અભિનેત્રી કેરી મલીગન પણ છે. અત્યંત આકર્ષક નાક પાંચ ટકા લોકોમાં જોવા મળતું હોવાનું પ્રોફેસરનું માનવું છે. જોકે આ નાક બહુ શુભ નથી હોતું

સફરજનની સુંગધ માત્રથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે !!


 
સફરજન આપણાં સ્વાસ્થ્યને સુંદર રાખે છે. પણ હાલમાં જ થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે સફરજનની ખુશ્બૂથી માઈગ્રેન જેવી બીમારી દુર થઈ શકે છે.


આ માટે સ્મેલ એન્ડ ટેસ્ટ ટ્રીટમેન્ટ અને શિકાગો રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા 50 લોકો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું આ સંશોધનમાં જાણવાં મળ્યું છે કે સફરજનની સુંગધ લેવા માત્રથી માઈગ્રેનનાં દુખાવાથી છુટકારો મળે છે.


ઓક્સફોર્ડની સમરવિલ કોલેજના સાયન્સ એન્ડ હ્યુમનના પ્રોફેસર ચાલ્સ સ્પેન્સના જણાવ્યાં પ્રમાણે માઈગ્રેન જેવી સમસ્યા આજે મોટાભાગનાં લોકોમાં જોવા મળે છે તેવામાં સફરજનની સુંગધ માત્રથી જો આ બીમારીથી છુટારો મળતો હોય તો લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.

 

સાવધાન! વધુ ઈંડા ખાશો તો કેન્સરનો ભોગ બનશો

'સન્ડે હો યા મન્ડે, રોઝ ખાઓ અંડે', જો તમે એક જાહેરાતની આ લાઇન પર અમલ કરતા હોવ તો સાવધાન થઇ જાવ. નવા સંશોધન અનુસાર વધારે ઈંડા ખાવાથી નુકસાન થાય છે. આનાથી કેન્સર થવાનો ભય રહે છે.
 
બોસ્ટનની હાવર્ડ સ્કૂલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોના સંશોધન પરથી માલુમ ડ્યું છે કે અઠવાડિયામાં ત્રણથી વધુ ઈંડા ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. વૈજ્ઞાનિકોએ આનું કારણ ઈંડામાં રહેલું કોલેસ્ટ્રોલ અથવા કોલાઇન હોવાનું જણાવ્યું છે.
આ પહેલા બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે અઠવાડિયામાં ત્રણથી વધુ ઈંડા ખાવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. પણ 2007માં આ ચેતવણીને પરત લઇ લેવામાં આવી હતી કારણ કે સંશોધન પરથી માલુમ પડ્યું કે ઈંડામાં રહેલા કોલેસ્ટ્રોલની બહુ ઓથી માત્રા લોહીમાં પહોંચી શકે છે. જોકે ઈંડા અને પ્રોસ્ટેટ કેન્સર વચ્ચેના સંબંધને લઇને હજુ પણ સંશોધન થવાનું બાકી છે, પણ યુવાઓએ સાવધાની રાખવાની જરૂર છે.

હળદર કેન્સર મટાડવાનો કુદરતી અકસીર ઇલાજ

હળદરમાં કેન્સરનો જીવલેણ રોગ મટાડવાના કુદરતી ગુણો રહેલા છે, તેથી આહારમાં લીલી તેમજ સૂકી હળદરનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ તેવું યુસીએલએ જેન્સન કોમ્પ્રીહેન્સીવ કેન્સર સેન્ટરના સંશોધકોએ કરેલા અભ્યાસ પરથી જાણવા મળે છે. આમ જોવા જઈએ તો વર્ષોથી આપણા પૂર્વજો હળદરનો રોગ પ્રતિકારક તેજાના તરીકે ઉપયોગ કરતા આવ્યાં છે. હવે સંશોધન દ્વારા પણ પુરવાર થયું છે કે, તેનાંથી કેન્સર જેવા જીવલેણ રોગો પણ મટે છે. હળદર ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગ સામે રક્ષણ આપતી હોવાનું પણ ઘણા લાંબા સમયના પ્રયોગો પરથી પુરવાર થયું છે.
  • મગજ અને ગળાનાં કેન્સર સામે રક્ષણ આપે છે
હળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્ત્વ માનવીની લાળ અને થૂંક વડે શરીરમાં ફેલાતાં કેન્સરના કોષોનો નાશ કરે છે અને મગજ તેમજ ગળાના કેન્સર સામે રક્ષણ આપે છે.
શરીરમાં સોજા આવે અથવા તો એસીડીટી થાય તો તેવા કિસ્સામાં પણ હળદર રાહત આપે છે તેમ જેન્સન કેન્સર સેન્ટરના ડો. મેરિલીન વાંગ જણાવે છે. વાંગ કહે છે કે, હળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્ત્વ દર્દીના મોઢામાં અને લાળમાં કેન્સરના કોષોને વધતા અટકાવે છે જેને કારણે દર્દીને મગજ અને ગળાના કેન્સર સામે રક્ષણ મળે છે.
હળદરમાં રહેલું કરક્યુમિન કોઈપણ વ્યક્તિની લાળમાં રહેલા સાયટોકિન્સ સામે પણ રક્ષણ આપે છે, તેથી શરીરમાં સોજા આવતા અટકે છે અને બળતરાને અટકાવે છે.

Thursday, 29 September 2011

શારીરિક શ્રમ અથવા કસરત કરવાની જરૂર શી?

ઘણા લોકોને મનમાં એવો પ્રષ્ન થાય છે કે ' આ કસરત કરવાનું શું કામ છે? ખાઓ, પીઓ અને મજા કરો! દુર્ભાગ્યે આવા લોકો જ લાંબા ગાળે બેઠાડુ જીવન અને શ્રમવિહીનતાને કારણે મેદસ્વીપણું, હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ અને હ્રદયરોગનો ભોગ બનતા હોય છે. પહેલાંના જમાનામાં જ્યારે ગામડામાં લોકો સાદું, શ્રમયુક્ત જીવન જીવતા હતા ત્યારની અને અત્યારની શહેરી રહેણીકરણીમાં ઘણો મોટો તફાવત છે એ બઘાએ સમજી લેવું જોઇએ. ગામડામાં રોજેરોજનાં કામકાજ - ખેતર ખેડવું, ખાડા ખોદવા, ઢોર ચારવાં, કૂવે પાણી સિંચવું, ત્યાંથી બેડાં ભરીને ઘરે લઇ જવાં, ઘંટી ચલાવવી, કપડાં - વાસણ ધોવાં વગેરેમાંથી પૂરતો શ્રમ અને કસરત લોકોને મળી જતાં, જ્યારે આજે મોટાભાગના શહેરી 'વ્હાઇટ કોલર જોબ કરતા લોકોને એક બે મિનિટનું અંતર ચાલવા સિવાય ભાગ્યે જ કોઇ શારીરિક કસરત દિવસના રૂટીન કામમાંથી મળે છે. બેઠાડુ જીવનમાં શ્રમના આ અભાવને દૂર કરવા માટે કસરત ખૂબ જરૂરી છે.
જગતની ૬૫% વસ્તી જરૂર કરતાં ઓછી શારીરિક સક્રિયતા દાખવે છે અને બેઠાડું જિંદગી જીવે છે જેને કારણે દર વર્ષે ૨૦ લાખ લોકોનાં અકાળ મૃત્યુ થાય છે. માત્ર શરીરને પૂરતી કસરત આપવાની આળસ અથવા બિનઅનુકૂળતા આટલાં બધા લોકોના મોતનું કારણ બને છે! બેઠાડુ જીવનશૈલી એ વિશ્વમાં સ્વાસ્થ્ય માટે જોખમી અને મૃત્યુ તથા અપંગતા (નિર્યોગ્યતાી માટે જવાબદાર પ્રથમ દશ પરિબળમાં સ્થાન પામે છે.
કસરતના શારીરિક ફાયદાઓ
આખા શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
નિયમિત કસરત કરવાથી અકાળ મૃત્યુની શકયતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
હ્રદયની લોહી પંપીંગની ક્ષમતામાં વધારો થાય છે અને હ્રદયને લોહી પહોંચાડતી નવી નવી ધમનીઓ વિકસે છે જેથી એક ધમનીના અવરોધ સમયે કુદરતી રીતે જ બીજી ધમની બાયપાસ તરીકે કામ આપે.
કસરત શરીરમાં ચરબી ઉપર અસર કરે છે કે જેથી ધમનીઓ સાંકડી થતી (એથેરોસ્કલેરોસિસ થતોી અટકી જાય કે ઘીમી પડી જાય છે, પરિણામે હ્રદયરોગ થવાની અને હાર્ટએટેકથી મૃત્યુ થવાની શકયતા ઘટે છે. કસરતનો ફાયદો જયાં સુધી કસરત ચાલુ હોય ત્યાં સુધી જ મળે છે.
કસરતને કારણે ઓછા ઇન્સ્યુલિને લોહીનાં ગ્લુકોઝ પર નિયંત્રણ આવી શકે છે અને ડાયાબીટીસ થવાની શકયતા ઘટે છે.
કસરતને કારણે સ્નાયુઓ ઉપરાંત હાડકાં અને સાંધાની મજબૂતી પણ વધે છે.
નિયમિત કસરત કમરનાં દુખાવાને થતા જ અટકાવે છે અને દુખતી કમરને રાહત આપે છે.
નિયમિત કસરત કરનાર વ્યક્તિનું સરેરાશ વજન તંદુરસ્ત વજનની મર્યાદામાં જળવાઇ રહે છે.
હાઇબ્લડપ્રેશર થતુ જ અટકાવવામાં અને વધી ગયેલ બ્લડપ્રેશરને કાબૂમાં રાખવામાં સહાય મળે છે.
નિયમિત કસરત કરનારાઓને આંતરડાનું કેન્સર (અને કદાચ, સ્તન-કેન્સર પણી થવાની શકયતા ખૂબ ઘટી જાય છે.
વૃદ્ધ વ્યક્તિના શરીરનું સંતુલન જાળવવામાં અને હરફર ચાલુ રાખવામાં કસરત ખૂબ ઉપયોગી થાય છે.
જો તરૂણાવસ્થાથી કસરત કરવાની ટેવ પાડવામાં આવે તો, તમાકુ જેવી કુટેવ થવાની શકયતા ઓછી હોય છે.
શારીરિક સક્રિય બાળકો શાળાની પરિક્ષામાં વધુ સારો દેખાવ કરી શકે છે.
નાનપણથી શારીરિક શ્રમ મળે એવી જુથ રમતોમાં રમવાથી બાળકમાં સામાજિક ગુણો નો સારો વિકાસ થાય છે.
નાનપણથી શારીરિક શ્રમ મળે એવી કસરત કરવાથી કે રમત રમવાથી કસરતની એક કાયમી ટેવ પડે છે જે મોટી ઊંમરે ખૂબ ઉપયોગી થાય છે.
 
કસરતના માનસિક ફાયદાઓ
નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા (ડિપ્રેશની માંથી મુક્ત થઇ શકે છે.
કસરતથી આત્મવિશ્વાસ વધતો જાય છે.
મનની શાંતિ અને પ્રફુલિતતા જળવાઇ રહે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
કસરત ન કરવાના ગેરફાયદાઓ
ભારતમાં પાંચ શહેરમાં થયેલ તાજેતરના અભ્યાસો જણાવે છે કે ભારતીય શહેરી સ્ત્રીઓ પૈકી સીત્તેર ટકાથી વધુ સ્ત્રીઓ કયારેય કસરત કરતી નથી! અને જે સ્ત્રીઓમાં હાઇબ્લડપ્રેશર જેવી બિમારી છે એમાંથી તો ૮૮ ટકા સ્ત્રીઓ કસરત નહોતી કરતી, ફુરસદના સમયે, અઠવાડિયે કુલ એકવીસ કિ.મી. કરતા વધુ ચાલવાની કસરત જે લોકો કરે છે તેમની જિંદગી કસરત વાળી ગણાય છે અને એથી ઓછી કસરત કરનાર વ્યક્તિનું જીવન બિનકસરતી ગણાય છે. ચાલવાને બદલે એટલી જ શક્તિ વપરાતી હોય એવી બીજી કોઇ પણ કસરત પણ આ માટે ગણતરીમાં લેવામાં આવે છે.
બેઠાડું, બિનકસરતી જીવનપદ્વતિને કારણે સમાજમાં અનેક રોગોનું ભારણ વધે છે. હ્રદયરોગ, હાઇબ્લડપે્રશર , જાડાપણું, ડાયાબીટીસ, ઓસ્ટીયોપોરોસીસ (હાડકા નબળા પડવાંી ત્થા માનસિક રોગો થવાની શકયતા બેઠાડુ જિંદગીને કારણે ખૂબ વધી જાય છે. અમેરિકાનો અભ્યાસ જણાવે છે કે બેઠાડુ લોકોમાંથી ૩૫ ટકા લોકોને એટેક આવવાની શકયતા માત્ર વધુ સક્રીય (વધુ કસરતીી થવાથી અટકી શકે છે. બેઠાડુ જિંદગી જીવનારાઓને (શારીરિક સક્રીય વ્યક્તિ કરતાંી હ્રદય રોગ થવાની શકયતા ૧.૯ ગણી હોય છે. આ જ રીતે બેઠાડુ, બિનકસરતી વ્યક્તિમાં હાઇબ્લડપ્રેશર થવાની શકયતા ૩૫ થી ૫૨ ટકા જેટલી વધી જાય છે. બેઠાડુ જિંદગી અને ડાયાબીટીસ વચ્ચેનો સંબંધ શોધનારા વૈજ્ઞાનિકોને જણાયું કે અઠવાડિયે ૫૦૦ કેલરી જેટલી કસરત ઘટવાથી ડાયાબીટીસની શકયતા ૬ ટકા જેટલી વધે છે. વળી, ડાયાબીટીસના દર્દીઓ પૈકી બેઠાડુ જિંદગી જીવનારા દર્દીઓમાં (એક સરખો ડાયાબીટીસ હોવા છતાંી મૃત્યુ થવાની શકયતા કસરત કરનાર વ્યક્તિ કરતાં વધારે રહે છે.
બેઠાડુ જીવન શરીરમાં શક્તિનો (કેલરીનોી વ્યય ઘટાડી નાંખે છે, ચરબીનો ભરાવો થવા દે છે, બેઝલ મેટાબોલીક રેટ ઘટાડી નાંખે છે, ઇન્સ્યુલીનની અસરકારતા ઓછી કરે છે જે છેવટે ડાયાબીટીસથી માંડી ને હ્રદયરોગ સુધીની અનેક બિમારીઓ નોતરે છે. વળી, બેઠાડુ જિંદગીને લીધે હાડકાં પણ નબળાં પડે છે. કસરતી માણસના હાડકાં, બેઠાડુ માણસ કરતાં વધુ મજબૂત હોય છે. સ્ત્રીઓમાં માસિક રજોનિવૃતિ પછી હાડકાં નબળાં હોય છે. હાડકાં નબળાં પડવાની આ પ્રક્રિયા બેઠાડુ સ્ત્રીઓમાં ખૂબ ઝડપી થાય છે. વળી, બેઠાડું સ્ત્રીઓમાં નબળાં હાડકાંને કારણે થાપાનું ફેકચર થવાની શકયતા ખૂબ વધારે રહે છે.
તાજેતરમાં થયેલા અનેક અભ્યાસો જણાવે છે કે બેઠાડુ જિંદગીને માનસિક હતાશા (ડીપે્રશની સાથે સીધો સંબંધ છે. આજકાલ જે હદે માનસિક હતાશા અને અન્ય તકલીફો વધી રહી છે એ જોતાં, આ અભ્યાસ ઘણું અગત્યનું માર્ગદર્શન આપે છે. આખો દિવસ બેઠાં બેઠાં દુનિયા ભરના વિચારો અને ચિંતા કર્યા કરતો માણસ બિલકુલ શારીરિક શ્ર્રમ છોડી ત્યારે માનસિક સંતુલન ગુમાવી દે એવી શકયતાઓ ઘણી વધારે રહે છે. કસરત કરવાથી વ્યક્તિને માનસિક સુખશાંતિનો અનુભવ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.
બેઠાડુ જિંદગીને આંતરડાના કેન્સર સાથે પણ સીધો સંબંધ છે એવુ કેટલાંક અભ્યાસોમાં જાણવા મળ્યુ છે. આમ, અનેક જાતની બિમારીઓ સહન કરવાની અને એને કારણે મૃત્યુ થવાની શકયતા બેઠાડું લોકોમાં ખૂબ વધારે હોય છે. અમેરિકા જેવા સમૃદ્વ દેશમાં દર વર્ષે આશરે અઢી લાખ જેટલાં મૃત્યુનું કારણ બેઠાડુ જિંદગી હોય છે. બીજા શબ્દોમાં અમેરિકામાં થતાં કુલ મૃત્યુ પામતા લોકોના ૧૨ ટકા જેટલાં લોકો કસરત ન કરવાને લીધે કમોતે મરે છે.
૧૯૮૯માં જર્નલ ઓફ અમેરીકન મેડીકલ એસોસીએશનમાં એક અભ્યાસ પ્રસિદ્વ થયો હતો, જેમાં એવું તારણ નીકળ્યુ હતુ કે એક સરખી ઉંમર માટે બેઠાડુ જીવન જીવનાર વ્યક્તિની સરખામણીએ કસરતી શરીર ધરાવનાર અને કસરત કરનાર વ્યક્તિઓમાં મૃત્યુના દરનું પ્રમાણ ત્રીજા ભાગનું હતુ. જે વ્યક્તિ અઠવાડિયે ૨૦૦૦ હજાર કેલરી કસરત કરવામાં વાપરે છે, એનુ આયુષ્ય બેઠાડુ જીવન જીવતાં લોકો કરતાં એક થી બે વર્ષ જેટલું વધી જાય છે. વર્ષો પહેલાં મોટા પહેલવાન હોય પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કસરત બંધ હોય તો જુની કસરતનો હ્રદયરોગ અટકાવવામાં કોઇ ફાયદો થતો નથી. કસરત બંધ કર્યા પછીના થોડાંક જ અઠવાડિયામાં બેઠાડુ જીવનના બધા જ ગેરફાયદા દેખાવા લાગે છે.
છેક, અઢારમી સદીના ડો.વીલીયમનું વિધાને ''માણસની જિંદગી ટૂંકી અને દુ:ખ દાયક કરનાર બધા કારણોમાં સૌથી મોટુ કારણ બેઠાડું -બિનકસરતી જીવન છે. આજે પણ એકદમ સચોટ છે. આપણાં દુર્ભાગ્યે દિનપ્રતિદિન નાના બાળકથી માંડીને વૃદ્વ વ્યક્તિ સુધી દરેકની જિંદગી વધુને વધુ બેઠાડુ -બિનકસરતી થતી જાય છે. આ રોગીષ્ટ બેઠાડું જીવન ફગાવી દઇને આજે જ શારીરિક સક્રિયતાનો સંકલ્પ કરીને નીચે દર્શાવેલ સૂચનોનો અમલ કરીને કોઇને કોઇ શારીરિક પ્રવૃત્તિ શરૂ કરી દો.
 
શરીરને સ્વસ્થ રાખવા માટે ત્રણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ અથવા કસરત જરૂરી છે.
 (૧) હ્રદય અને ફેફસાને મજબૂત બનાવતી પ્રવૃત્તિઓ:-
આ પ્રવૃત્તિઓ કરતી વખતે શરીરના કોષોને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. જે પૂરો પાડવા માટે હ્રદય-ફેફસા અને રૂધિરાભિસણતંત્રએ ઝડપથી કામ કરવું પડે છે. ઓક્સિજનની વધારાની જરૂરિયાત સંતોષવા માટે ઝડપથી કામ કરવાની તાલીમ હ્રદય-ફેફસાના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. નીચે જણાવેલ પ્રવૃત્તિઓ હ્રદય અને ફેફસાને મજબૂત બનાવી શકે છે.
- ચાલવું
- બાગકામ કરવું
- સાઇકલ ચલાવવી
- સ્કેટિંગ કરવું
- નાચવું/ગરબા કરવા
- ટેનિસ, ક્રિકેટ, ખો-ખો જેવી રમતો રમવી
- વ્હીલચેરને હાથથી ચલાવવી
સલામત રીતે આ બધી પ્રવૃત્તિ કરવા માટે,
-શરૂઆતમા ધીમે ધીમે, ઓછા સમય સુધી કસરત કરવી
-કસરતની શરૂઆતમાં વોર્મઅપ અને અંતમાં કૂલ ડાઉન માટે પાંચ-પાંચ મિનિટનો સમય રાખવો.
-સારા પગરખા પહેરો, જે વાગતા ન હોય અને પગને બરાબર આધાર આપતાં હોય.
-ઋતુ પ્રમાણે શરીરને અનુકૂળ હોય એવાં કપડાં પહેરો.
-સાઇકલીંગ કે સ્કેટિંગ કરતી વખતે હેલ્મેટ પહેરો. પડવાની શક્યતાવાળી પ્રવૃત્તિ કરતી વખતે ઘૂંટણ, કોણી અને કાંડાને ઇજાથી બચાવે એવા પટ્ટા પહેરી રાખો.
 
(૨) સ્નાયુઓને ખેંચાણ આપી લચીલાપણું વધારતી કસરત:
આ પ્રકારની પ્રવૃત્તિઓથી સ્નાયુઓનું હલન-ચલન સહેલાઇથી થાય છે. સ્નાયુઓ શિથિલ અને સાંધાઓ ગતિશીલ રહે એ પ્રકારની કસરતો લચીલાપણું વધારવામાં ઉપયોગી થાય છે. મોટી ઉંમરે પણ જીવનની ગુણવત્તા અને સ્વાતં#ય જાળવી રાખવા માટે આ પ્ર્રકારની પ્રવૃત્તિઓ ઉપયોગી છે. નીચે જણાવેલ પ્રવૃત્તિઓ શરીરનું લચીલાપણું વધારી શકે છે.
- યોગાસન
- નૃત્ય
- બાગકામ
- પોતુ કરવું
- સ્નાયુઓને ખેંચાણ આપતી કસરતો કરવી
- કરાટે- કૂંગ ફૂ
- સૂર્ય નમસ્કાર
સલામત રીતે સ્નાયુઓને ખેંચાણ આપવાની પ્રવૃત્તિ માટે ,
-પહેલાં ચાલવાની કે હ્રદય-ફેફસાને કસરત આપવાની પ્રવૃત્તિ કર્યા બાદ જ સ્નાયુને ખેંચાણ આપવાની પ્રવૃત્તિ કરવી જોઇએ.
-દરેક પ્રવૃત્તિ ધીમે ધીમે અને ઝાટકા માર્યા વગર કરો.
-આ પ્રકારની પ્રવૃત્તિ કરતી વખતે શ્વાસને રોકી ન રાખો. દરેક પ્રકારનું ખેંચાણ સાહજિક, દર્દહીન અને આરામદાયક લાગવું જોઇએ.
-વિવિધ આસનોની તાલિમ યોગ્ય યોગ-શિક્ષક પાસેથી મેળવી લો.
 
(૩) સ્નાયુ અને હાડકાને મજબૂત બનાવતી પ્રવૃત્તિઓ:
જ્યારે સ્નાયુ અને હાડકાઓને કોઇ પણ પ્રકારના ખેંચાણ કે અવરોધની વિરુદ્ધ દિશામાં કામ કરવવામાં આવે ત્યારે એની મજબૂતી વધે છે. મોટી ઉંમરે હાડકા નબળા પડવાની તકલીફ થતી અટકાવવા માટે આવી પ્રવૃત્તિ જરૂરી છે. નીચે જણાવેલ પ્રવૃત્તિઓ સ્નાયુ અને હાડકાની મજબૂતી વધારી શકે છે.
- વજન ઉંચકીને હર-ફર કરવી
- દાદર ચઢવા
- દોરડા કૂદવા
- દંડ-બેઠક કરવી
- વેઇટ લીફટીંગ
સલામત રીતે આ પ્રવૃત્તિ કરવા માટે,
-શરૂઆતમાં હ્રદય-ફેફસાની કસરત; પછી સ્નાયુઓના ખેંચાણની કસરત અને છેલ્લે સ્નાયુ મજબૂત બનાવવાની કસરત કરવી જોઇએ.
- કમ્મર, પીઠ અને અન્ય સાંધાઓને વજનથી સ્થય અન્ય કારણોસર ઇજા ન થાય એની કાળજી રાખવી
- રોજ રોજ કરવાને બદલે એકાતંરે આવી પ્રવૃત્તિ કરવી
- જાણકાર નિષ્ણાતના માર્ગદશન હેઠળકસરત કરવી.
 
કઇ પ્રવૃત્તિ કેટલો સમય કરવી જોઇએ?
જો બેઠાડુ જીવન જીવતા માણસની આખા દિવસમાં વપરાતી શક્તિના દસ ટકા જેટલી શક્તિ કસરત પાછળ વપરાય તો કસરતનું ધ્યેય સિદ્ધ થાય. એક તંદુરસ્ત બેઠાડુ જીવન જીવતો સરેરાશ ભારતીય માણસ આખા દિવસમાં આશરે ૨૫૦૦ કિ.કેલરી જેટલી શક્તિ જુદાં જુદાં કામો (કે આરામી પાછળ વાપરે છે. એટલે કે સરેરાશ ભારતીયે અર્થપૂર્ણ કસરત કરવી હોય તો કસરત પાછળ આશરે ૨૫૦ કિ.કેલરી શક્તિ ખર્ચવી જોઇએ.
શરીરના ફાયદા માટે દરરોજ હળવી કસરત ઓછામાં ઓછી સાંઠ મિનિટ સુધી; અથવા મધ્યમ તીવ્રતાની કસરત ત્રીસ થી સાંઠ મિનિટ સુધી; અથવા ભારે તીવ્રતાની કસરત વીસ થી ત્રીસ મિનિટ સુધી કરવી જોઇએ.
દરેક બાળક અને પુખ્ત ઉંમરની વ્યક્તિએ રોજની ઓછામાં ઓછી ત્રીસ થી સાંઠ મિનિટ સુધી કસરત અથવા મધ્યમ પ્રકારનો શારીરિક શ્ર્રમ કરવો જરૂરી છે. કસરતની શરૂઆતમાં ૫-૧૦ મિનિટનો સમય વોર્મ-અપ માટે; ત્રીસ મિનિટ ખરેખરી કસરત માટે અને કસરત પૂરી થયા પછી ૫-૧૦ મિનિટનો સમય કુલ ડાઉન માટે આપવો જોઇએ. દરેક કસરત જુદા જુદા પ્રમાણમાં કેલરી વાપરે છે. એટલે જે કસરતમાં વધુ શક્તિ (કેલરીી ની જરૂર પડતી હોય એ ઓછા સમય માટે કરવામાં આવે તો પણ ચાલે. દા.ત. આશરે ૨૫૦ કિ.કેલરી વાપરવા માટે ચારેક કિ.મી. ચાલવું પડે કે તરવું પડે અથવા ૪૫ મિનિટ સુધી બેડમિંટન કે ટેનિસ રમવું પડે. દિવસના કોઇ નિશ્ચિત સમયે કસરત કરવી પડે એવું જરૂરી નથી પણ નિયમિતતા જળવાઇ રહે એ હેતુથી સવારનો કે સાંજનો અમુક સમય નક્કી રાખ્યો હોય તો સારું પડે. કસરતના બે-ત્રણ કલાક પહેલાં સુધી કંઇ ખાધું ના હોય તો વધુ સારું. જો રોજ શકય ન હોય તો અઠવાડિયાના જેટલા વધુ દિવસ શ્ર્રમ / કસરત કરવાનું શકય બને એટલું કરવું જોઇએ. કસરત માટે સમય ન મળતો હોય તો, તમારા રૂટીન કામ સાથે પણ કસરત/શ્ર્રમને જોડી શકાય છે જેથી વધારાનો સમય ન કાઢવો પડે. દા.ત. લીફટ વાપરવાને બદલે પગથિયાં ચઢી શકાય અને ઓછા અંતરમાં વાહનને બદલે ચાલતા જઇ શકાય. વળી, સળંગ ત્રીસ મિનિટ સુધી કસરત ન થઇ શકે એમ હોય તો સાવ કસરત ન કરવાને બદલે દિવસમાં ત્રણ ટૂકડામાં દસ દસ મિનિટ શ્ર્રમ કરવામાં આવે તો પણ ફાયદો થાય છે.
કઇ કસરતો?
વોર્મ-અપ કસરતો : કોઇ પણ કસરત શરૂ કરતાં પહેલાં શરીરના જુદા જુદા સાંધાઓને બધી દિશામાં હલન-ચલન મળે એ પ્રકારે વોર્મ-અપ કસરત કરવી જોઇએ.
ગરદનની કસરતો:
આગળ - પાછળ હલાવવી
આજુ - બાજુ હલાવવી
આજુ - બાજુ વાંકી વાળવી
ગોળ ગોળ ફેરવવી
ખભાની કસરતો:
ઊંચા - નીચા કરવા
હાથને નીચે લટકતા રાખીને ખભાને ગોળ ફેરવવા (ઘડિયાળની દિશામાં અને એની વિરુદ્ધની દિશામાંી
કાંડાંની કસરત :
ઊંચાં - નીચાં કરવાં
ગોળ ગોળ ફેરવવાં (એક હાથથી બીજા હાથનું કાંડું પકડી રાખવુંી
ઘૂંટીની કસરત :
ઊંચી - નીચી કરવી અને ગોળ ફેરવવી
એરોબિકસ કસરત: જો કોઇપણ કસરતને નિયમિત લાંબાગાળા માટે ચાલુ રાખવી હોય તો કસરત કરવામાં મજા આવવી જોઇએ. ઊંધું ઘાલીને દંડ-બેઠક પીલતા કસરતબાજો થોડા સમય પછી કંટાળીને કસરત છોડી દે છે જ્યારે રોજેરોજ બાગમાં કે પૂલ પર ચાલવા-દોડવા જનારા અથવા નિયમિત બેડમિંટન કે ટેનિસ રમવાવાળાઓ લાંબા સમય સુધી કસરત ચાલુ રાખી શકે છે. કસરત વડે આખા શરીરને સૌથી વધુ લાભ પહોચાડવા માટે શરીરને ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કે જમીનને સમાંતર ગતિ કરાવતી કસરતો ઘણી ઉપયોગી થાય છે. આવી કસરતોને ઘણીવાર 'એરોબિકસ પ્રકારની કસરત કહેવાય છે. કેમકે મધ્યમ તીવ્રતાથી આ કસરત કરવામાં આવે તો સ્નાયુને જરૂરી ઓકિસજન કસરત દરમ્યાન જ પૂરતા પ્રમાણમાં મળ્યા કરે છે. પરિણામે કસરત પછી સ્નાયુ દુ:ખવાનું કે ખૂબ થાક લાગવાનું ખાસ બનતું નથી. આ પ્રકારની કસરતોમાં ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી, તરવું, સ્કેટિંગ કરવું, ફૂટબોલ, હોકી, ટેનિસ, બેડમિંટન જેવી રમતો રમવી, હલેસાં મારવાં વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી કોઇપણ કસરત પૂરતા પ્રમાણમાં (એક વખતે ૨૫૦ કિ.કેલરી વપરાય તેટલીી કરવામાં આવે તો સ્વાસ્થ્યને લાભદાયક બની શકે છે. વળી રોજ એક જ પ્રકારની કસરત કરવી જરૂરી નથી. એક દિવસે દોડો અને બીજે દિવસે તરો તો પણ સ્વાસ્થ્ય માટે સરખો જ ફાયદો થશે.
ચાલવું, બાગકામ કરવું, સાઇકલ ચલાવવી કે તરવું આ બધી કસરતો / શ્ર્રમ ઉપયોગી છે. પરંતુ એને નિયમિતપણે કરવા ખૂબ જરૂરી છે. વળી જો ત્રીસ મિનિટ સુધી શ્ર્રમ ન થઇ શકે તો પણ કશું ન કરવા કરતાં જેટલી કસરત (પાંચ -દસ -પંદર મિનિટી થઇ શકે એટલી કરવાથી પણ ફાયદો જ થાય છે.
 
શારીરિક સક્રિયતા વધારવાની પ્રવૃત્તિઓ અને કસરતની શરૂઆત કઇ રીતે કરશો?
તમારા આખા દિવસની પ્રવૃત્તિઓમાંથી શારીરિક સક્રિયતા માટે સમય ફાળવવાનું આયોજન (નાના પાયે મનોમની કરો.
શારીરિક સક્રિયતાના ફાયદાઓ અને બેઠાડું જીવનનાં ગેરફાયદાઓ અંગે જાણકારી મેળવી લો.
વધુ વિચારો કરવાને બદલે તેમજ દિવસે જયારે ફુરસદ મળે ત્યારે બેસી રહેવાને બદલે ચાલવાનું કે અન્ય શારીરિક પ્રવૃત્તિ કરવાનું શરૂ કરી દો.
શારીરિક પ્રવૃત્તિ ધીમે ધીમે શરૂ કરો અને પછી એનો સમય અને તીવ્રતા વધારતાં જાઓ.
ઘરમાં, ઓફીસમાં, શાળામાં તેમજ રમત-ગમતમાં શારીરિક સક્રિયતા વધારવા માટે ગંભીરતાપૂર્વક વિચારો.
દરેક નાની નાની શારીરિક પ્રવૃત્તિ તમારી કુલ દૈનિક શારીરિક પ્રવૃત્તિ વધારીને તમારા સ્વાસ્થ્યને ફાયદો કરી શકે એટલે નાનામાં નાની શારીરિક સક્રિયતાની તકને ગણતરીમાં લઇ કદી આળસમાં એ તક ગૂમાવશો નહીં.
શારીરિક સક્રિયતા માટેની પ્રવૃત્તિ શરૂ કરવા માટે તમે કદી ખૂબ નાના કે ખૂબ મોટા નથી હોતા.
શારીરિક પ્રવૃત્તિ કરવા માટે ખૂબ ખર્ચો કરીને કોઇ કલબમાં જવુ જરૂરી નથી. સાદામાં સાદી ચાલવાની પ્રવૃત્તિ કોઇ જાતના ખર્ચ વગર (અને કયારેક તો પેટ્રોલ, રિક્ષા કે બસનો ખર્ચ બચાવીનેી થઇ શકે છે.
અનેક જાતની શારીરિક પ્રવૃત્તિમાંથી તમે તમારી મનપસંદ પ્રવૃત્તિથી શરૂઆત કરી શકો. જેમાંથી આનંદ મળતો હોય એવી પ્રવૃત્તિ જ કરો.
શારીરિક પ્રવૃત્તિઓ તમે એકલાં, કુટુંબના બધા સભ્યો સાથે અથવા મિત્રો સાથે મળીને કરી શકો.
શારીરિક પ્રવૃત્તિ કરતાં જુથ, વર્ગ કે અન્ય સમુહમાં પણ તમે જોડાઇને એનો આનંદ મેળવી શકો.
નિયમિત કસરત કરનાર મિત્રની સાથે જોડાઇ જાવ.
 
ઘરે થઈ શકે એવી શારીરિક પ્રવૃત્તિઓ
શરૂઆતમાં રોજના ઉઠવાના સમય કરતાં માત્ર દશ મિનિટ વહેલાં ઉઠો અને એ દશ મિનિટ રોજ ઘરની અંદર કે બહાર માત્ર ચાલવા માટે વાપરો.
નજીકનાં અંતરની ખરીદી માટે વાહન વાપરવાનું બંધ કરી દો. ચાલતાં કે સાઇકલ પર પાંચ-દશ મિનિટમાં પહોંચી શકાય એવી કોઇ ણ જગ્યાએ વાહન ન લઇ જવું.
બાળકો સાથે શરીરને સક્રિય રાખે એવી રમતો રમો. ઘરમાં પકડાપકડી થી માંડીને પતંગ ચગાવવા સુધીની કોઇ પણ રમત તમને અને બાળકોને આનંદ આપશે.
રોજ તમારી મન પસંદ ધૂન પર નૃત્ય કરો અથવા ગરબા કરો.
ટીવી અને વીડીયો ગેમ નો વપરાશ શકય એટલો ઓછો કરો.
લાંબા સમય સુધી ટીવી કે કોમ્પ્યુટર સામે બેસી રહેવાનું ટાળો. ટીવીમાં આવતા 'કોમ(ર્સયલ બ્રેકને 'ફીટનેસ બ્રેક બનાવી દો. કોઇપણ ટીવી કાર્યક્રમમાં વચ્ચે જાહેરાત આવે ત્યારે ઉઠીને ચકકર લગાવવાનું શરૂ કરી દો.
ટીવી જુઓ ત્યારે, કસરત કે આસનના કાર્યક્રમ જોતા જોતા સાથે તમે પણ કસરત કે આસન કરો. જો જગ્યાની અનુકૂળતા હોય તો આંટા મારતા મારતાં (ચાલતાં ચાલતાંી ટીવી જુઓ.
 
શાળામાં થઈ શકે એવી શારીરિક પ્રવૃત્તિ:
તમારી પોતાની અથવા આસપાસની શાળામાં સાંજે ચાલતી શારીરિક પ્રવૃત્તિના વર્ગ (દા.ત. સ્કેટિંગ, જીમ્નાસ્ટિક, તરણ, કરાટે વગેરેીમાં જોડાઇ જાવ.
રિસેશ દરમ્યાન બેસીને ટોળટપ્પા કરવાને બદલે પકડદાવ જેવી રમત રમી શકાય.
શાળામાં શારીરિક શિક્ષણના વર્ગમાં જવા માટે બાળકને અને એવા વર્ગો ગોઠવવા માટે શાળાના વહીવટી તંત્રને પ્રોત્સાહન આપો.
શાળામાં જવા-આવવા માટે બસ કે રિક્ષાને બદલે નજીકમાં રહેતાં વાલીઓ ચાર-પાંચનું એક જુથ બનાવે અને વારાફરતી બધા બાળકોને ચાલતાં લઇ જાય - લાવે.
શાળાના બધા જ શિક્ષકો પણ વિદ્યાર્થીઓની કસરત દરમ્યાન કસરતમાં ભાગ લે અને અન્ય વિષયોની સાથે શારીરિક સક્રિયતાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવે.
 
કામ કરતાં કરતાં શારીરિક પ્રવૃત્તિઓ:
ઓફીસ કે ઘરની ખુરશીમાંથી દર કલાકે ઊભા થઈ થોડીક મિનિટો માટે સ્નાયુઓને ખેંચાણ આપો.
લાંબી મિટીંગ દરમ્યાન 'ટી બ્રેક નહીં પણ 'સ્ટ્રેચ બ્રેક લો.
લીફટને બદલે પગથિયાં કે ઢાળ વાપરો.
રિસેશ કે કોફી બ્રેકમાં ચા-કોફીનુ વ્યસન કરવાને બદલે ચાલવાનુ વ્યસન કરી દો. લંચ બ્રેકમાં પણ જમાતાં પહેલાં દસેક મિનિટ ચાલી લો.
બેઠા બેઠા પેટથી ઊંડા શ્વાસોશ્વાસ લેવાની ટેવ પાડો.
બેઠા બેઠા થઇ શકે એવી હાથ-પગ-કમર-ગરદનની કસરત એક-બે મિનિટની ફુરસદ મળે ત્યારે શરૂ કરી દો.
તમારાં ખભા અને ગરદનના સ્નાયુઓને રિલેક્ષ થવાની તક આપો. ખાસ તો લાંબા સમય સુધી ટાઇપીંગ કે કોમ્પ્યુટર પર કામ કરવાનું હોય ત્યારે ખભા અને ગરદનની કસરત ઝાટકાં વગર કરતાં રહો.
 
રસ્તામાં થઇ શકે અવી શારીરિક પ્રવૃત્તિ:
જયારે શકય હોય ત્યારે ચાલો - વાહનને બદલે ચાલતાં જવાનું પસંદ કરો. બસમાં જવાનુ હોય તો એક બે સ્ટોપ ચાલ્યા પછી બસ પકડો; પોતાનું વાહન જે સ્થળે જવુ હોય એ સ્થળથી દૂર પાર્ક કરો જેથી વધુ ચાલવાનું મળે.
લીફટને બદલે દાદર વાપરો.
સ્કૂટર કે મોપેડને બદલે સાઇકલ સવારી અપનાવો.
 
સલામત રીતે કસરત કરવા માટે પહેલાં નીચેના પ્રનોના જવાબ આપો:
કયારેય તમારા ડોકટરે તમને હ્રદયરોગની કે અન્ય કોઇ બીમારીને કા્રરણે કસરત ન કરવાી સલાહ આપી છે?
તમે કસરત કે શારીરિક શ્રમ કરો ત્યારે છાતીમાં દુખાવો થાય છે?
તમને છેલ્લા એક મહિના દરમ્યાન આરામના સમયે છાતીમાં દુખાવો થયો છે?
તમને કદી ખૂબ ચકકર આવ્યા હોય અથવા બેહોશ થઇને પડી ગયા હો એવું થયું છે?
તમને હાડકાં કે સાંધાની કોઇ બીમારી છે જે કસરત કરવાથી વધી જાય?
તમને હાઇબ્લડપ્રેશર કે હ્રદયરોગની કોઇ દવા ચાલે છે.
તમને કસરત કે શારીરિક પ્રવૃત્તિ ન કરવાનું કોઇ કારણ લાગે છે?
જો આ સવાલમાંથી કોઇ પણ સવાલનો જવાબ 'હા હોય તો તમારા ડોકટરની સલાહ મુજબ જ શારીરિક પવૃત્તિ કરવી.
કસરતની તીવ્રતા કેટલી હોવી જોઇએ?
ઘણા લોકો કસરત કરવા માટે 'મોર્નિંગ વોક માં જાય છે અને ત્યાં દોસ્તો સાથે ગપ્પાં મારતાં મારતાં એમની ઝડપ એટલી ઘટી જાય છે કે એને કસરત કહેવી કે નહીં એ એક સવાલ થાય છે. કસરતની તીવ્રતા રોજિંદા કામકાજની તીવ્રતાથી તો વધારે હોવી જ જોઇએ. સામાન્ય કામકાજમાં આપણે હ્રદયની મહત્તમ ક્ષમતાનો માત્ર ૪૦ ટકા જ ઉપયોગ કરીએ છીએ.
લાભદાયક કસરત કરવા માટે હ્રદયની મહત્તમ ક્ષમતાનો ઓછામાં ઓછો ૬૦ ટકા જેટલો ઉપયોગ થવો જોઇએ. બીજા શબ્દોમાં ૨૦ વર્ષના એક યુવાનના હ્રદયના ધબકારા રોજિંદા કામકાજ દરમ્યાન દર મિનિટે ૮૦ જેટલા હોય છે અને યુવાનના હ્રદયની મહત્તમ ક્ષમતા મિનિટના ૨૦૦ ધબકારાની હોય છે (હ્રદયનો મહત્તમ દર = ૨૨૦-ઉંમર વર્ષ

બસ, 15 મિનિટ.... તમારો ગમે તેવો થાક છુમંતર થઇ જશે



દુનિયાની કોઇ એવી ચિકિત્સા પદ્ધતિ નહી હોય કે જે વ્યક્તિના તણાવને છુટકારો આપવાના નામે ઘણી થેરાપીનું પ્રચલન કર્યુ હોય.

અહીંયા અમે કેટલાક કુદરતી અને એ સાથે વૈજ્ઞાનિક પ્રયોગ બતાવીએ છીએ કે જે માત્ર અમુક જ મિનિટોમાં દરેક પ્રકારના શારીરિક અને માનસિક તણાવથી છુટકારો આપે છે.

આ પ્રયોગની સાચી ઓળખ અને પ્રભાવને તપાસવા માટે લાંબી રાહ જોવાની જરાય જરૂર નથી. માત્ર 15 જ મિનિટોમાં તમે આ પ્રયોગના ચમત્કારી પ્રભાવથી પરિચિત થશો.

પ્રયોગ –

દિવસભરના તમામ કાર્યોથી નિવૃત્ત થઇ સુતા પહેલા આ પ્રયોગ કરવો જોઇએ. 1 ડોલમાં સામાન્ય ગરમ પાણી કે નવશેકું પાણી ભરી લો.

આ પાણીમાં લગભગ 4 ચમચી સાધારણ અને સસ્તુ મીઠું નાખીને સરસ રીતે હલાવો. આ મીઠાના નવશેકા પાણીમાં લગભગ 10 થી 15 મિનિટ સુધી તમારાં પગને બોળી રાખો,

આ દરમિયાન સતત ઊંડા શ્વાસ લો અને છોડો. આ પ્રયોગ દરમિયાન કોઇપણ પ્રકારના વિચારોને મનમાં ના આવવા દો.

વૈજ્ઞાનિક આધાર:


મીઠું સોડિયમ અને કલોરાઇડનું મિશ્રણ હોય છે.સોડિયમ ક્લોરાઇડના આ મિશ્રણની આ વિશેષતા છે કે આ દિવસભરના કામ-કાજ દરમિયાન શરીરમાં રહેલી નેગેટિવ એનર્જીને શોષીને વ્યક્તિને પુરી રીતે તણાવ મુક્ત કરી દે છે.

આ પ્રયોગના પત્યા બાદ તમે જોઇ શકશો કે તમારું બધો શારીરિક અને માનસિક તણાવ ઉતરી ગયો હશે અને તમે ફરી કામ કરવા માટે રિચાર્જ હશો.

આ પ્રયોગનો બીજો કીમતી લાભ એ છે કે તમને ઘેરી અને સરસ ઊંઘ આવશે.

સૌંદર્યમાં નિખાર લાવવા માટેનાં આ છે સૌથી અસરકારક નુસખા




સૌદર્ય નિખાર માટે આવતા વિવિધ બ્યુટી પ્રોડક્ટસ લાંબાગાળે ત્વચાને નુકસાન કરે છે.
- સૌંદર્યમાં પ્રાકૃતિક નિખાર અને નરમાશ જાળવવા માટે મુલતાની માટીનાં પ્રયોગથી સરળ અને અસરકારક કોઇ ઉપાય નથી.

જો તમે મોંઘા બ્યુટી પ્રોડક્ટસ, શેમ્પુ, તેલનો ઉપયોગ કરી થાકી ગયા હોય, છતાંય તમને તેનો જોઇએ તેવો ફાયદો ના થયો હોય તો એકવાર ચોક્કસ મુલતાની માટીનો ઉપયોગ કરીને જુઓ. આયુર્વેદમાં કહેવાય છે કે મુલતાની માટી એ સૌંદર્યનો ખજાનો તો છે જ, પણ તે સાથે નેચરલ કંડીશનરની સાથે તે બ્લીચ પણ છે.



 આવો, જાણીએ સૌંદર્યને નિખારવા માટેનો સૌથી સરળ અને આયુર્વેદિક નુસખાઓ.

- અડધી ચમચી સંતરાનો રસ લઇ તેમાં 4-5 ટીપાં લીંબુનો રસ, અડધી ચમચી મુલતાની માટી, અડધો ચમચી ચંદન અને થોડા ટીપાં ગુલાબ જળનાં - આ બધાને મેળવીને તેને થોડી વાર (5 મિનિટ) માટે ફ્રીજમાં રાખી દો. તેને મોં પર લગાડીને 15- 20 મિનિટ રાખો. તેના પછી પાણીથી મોં ધોઇ લો. તૈલી ત્વચા માટે આ સૌથી સારો ઉપાય છે.

-જો તમારી ત્વચા ડ્રાય હોય, તો કાજુને આખી રાત દુધમાં પલાળીને રાખો અને સવારે બારીક પીસેલી મુલતાની માટી અને મધનાં અમુક ટીપાં મેળવીને તેને સ્ક્રબ કરો.

- જો ખીલની સમસ્યા રહેતી હોય તો મુલતાની માટી એ સૌથી અસરકારક ઉપાય છે, કારણ કે મુલતાની માટી ચહેરાનાં તેલને ચુસી લે છે, જેનાથી ખીલ સુકાઇ જાય છે.

- તૈલીય ત્વચા માટે મુલતાની માટીમાં દહીં અને ફુદીનાનાં પાનનો પાવડર મેળવીને તેને અડધો કલાક રહેવા દો, પછી તેને સારી રીતે મિક્સ કરી ચહેરા અને ગરદન પર લગાડો. સુકાઇ જવા પર નવશેકા પાણીથી ધોઇ લો. તૈલી ત્વચાને ચીકાશ રહિત રાખવા માટે આ સૌથી અસરકારક નુસખા છે.

- મુલતાની માટીને એક વાટકી પાણીમાં પલાળી લો. બે કલાક બાદ જ્યારે મુલતાની માટી પુરી રીતે પલળી જાય. ત્યારે આ લેપને સુકા વાળમાં લગાડીને હળવા હાથથી વાળમાં ઘસો. પાંચ મિનિટ સુધી આમ કરો. જો ઠંડી હોય તો નવશેકા પાણીમાં અને ગરમીઓ હોય તો ઠંડા પાણીથી માથું ધોઇ લો.

ડૉક્ટર અને દવાને આપો તિલાંજલી, અપનાવો હવે 5 કિમિયા

છોકરાઓની ફી ટેલિફોન-વીજળી ખર્ચ,દુધવાળાનો હિસાબ... મહિનાના આ બધા ખર્ચા સાથે હવે એક નવા ખર્ચા જોડાતા જાય છે. સમસ્યા એ છે કે આ ખર્ચાઓ દિવસે ને દિવસે વધતાં જાય છે. કોઇ સુવિધા અને સાધનના બદલામાં કોઇ ખર્ચો કરીએ તો , પણ હજી ઠીક વાત છે.
પણ તકલીફ અને હેરાનગતિ સાથે નાણાં પણ ખર્ચવા પડે એ માટે અફસોસ અને દુખ ચોક્કસ થાય.

પ્રદુષિત હવા,પાણી અને ભોજન સાથે જીવન વિતાવવાની મજબુરીના પગલે આજે લગભગ જ કોઇ એવી વ્યક્તિ હશે જે દવા- દારૂ વગર કે ડોક્ટરી સલાહથી પુરી રીતે ફીટ હોય.

પરંતુ આવા કેટલાક ઉપાયો છે કે જે નિયમિત દિનચર્યામાં સમાવેશ કરી વ્યક્તિ પોતાની રોગ -પ્રતિકારક શક્તિને કંઇ એ રીતે વધારે છે કે એની પર કોઇ બીમારીની અસર ના થાય. આવો જાણીએ આ ઉપાય...

- ત્રિફળા જે આમળા,હરડે અને બહેડા નું સંયુક્ત રૂપ છે એને પ્રતિદિન સુતા સમયે નવશેકા પાણી સાથે લેવું જોઇએ. આ એક દિવ્ય રસાયણ છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને ખુબ જ વધારે છે. રોજ તુલસીના 5 પત્તાં ચાવવાથી અને બે - ચાર લીમડાંના પાનની કુંપળ ખાલી પેટે લેવાથી શરીરને રોગો સામે લડવાની ક્ષમતા વધે છે.

- ફણગાવેલા કઠોળ અને સલાડનું નિયમિત સેવન કરો.

- સવારની તાજી હવામાં બે-ચાર કિ.મી મોર્નિંગ વૉક કરો.

- અમુક પસંદગી વાળા પ્રાણાયામ પોતાની દિનચર્યામાં સમાવિષ્ટ કરો.

નીખરશે તમારો ચહેરો 30 દિવસમાં, માત્ર આ 5 ટીપ્સથી



ઉજાસ અને નિખારને હંમેશાથી પ્રશંસાને પાત્ર હોય છે.ઘણીવાર જોતા હોઇએ છે કે લોકો પોતાના શ્યામ રંગથી નાખુશ હોય છે.

શ્યામ રંગ કયારેક કેરિયરમાં અડચણ લાવે છે તો ક્યારેક લગ્નમાં.

મોટાભાગના લોકો પોતાના જીવનસાથી ઉજળા વાનનાં હોય એવું પ્રિફર કરતા હોય છે.


1. એક બાલદીમાં ઠંડા અથવા નવશેકા પાણીમાં લીંબુ રસ મેળવી ગરમીઓમાં અમુક મહિના સુધી નાહવાથી ત્વચાનો રંગ નીખરે છે.(આ વિધીને કરવાથી ત્વચા સંબંધી ઘણા રોગ મટી જાય છે)

2. આમળાનો મુરબ્બો રોજ એક નંગ ખાવાથી બે –ત્રણ મહિનામાં રંગ નિખરવા લાગે છે.

3. ગાજરનો રસ અડધો ગ્લાસ ખાલી પેટે સવાર –સાંજ લેવાના એક મહિનામાં રંગ નીખરવા લાગે છે.

4. રોજ સવાર –સાંજ જમ્યા બાદ થોડી માત્રામાં વરિયાળી ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચાનો રંગ બદલાઇ જાય છે.

5. રાતે સુવાના પહેલા નવશેકા પાણીની સાથે નિયમિત રૂપે ત્રિફળા ચુર્ણનું સેવન કરો.

બેડરૂમમાં છોડ ના રાખો તેથી થાય છે...

ઘરની સજાવટ કરતી વખતે મોટાભાગના લોકો વિશેષ રૂપે પોતાના બેડરૂમની સજાવટનું ધ્યાન રાખે છે. બેડરૂમ જ એ જગ્યા હોય છે જ્યાં દિવસભરની ભાગ- દોડ બાદ પણ આરામ મળે છે.એટલે આ જરૂરી છે કે સજાવટનું વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવે છે.
વર્તમાનમાં બજારમાં એવા ઘણા પ્રકારના સજાવટના છોડ હોય છે જે ઘરની સુંદરતામાં અભિવૃદ્ધિ કરી દે છે,

એટલે જ લોકો પોતાના બેડરૂમના ઇંટીરિયર વખતે છોડના ઉપયોગનું પણ ધ્યાન રાખે છે.પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ જોઇએતો બેડરૂમમાં છોડ લગાવવા યોગ્ય નથી.

વિશેષ રીતે કાંટાળા છોડ જેવા કે ક્રેકટ્સ,ગુલાબ વગેરેને અશુભ માનવામાં આવે છે.

જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો રૂમમાં સુતી વખતે ત્યાં કોઇપણ પ્રકારનો છોડ રાખવો જોઇએ નહી.કારણકે રાતના સમયે છોડની શ્વાસ લેવાની ક્રિયા વિપરીત હોય છે. છોડ રાતે ઑક્સિજન ગ્રહણ કરે છે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે.

જ્યારે દિવસમાં આ પક્રિયા ઊંધી હોય છે. આ જ કારણથી આપણી આસપાસના છોડ રહેવાથી બીમારીઓ થવાની સંભાવના રહે છે.

એટલે જ તો આપણે જ્યાં સુઇએ છીએ ત્યાં છોડ રાખવા ના જોઇએ.આપણે કોઇ બીમાર વ્યક્તિના રૂમમાં તાજા ફુલ રાખીએ છીએ પણ રાતના સમયે આવા ફુલોને રૂમમાંથી દુર કરવું વધુ હિતકારી છે.

ગૅસ,કબજિયાત અને મો ના છાલાને હવે કહો બાય -બાય..


ખાન-પાનની અનિયમિતતા, ફાસ્ટફુડ અને જંકફુડનું વધતુ પ્રમાણ,બદલાતી જીવનશૈલીને કારણે આજે લગભગ દરેક પેટ સંબંધી સમસ્યાથી પીડિત છે,

વળી કહેવાય છે કે પેટના રોગ એ દરેક રોગોનું મૂળ હોય છે. એટલે જ તો માથું જો જીવનનું કેન્દ્ર છે તો પેટ એ સ્વાસ્થયનું કેન્દ્ર છે.

અનિયમિત ખાનપાન અને અનિશ્ચિત દિનચર્યાના કારણે પેટની કોઇ ને કોઇ સમસ્યા હોવી એ જાણે સામાન્ય વાત બનતી જાય છે.

પેટમાં ગેસ થવો, કબજિયાત થવી અને મોં માં છાલા થવા એને નાની વાતો સમજી અવગણો નહી ક્યારેક આવી નાની વાતો પણ જીવલેણ સાબિત થઇ શકે છે

આવો આ સમસ્યાઓથી અપનાવો આ કેટલાક ઘરેલુ અને આયુર્વેદિક નુસખા..

- પાકેલા બેળ ફળનું યોગ્ય રીતે સેવન કરો.

- હિંગાષ્ટક ચુર્ણ,જે બજારમાં તૈયાર મળે છે એને ખાધા બાદ યોગ્ય માત્રામાં લો.

- ભોજનમાં લીલા શાક અને સલાડનું સેવન કરો.ચા,મરી-મસાલા, પચવામાં ભારે ચીજોથી દુર રહો.

- ભોજન કર્યા બાદ વજ્રાસનમાં બેસો. રાત્રિ વખતે જમણા પડખે સુવો.

- દરરોજ સવારે 2 થી 3 કિ.મી મોર્નિગ વૉક કરો.

તેજ યાદશક્તિ મેળવવા માટે હવે માત્ર 3 ટિપ્સ


આજકાલ સારા ખાન-પાન ના હોવાને કારણે અને ખાન –પાન પ્રત્યે વાપરવામાં આવતી બેદરકારીને આજની પેઢીને સ્વાસ્થય સંબંધી તકલીફો જેમ કે નબળાઇ વગેરેથી હેરાન થાય છે,

વળી કામનું ભારણ,વધતી સ્પર્ધા અને ખાન –પાનનું અસંતુલન એના કારણે ભુલવાની બીમારી પણ પીડાય છે. કારણકે આયુર્વેદમાં આ બીમારીઓને દુર કરવાના સરળ ઉપાય છે.

1 . સાત બદામને રાતે પલાળીને સવારે તેની છાલ ઉતારી બારીક ભુકો કરી લો.આ પેસ્ટને લગભગ 250 ગ્રામ દુઘમાં નાખીને ત્રણ ઉભરા લાવો.

આના પછી તેને નીચે ઉતારી એક ચમચી ઘી અને બે ચમચી ખાંડ મેળવી ઠંડુ કરી પી લો. 15 થી 20 દિવસ આમ કરવાથી યાદશક્તિ તેજ થાય છે.

2. પલળેલી બદામને કાળી મરી સાથે પીસી લો અને તેને ખુબ ચાવીને ખાઓ,તે ઉપર નવશેકું દુધ પી લો.

3 . દરરોજ એક ચમચી શંખપુષ્પીના ચુર્ણને દુધ કે ખાંડ સાથે ત્રણથી ચાર અઠવાડિયા સુધી લો.

વિશેષ – માથાનું દર્દ, આંખોની નબળાઇ, આંખોથી પાણી આવવું, આંખોમાં દર્દ થવું આ રોગોમાં આ વિધિ લાભદાયક છે.

આજકાલ સારા ખાન- પાન ના હોવાને કારણે યાદશક્તિ નબળી થવી એ સામાન્ય સમસ્યા થતી જાય છે,પણ હવે મુંઝાશો નહી.

તે માટે અપનાવો આ સરળ ઉપાય જેનાથી તેજ યાદશક્તિ સાથે તમે દુનિયા જીતી શકશો.

Wednesday, 28 September 2011

નવરાત્રી દરમિયાન ગરબાના ખેલૈયાઓ માટે ખાસ ડાયટ પ્લાન(Diet Plan)

નવ દિવસના ઉજાગરા અને ગરબા રમવાનો થાક ક્યાંક શારિરીક નબળાઇ ન લાવે તે ધ્યાન રાખવુ ખુબ જરૂરી છે. ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના ફુડ એન્ડ ન્યુટ્રિશીયન ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો.કોમલ ચૌહાણ અને લેક્ચરર ડો.હેમાંગીની ગાંધીએ ખાસ ગરબાના ખેલૈયાઓ માટે ડાયેટ પ્લાન તૈયાર કર્યો છે.
  • યુનિ.ના ફુડ એન્ડ ન્યુટ્રિશીયન ડિપાર્ટમેન્ટનનું રસપ્રદ સંશોધન
  • ૩ કલાકના ગરબામાં ખેલૈયા ૧૦ કિલોમીટર પુરા કરે છે
તેઓએ જણાવ્યુ હતુ કે શારિરી ક્રિયાઓને ત્રણ પ્રકારમા વહેંચવામા આવે છે.એક પ્રકાર છે લાઇટ એટલે રોજીંદી પ્રવૃતિ જે થાય તે આ પ્રકારમા આવે છે. બીજો પ્રકાર છે મોડરેટ એટલે કે મધ્યમ કક્ષાની શારીરિક પ્રવૃતિઓ. જેમ કે જોગીંગ, રનિંગ અને સાયકલિંગ આ કક્ષામાં આવે છે. જ્યારે ભારે માત્રામા કરાતી કસરતો અથવા તો મજુરી જેવા કામો ત્રીજા પ્રકારમાં આવે છે જેને હેવી કહેવાય છે.
ગરબા મોડરેટમાં આવે છે. એક અંદાજ મુજબ વડોદરાના ગરબા ગ્રાઉન્ડોની સાઇઝ જોતા એક યુવતી ગરબા રમતી વખતી એક કલાકમાં ૩ થી પ કિ.મી.નુ અંતર કાપે છે. જો તે ૩ કલાક જેટલા ગરબા રમે તો સરેરાશ તે ૧૦ કિ.મી.નુ અંતર સ્લો રન દ્વાર પુરુ કરે છે તેમ કહી શકાય. હવે આ દરમિયાન તેને દર ૧૦ મિનીટે ૪૦ કિલોકેલરીની જરૂર પડે એટલે કે કલાકમાં ૧૫૦ અને ૩ કલાકમા ૪૫૦ કિલોકેલરી જોઇએ. વાત માત્ર કેલરીથી નથી અટકતી પરંતુ ગરબા રમવા દરમિયાન શરીરમાંથી પાણી પણ પરસેવા રૂપે ઉડી જતુ હોવાથી શરીરમાં પાણીની ઘટ પણ સર્જાય છે.
એટલે નવરાત્રીના ડાયેટમા બે બાબતો ખાસ ધ્યાનમા રાખવી જોઇએ. એક તો ભરપુર પ્રોટીનવાળો ખોરાક લેવો અને પુષ્કળ માત્રામા પાણી અથવા તો જ્યુશના રૂપમા પ્રવાહી લેવુ. ગરબા મેદાનો પર મળતા સમોસા, આઇસ્ક્રીમ, સોફ્ટ ડ્રિંક, ભજીયા-ભુસુ, પીઝા, બર્ગર અને ચાઇનિસ જેવી વાનગીઓથી દુર જ રહેવુ. હા પાપડીનો લોટ, મકાઇની ભેળ, ચના જોર ગરમ અને ફ્રુટ જ્યુસને ચોક્કસ લઇ શકાય.
ઉપર જણાવેલ કેલેરીનુ પ્રમાણ સ્વસ્થ અને ઉંચાઇ પ્રમાણે નિયત વજન ધરાવતા યુવક યુવતીઓ માટે છે.એટલે મેદસ્વી લોકોએ બની શકે તેટલુ પ્રવાહી પર આધાર રાખવો જ્યારે શારીરિક નબળા અથવા તો પતલા લોકોએ પ્રોટીન યુક્ત આહાર વધુ માત્રામા લેવો.

ડાયેટ પ્લાન-નવરાત્રીમાં રોજ શું ખાશો?

નવરાત્રીમા દિવસ દરમિયાનનો ડાયેટ પ્લાન નીચે મુબજ છે. જેમા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે
* ૬ થી ૮ રોટલી અથવા ૪ ભાખરી કે ૩ પરાઠા
* ૩ વાટકી દાળ, ૧ વાટકી ભાત, ૨ વાટકી શાકભાજી
* ઘી-તેલ વધુમાં વધુ ૫ ચમચી
* દુધ - ૫૦૦ એમએલ - બે ગ્લાસ
* દહી, છાસ, લિંબુ પાણી એક ગ્લાસ(વધુ પણ લઇ શકાય)
* પાણી ૧થી ૨ લિટર
* બે ફ્રુટ કોઇ પણ
આ ઉપરાંત પુરતી ઉંઘ જરૂરી છે. ગરબા રમતા એક કલાક પહેલા ૫૦૦ થી ૬૦૦ એમએલ પ્રવાહી લેવુ, ગરબા દરમિયાન ૧૫થી ૨૦ મિનીટે ૧૫૦ થી ૨૦૦ એમએલ પ્રવાહી લેવું અને ગરબા પુરા થયા બાદ પિવાય તેટલુ પ્રવાહી પીવું. ખાસ તો સાદા પાણી કરતા લિંબુપાણી, મોસંબી-સંતરાનો જ્યુસ જેવા ફ્રુટ જ્યુસનો ઉપયોગ કરાય તો વધુ સારૂ.

તમારું હૃદય સ્વસ્થ છે તેની તમને કેવી રીતે ખબર પડે?

 
વિશ્વ હૃદય દિવસ : આગામી બે વર્ષમાં વિશ્વના ૬૦ ટકા દર્દી આપણા દેશમાં જ હશે. આવા સંજોગોમાં આપણું હૃદય સ્વસ્થ છે કે કેમ તે જાણવાનો પડકાર છે. છેલ્લા એક વર્ષમાં હૃદયરોગનું નિદાન અને તેની સારવાર અંગે વિશ્વના અલગ-અલગ દેશોમાં થયેલા મહત્વનાં સંશોધન અંગે એક અહેવાલ :

તપાસ : નવી ટેક્નોલોજી સીધો રોગ માલૂમ કરશે, અત્યંત સૂક્ષ્મ બીમારી પણ સ્પષ્ટ થઈ જશે

 
વિશ્વ હૃદય દિવસ : આગામી બે વર્ષમાં વિશ્વના ૬૦ ટકા દર્દી આપણા દેશમાં જ હશે. આવા સંજોગોમાં આપણું હૃદય સ્વસ્થ છે કે કેમ તે જાણવાનો પડકાર છે. છેલ્લા એક વર્ષમાં હૃદયરોગનું નિદાન અને તેની સારવાર અંગે વિશ્વના અલગ-અલગ દેશોમાં થયેલા મહત્વનાં સંશોધન અંગે એક અહેવાલ :

તપાસ : નવી ટેક્નોલોજી સીધો રોગ માલૂમ કરશે, અત્યંત સૂક્ષ્મ બીમારી પણ સ્પષ્ટ થઈ જશે

૧. ન્યૂક્લીયર સ્ટ્રેસ ટેસ્ટ
ખૂબ જ થોડી માત્રામાં રેડિયોએક્ટિવ પદાર્થ હાથમાં ઈન્જેકટ કરવામાં આવે છે, જેને ટ્રેસર કહેવાય છે. તે થોડી જ વારમાં હૃદયમાંથી પસાર થઈ જાય છે. આ દરમિયાન છોડવામાં આવેલા ક્ષ-કિરણોના રીડિંગ વિશેષ કેમેરામાં કેદ કરી લેવાય છે. તેનાથી હૃદયનું સૂક્ષ્મ પરીક્ષણ કરાય છે. તેને થેલિયમ ટેસ્ટ અથવા સિસ્ટમી ટેસ્ટનાં નામથી ઓળખાવાય છે. જોકે આ રિસર્ચ હજી પ્રાથમિક તબક્કામાં છે.

કોણે ટેસ્ટ કરાવવો જોઈએ

જે લોકોને છાતીમાં દુખાવો થતો હોય તેમણે. લાંબા સમયથી ગભરાટ થઈ રહી હોય કે હૃદયની બીમારીનું જોખમ હોય. ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ આ ટેસ્ટ કરાવવો ન જોઈએ.

૨.પીઈટી સ્કેન

પીઈટી એટલે પોઝિટ્રોન એમશિન ટોમોગ્રાફી. આ ટેક્નોલોજીથી હૃદયની થ્રી-ડી તસવીર બનાવાય છે, જેનાથી તેમાં અગાઉ આવેલા હૃદયરોગના હુમલાની અસર તપાસાય છે. હૃદયના સ્નાયુઓની સ્થિતિ કેવી છે તે માલૂમ કરાય છે. હૃદયરોગના હુમલાને કારણે હજી પણ ધમનીઓમાં બ્લોકેજની તપાસ કરી શકાય છે.

કોણે ટેસ્ટ કરાવવો જોઈએ

હૃદયરોગથી પીડિત ગંભીર દર્દીને પીઈટી કરાવવાની સલાહ અપાય છે. આ ટેક્નોલોજીથી ન્યૂકલીયર સ્ટ્રેસ ટેસ્ટિંગ કરતાં વધારે સ્પષ્ટ તસવીર બનાવાય છે. પરંતુ તેમાં પણ ગર્ભવતી ને સ્તનપાન કરાવતી મહિલાઓને આ ટેસ્ટ કરાવવાની સલાહ અપાતી નથી.

૩. કાર્ડિયાક એમઆરઆઈ

કોઈપણ પ્રકારના રેડિયેશન વિના ચુંબક મારફતે હૃદયનું પરીક્ષણ કરાય છે. આ પણ મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(એમઆરઆઈ) ટેક્નોલોજી છે, પરંતુ તેનાથી હૃદયમાં લોહીનો પ્રવાહ, દબાણ, હૃદયના સ્નાયુઓની સ્થિતિનું પરીક્ષણ શક્ય બન્યું છે. આ ટેક્નોલોજીથી હૃદય સંબંધિત જન્મજાત ખામીઓ માલૂમ થઈ શકે છે. જેમને હૃદયરોગનું વારસાગત જોખમ હોય તેમને માટે આ ટેસ્ટ વધારે અસરકારક નીવડે છે.

૪. કાર્ડિયાક એમઆરએ

આ મેગ્નેટિક રેઝોનન્સ એન્જિયોગ્રામ, જે એન્જિયોગ્રાફીનું નવું સ્વરૂપ છે. એન્જિયોગ્રાફીમાં એક સ્ટેન ડાઈ શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે અને પછી કેથેટરને પણ ઈન્જેક્ટ કરીને હૃદયનું સ્કેનિંગ કરવામાં આવે છે. કાર્ડિયાક એમઆરએમાં કેથેટર ઈન્જેકટ કરવાની જરૂર નથી.

કોણે આ ટેસ્ટ ન કરાવવા

ગર્ભવતી મહિલાઓ ઉપરાંત મેદસ્વી(જાડા) વ્યક્તિને ચુંબકીય પરીક્ષણ ન કરાવવાની સલાહ અપાય છે. જે વ્યક્તિનાં શરીરમાં ધાતુની કોઈ વસ્તુ લગાવાઈ હોય(જેમ કે ફ્રેકચર પછી પ્લેટ વગેરે) તેમને આ ટેસ્ટ ન કરાવવાની સલાહ અપાય છે.

૫. ઈસીજી, ટ્રેડમિલ ટેસ્ટ : પરંપરાગત પરીક્ષણ

ઈકોકાર્ડિયોગ્રામ(ઈસીજી) અને ટીએમટી હૃદય પરીક્ષણના સૌથી સરળ વિકલ્પ છે. હૃદયની ગતિને સૌપ્રથમ આરામની સ્થિતિમાં રેકોર્ડ કરાય છે. ત્યારબાદ તેને ટ્રેડમિલ પર ઊભા રાખીને દર્દીની છાતી, ખભા અને કમર પર ઈલેક્ટ્રોડ ચીપકાવાય છે. ટ્રેડમિલની અલગ-અલગ સ્પીડ રાખીને અલગ-અલગ ઈલેક્ટ્રોડ દ્વારા કરવામાં આવેલા રેકોર્ડિંગ હૃદયની અલગ-અલગ સ્થિતિ બતાવે છે. ત્રણ ભાગમાં આ રેકોડિ·ગ ટ્રેડમિલ મોનિટર પર દેખાય છે.

આ બન્ને પરીક્ષણનાં પરિણામ હૃદયની અસામાન્ય સ્થિતિને સ્પષ્ટ કરી દે છે, પરંતુ સમસ્યા હૃદયમાં કઈ જગ્યાએ છે અને શા માટે છે તે સ્પષ્ટ થતું નથી.

સારવાર : ઓપન હાર્ટની જરૂરિયાત નથી, સારવારની નવી રીતથી દર્દ પણ નથી થતું.

૧. ડ્રગ એલ્યુટિંગ બલૂન

નવી દિલ્હી : ડ્રગ એલ્યુટિંગ બલૂન(ડીઇબી) પહેલાંથી પ્રચલિત ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ(ડીઇએસ) ટેકનિકથી વધુ અસરકારક અને ૪૦ ટકા સસ્તી સારવાર છે. મેદાંતા હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના પ્રમુખ પ્રવીણ ચંદ્રાના જણાવ્યા અનુસાર, ડીઇબી ગુબ્બારા જેવું હોય છે. તેને બંધ ધમનીની અંદર પહોંચાડવામાં આવે છે. અંદર પહોંચ્યા પછી ૩૦ સેકન્ડમાં તે ફૂલી જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ બરાબર થઈ જાય છે. તે પછી દર્દીને દવા લેવાની જરૂર નથી પડતી. આ પદ્ધતિથી બ્લડ કલોટિંગની શંકા પણ રહેતી નથી.

૨. ઇસીજી-સીટી

ન્યૂયોર્ક : અસામાન્ય હૃદયની ગતિથી પીડાતા વિશ્વભરના કરોડો દર્દીઓ માટે એક સારા સમાચાર એ છે કે હવે ઇસીજી અને સીટીનું મિશ્રણ કરીને એવી ટેકનિક તૈયાર કરાઈ છે જે વ્યક્તિના?દયના ધબકારાની સાચી તસવીર સામે લાવે. સેન્ટ લુઇસના યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં અસામાન્ય હૃદયની ગતિ ધબકારા)ના કારણે પ્રતિવર્ષ ૭૦ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.

૩. ત્વચાથી બન્યું હૃદય

સિંગાપોર : નેશનલ હાર્ટ સેન્ટર સિંગાપોરે ત્વચાની કોશિકાઓમાંથી ?દયની કોશિકાઓ બનાવવામાં સફળતા મેળવી છે. ?દય પ્રત્યારોપણ સમયે આ કોશિકાઓનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે હાર્ટફેઇલ થવાની શક્યતા ઓછી રહે છે. એનએચસીએસના સહાયક પ્રાધ્યાપક ફિલપિ વોંગના જણાવ્યા અનુસાર આ સ્ટેમ સેલ ટેકનિકમાં મોટું પરિવર્તન લાવશે.

૪. સ્ટેમ સેલ થેરપી

લંડન : સ્ટેમ સેલ ટેક્નોલોજીથી સ્ટેમ સેલને રક્તવાહિનીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. આ સ્ટેમ સેલ નુકસાનગ્રસ્ત ?દયમાં માંસપેશીઓ અને રક્તવાહિનીઓનું ફરી નિર્માણ કરે છે. તેનાથી દર્દી બીજાની સ્ટેમ સેલથી કામ ચલાવી શકે છે. હાર્ટ એટેકના ૧૨ કલાક બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તેનાથી ભવિષ્યમાં હાર્ટ ડેમેજની શક્યતા ઓછી રહે છે.

-->>>સ્વસ્થ હૃદય માટે સંતુલિત ભોજન અને નિયમિત વ્યાયામ જરૂરી છે

-૨.૭ લાખ મૃત્યુ હૃદયરોગથી થાય છે દર વર્ષે ભારતમાં
-૨૫ ટકા મૃત્યુ હૃદય સંબંધી રોગોથી થઇ રહ્યા છે
-૧.૭કરોડ લોકો વિશ્વમાં હૃદય સંબંધી રોગોને કારણે મોતના મૂખમાં ધકેલાઇ રહ્યા છે.
-૩૬ ટકા મૃત્યુ ૨૦૩૦ સુધી દેશમાં હૃદય રોગથી થશે
-૫ માંથી અક મૃત્યુ દેશમાં હૃદય રોગને કારણ થાય છે.

કોઈ પણ દુઃખાવો દૂર કરવાનો છે આ એક સુંદર ઈલાજ!

 
દુઃખાવા માટેના આ સૌથી અકસીર ઈલાજ માટે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી

આપણને સૌ હસવાના અમુક ફાયદા જાણીએ છીએ, પણ ખરેખર હસવું એ આપણા સૌના આરોગ્ય માટે હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. બ્રિટનના જાણીતા ઈવોલ્યુશનરી બાયોલોજિસ્ટ પ્રોફેસર રોબિન ડન્બરે તાજેતરમાં એ વિષય ઉપર અભ્યાસ કર્યો હતો કે કોમેડી વીડિયો જોયા પછી કેટલા પ્રમાણમાં હાસ્ય સર્જાય છે અને તેની કેટલી અસર થાય છે.

 
દુઃખાવા માટેના આ સૌથી અકસીર ઈલાજ માટે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી

આપણને સૌ હસવાના અમુક ફાયદા જાણીએ છીએ, પણ ખરેખર હસવું એ આપણા સૌના આરોગ્ય માટે હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. બ્રિટનના જાણીતા ઈવોલ્યુશનરી બાયોલોજિસ્ટ પ્રોફેસર રોબિન ડન્બરે તાજેતરમાં એ વિષય ઉપર અભ્યાસ કર્યો હતો કે કોમેડી વીડિયો જોયા પછી કેટલા પ્રમાણમાં હાસ્ય સર્જાય છે અને તેની કેટલી અસર થાય છે.

આ અભ્યાસ અંતર્ગત પ્રોફેસર ડન્બરે લોકોની દુઃખ સહન કરવાની ક્ષમતા ઉપર પણ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં એ વાત સામે આવી હતી કે જે લોકો હમેશા પોતાના ચહેરા પર હાસ્ય રાખે છે તેમની પીડા સહન કરવાની ક્ષમતા વધારે સારી હોય છે.

આ અભ્યાસમાં જે લોકોને કમરના કે સાંધાના દુઃખાવા હોય તેમને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. 1000 જેટલા લોકોમાંથી અમુકને ફની વીડિયો જોઇને બેસાડવામાં આવ્યા હતા અને કેટલાંકને આવો કોઈ પ્રકારનો વીડિયો જોયા વગર બેસાડવામાં આવ્યા હતા. અમુક સમય પછી જે લોકો ફની વીડિયો જોઈને બેઠા હતા તેમના ચહેરા પર એટલી પીડા નહોતી દેખાતી જેટલી અન્યના ચહેરા ઉપર દેખાતી હતી.

Monday, 26 September 2011

સ્વસ્થ શરીર, તેજ દિમાગ અને શક્તિશાળી મન




મુદ્રાઓમાં અક્ષ્વિની મુદ્રા અને યોગમાં પ્રાણાયામ લાંબી ઉંમર માટે 100 ટકા સારી વિદ્યાઓ છે.પ્રાણાયામને બધે ઉપલબ્ધ અમ્રુતની ઓળખાણ આપવામાં આવી શકે છે.આ બ્રમ્હાંડમા સહજ-સુલભ થઈને માત્ર લાભકારી થવાની કોઇ ક્રીયા હોય તો તે છે પ્રાણાયામ.

આના ઉપીયોગથી શારીરિક ઉર્જાની વ્રુધ્ધી, રોગ પ્રતિરોધ ક્ષમતામાં વધારો,અધ્યાત્મિક અનુભુતિ,માનસિક વિકારોનુ સમાપન અનેક આવા લાભ પ્રક્રુતિના આવા વરદાનથી મળી શકે છે.આ યોગિક ક્રીયામાં આવશ્યક્તા માત્ર સમય અને લગનની રહે છે,જેની જરૂરત પણ સામાન્ય રીતે શરુઆતમાં વધારે હોય છે.

થોડા સમય પછી આના લાભ અને જ્ઞાનનો અનુભવ ,આને કરવાવાળા પર એટલી અસર કરે છે કે પછી આને છોડવાનુ મન બનાવવુ એ ભગવાનનો પ્રકોપ અથવા દુર્ભાગ્યના સુચક અતિરિક સંભવ નથી.નહીતર વગર કોઇ કીંમત ચુકાવ્યા વગર મળવાવાળુ આ સર્વ સુલભ અમ્રુતને મેળવવામાટે કોઇ પ્રયાસ ન કરવો એ માણસનુ દુર્ભાગ્ય નથી તો શું છે?

સ્ટ્રેસફૂલ લાઈફ (Stressful life): શરીર રિલેક્સ કરો, લાઈફમાં રહો મસ્ત

આજે મોટાભાગના લોકોને બોડી સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. પર્યાપ્ત ઊંઘ અને આરામના અભાવે તે સમસ્યા દરેકમાં જોવા મળે છે. તેનાથી બચવા માટે એકમાત્ર સટિક ઉપાય છે. યોગાથી સ્ટ્રેસ તો દૂર થાય છે જ સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સ્ટ્રેસ દૂર કરવા માટે શૈથિલ્ય આસન કરવું.

સમતળ સ્થાન પર ચાદર પાથરીને બેસી જવું. બંને પગ સામે પહોળા કરીને રાખવા. શરીરને સીધું કરવું અને તણાવમુક્ત કરવું. પહેલા ડાબા પગને ઘુંટણથી વાળીને જમણા પગના તળીયા સુધી જાંધ સુધી ખેંચીને વાળવા. હવે ડાબા પગના ઘુંટણને બહારની બાજુ વાળવો અને તેની એડીને નિતંબ સુધી વાળવાનો પ્રયત્ન કરવો. હવે તમારા શરીરને ડાબી બાજુ વાળો અને બંને હાથને ડાબા ઘુંટણ તરફ વાળો.


શ્વાસ ભરતા જ પોતાની બાજુને મસ્તિષ્કની ઉપર લેવી, બાજુ સીધી રાખવી અને શ્વાસ છોડતા બાજુ તથા શરીરને જમણા ઘુંટણના સિદ્ધાંતમાં આગળ તરફ વાળવો. શ્વાસ સામાન્ય રાખવો. આ રીતે મૂળ સ્થિતીમાં આવ્યા બાજ બાજુને સીધી કરવી. બાજુ અને શરીરને એક સાથે એક સિદ્ધાંતમાં લાવતા પ્રારંભિક સ્થિતિમાં આવવું. શ્વાસ છોડતા બંને બાજુને તથા ડાબા ઘુંટણની સિદ્ધાંતમાં નીચે લંબાવવું. બંને હાથને ફરીથી ડાબા ઘુંટણ પર રાખવા. આ રીતે 2-3 વાર કરવાથી શૈથિલ્ય આસનનો અભ્યાસ કરવો. પગની સ્થિતિને બદલીને ઘુંટણને વાળીને 2-3 વાર આ આસન કરવું.

શૈથિલ્ય આસન કરવાથી કરોડરજ્જુના હાડકા અને માંસપેશીઓમાં ખેંચાણ વધે છે. તેનો નિયમિત અભ્યાસ કરવાથી શિથિલતા આવી જાય છે. શક્તિ પણ વધે છે. જાંધની પેશીઓ મજબૂત થાય છે અને કુલાના વળાંકોમાં શિથિલતા આવે છે. આ રીતે તેની વધારે પડતી ચરબી પણ ઓછી થઈ જાય છે.

આસન માટે સાવધાની

જેને કમર, પીઠ કે કરોડરજ્જુના હાડકામાં દર્દ થાય તેણે શૈથિલ્ય આસન ન કરવું જોઈએ.

આયુર્વેદથી જાણો કે કેવી હોય છે તમારી આદતો...?

 
મોટાભાગે આપણા મનમાં એવો સવાલ ઊભો થાય છે કે, ફલાણુ મને સૂટ નથી કરતું કે થતું. આ પ્રશ્ન ખાવા-પીવાથી લઈને આપણા વ્યવહાર, પહેરવેશ, દોસ્ત, પસંદ-નાપસંદ, સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ તથા રોગોની સંભાવનાને જાણવાની જિજ્ઞાસા માટે રહે છે. આયુર્વેદમાં આ બધી જિજ્ઞાસાઓનું સમાધાન ઉપલબ્ધ છે. આયુર્વેદમાં દરેક વ્યક્તિની એક વિશેષ પ્રકૃતિ બતાવવામાં આવી છે.

આ દોષો પ્રમાણે અનુભવી વૈધ નક્કી કરી રોગીની પૂરી જાણકારીની અનુભૂતિ કરી લે છે. કેટલાક લોકો વાત પ્રકૃત્તિના, કેટલાક પિત્ત તથા કેટલાક કફ પ્રકૃત્તિના હોય છે. એમાં સમરૂપથી વાત-કપ-પિત્ત વાળા સ્વસ્થ તથા માત્ર એકલ દો, પ્રકૃત્તિવાળા સદાય રોગી હોય છે. તેથી પ્રકૃત્તિ પ્રમાણે ખાવા-પીવાની સલાહ વૈધ આપે છે. જેમ કે...

-વાત પ્રકૃત્તિવાળા વ્યક્તિને ઠંડુ, હલકુ, રુક્ષ ખાન-પાન, વાતને વધારીને વાત રોગો જેવા કે સાંધાનું દર્દ, કમર દર્દ, સાયટિકા, માથાનો દુઃખાવો વગેરે ઉત્પન્ન કરે છે.

-આ પ્રકારે પિત્ત પ્રકૃત્તિવાળા વ્યક્તિઓને ગરમ, મસાલાયુક્ત, તીખા, ચટપટુ ભોજન લેવાથી હાઇપર એસીડીટી, પીળીયો, તાવ વગેરે રોગો ઝડપથી ઉત્પન્ન થાય છે.

-એવી જ રીતે કફ પ્રકૃત્તિવાળા વ્યક્તિઓને ગળ્યું, ભારે તથા અધ્યધિક ઘી-તેલ- ચરબીવાળો ખોરાક, કફદોષને વધારી ડાયાબિટિસ, મેદસ્વીતા, હૃદયને લગતી વિકૃત્તિ, દમ વગેરે રોગોની સંભાવના વધારે છે. આથી વૈધ પ્રકૃત્તિની વિરુદ્ધ ખાન-પાનની સલાહ આપે છે.

આ પ્રકારે પ્રકૃત્તિના આધારે આપણે વ્યક્તિની પસંદ નાપસંદને જાણી શકીએ છીએ, દ્રડ વાત પ્રકૃત્તિવાળાને વાત પ્રધાન, પિત્ત પ્રકૃત્તિવાળાને પિત્ત પ્રધાન તથા કફ પ્રકૃત્તિવાળાને કફદોષ પ્રધાન ખાન-પાન પસંદ આવે છે.

-એવી જ રીતે વાત પ્રકૃત્તિના વ્યક્તિ અસ્થિર, ચંચળ, ફૂર્તિલો, લાંબો, રૂક્ષ ત્વચા તથા મોટાભાગે શ્યામવર્ણવાળો હોય છે.

-પિત્ત પ્રકૃત્તિવાળો વ્યક્તિ વાતે-વાતે ગુ્સ્સે થઈ જનારો હોય છે.

-કફ પ્રકૃત્તિવાળો વ્યક્તિ સામાન્ય રીતે આરામપ્રિય, મિષ્ઠાનપ્રેમી, મોટાભાગે સ્થૂળ, શાંત, સમજી-વિચારીને કામ કરનાર હોય છે. આવા અકળ પ્રકૃત્તિવાળા લોકો ઓછા જ હોય છે. મોટાભાગના લોકો દ્વંદજ અર્થાત્ દોષ પ્રધાન પ્રકૃત્તિના હોય છે.

આથી આયુર્વેદિક ચિકિત્સા પ્રકૃત્તિનું આકલન કરી ખાવા-પીવા, વ્યવહાર કરવા, દવા લેવાની સલાહ આપે છે. જો તમે પણ જાણવા માંગો છો પોતાની પ્રકૃત્તિને લગતા ગાઢ રહસ્યોને તો આજે જ આયુર્વેદને અપનાવો અને પોતાની પ્રકૃત્તિ નક્કી કરી સ્વસ્થ તથા સુખી જીવવનો આનંદ લો.

આ 5 વસ્તુ ખાઈને તમે પણ બની શકો છો તાકતવાન

કહેવાય છે કે જો સંતુલિત ભોજન કરવામાં આવે તો ક્યારેય બીમારીઓ પાસે નથી ભટકતી. પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે કયું ભોજન કરવાથી વધુ તાકાત મળે છે, તો આવો જાણીએ કે એવી કંઈ પાંચ વસ્તુઓ છે જે તમને તમારા ભોજનમાં સામેલ કરીને તાકતવર કે તાકાતવાન બની શકો.

જામફળ-

અમરૂદ કે જામફળને દિલનો હિરો કહે છે કારમ કે દિલની બીમારીઓને દૂર રાખવા તથા કબજિયાત જેવી સામાન્ય સમસ્યાઓને દૂર કરવામાં તેની કોઈ જ જોડ જડે તેમ નથી. સુગર અર્થાત્ ડાયાબિટસની રોકધામ માટે પણ આ ફળને ઔષધિના રીતે ઉપાયોગમાં લેવામાં આવે છે.

લીલી ફૂલ ગોબી/ ફ્લાવરઃ-

જન્મની સાથે જ થતી બીમારીથી લડવામાં ગોબી ખૂબ જ કારગર સાબિત થાય છે. આ માત્ર આપણામાં રોગપ્રતિકારક શક્તિ જ નથી વધારતી પણ હાડકાંને પણ મજબૂત બનાવવામાં ગજબની ક્ષમતા ધરાવે છે.

પાલકઃ-

-પાલકમાં અનેક વિટામીન એકી સાથે જોવા મળે છે. પાલકમાં સ્કીન અને બ્રેસ્ટ કેન્સર સામે લડવાની સૌથી વધુ ગુણો ધરાવે છે. મજાની વાત એ છે કે એમાં કોલેસ્ટ્રોલ તદ્દન નથી હોતું.

ગાજરઃ-

-રોગો સામે લડવાની ક્ષમતા વધારવામાં ગાજરનો કોઈ જ મુકાબલો નથી. એક કપ કાપેલા ગાજરમાં 52 કેલેરી હોય છે અને તેમ છતાં તેમાં કોલેસ્ટ્રોલ તદ્દન નથી હોતા. બાળકોના વિકાસમાં આ સૌથી વધુ મદદગાર સાબિત થાય છે. ફેંફસા, સ્કીન અને મોના કેન્સરથી બચવા માટે પણ આ રામબાણ ઇલાજ માનવામાં આવે છે.

કોબીજઃ-

-શરીરમાં બનનાર વિષેલા પદાર્થો સામે લડવા માટે ગોબી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શાકભાજીઓની કોઈપણ પ્રકારની તુલનામાં એમાં પૌષ્ટિકતા સૌથી વધુ હોય છે.

આ છે સિગરેટ છોડાવવાનો દેશી ઉપાય




ધુમ્રપાન દરેક પ્રકારે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. સિગરેટ-બીડીનો દરેક કશ માણસને મોતની નજીક લઈ જાય છે. એક અધ્યયનમાં એવું સાબિત થયું છે કે ઉચ્ચ રક્તચાપથી પીડિત વ્યક્તિ જો ધુમ્રપાન કરતો હોય તો તે નપુંસક થઈ જવાનો ખતરો 27 ટકા સુધી વધી જાય છે. ત્યાં સુધી કે ધુમ્રપાન છોડી ચૂક્યા હોય તેવા પુરુષોના ધુમ્રપાન ન કરનારની તુલનામાં નપુસંક થઈ જવાની સંભાવના 11 ટકા વધુ હોય છે. જો તમે પણ સ્મોકિંગની આદતથી પરેશાન હોવ તો અપનાવો આ આસાન ઉપાય...

લીંબુઃ- બીડી, તમાકું, સિગરેટ, જર્દાના સેવનની આદત હોય તો તેનું સેવન તરત જ બંધ કરી દેવું અને જ્યારે પણ સેવન કરવાની ઈચ્છા થાય ત્યારે લીંબુ ચૂસો. થોડા ટીપા લીંબુના રસના જીભ ઉપર નાંખી સ્વાદ ખાટો કરી દો. તેનાથી તમારી તમાકું કે સિગરેટ પીવાની ઈચ્છા તરત જ સમાપ્ત થઈ જશે. આ પ્રકારે જ્યારે-જ્યારે સેવન કરવાની ઈચ્છા થાય ત્યારે લીંબુનું સેવન કરો.

વરિયાળીઃ- વરિયાળીને ઘીમાં સૂકવી તવા ઉપર સેકી લો. જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય ત્યારે અડધી-અડધી ચમચી ચાવતા જાઓ. તેનાથી સિગરેટ પીવાની ઈચ્છા સમાપ્ત થઈ જશે.

અજમોઃ- 50 ગ્રામ અજમો અને 50 ગ્રામ મોટી વરિયાળી લઈ ઘરીમાં સેકીને એક ડબીમાં ભરી રાખો. જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય, ત્યારે આ મિશ્રણને અડધી ચમચી ચાલીને ખાઓ.

Friday, 23 September 2011

ખરતાં વાળ અટકાવો હવે માત્ર આ એક ટિપ્સથી

લહેરાતા વાળ કોઇની પણ ખુબસુરતીમાં ચાર ચાંદ લગાડી શકે છે. પરંતુ ઘણીવાર એનાથી ઊલટું પણ થઇ શકે છે,જેનાથી આપણુ વ્યક્તિત્વ કદરૂપું લાગવા લાગે છે.

વાળોનું ખરવું એ પણ એક એવી સમસ્યા છે કે જેનાથી આપણે હેરાન થતાં હોઇએ છીએ અને આપણા લુકમાં તરત જ ચેન્જ લાવે છે.


સામાન્ય રીતે દરેકના ત્યાં મધ તો ઘણી સરળતાથી મળી જાય છે. મધના ઔષધીય ગુણ આપણે દરેક જાણીએ છીએ.મધની તાસીર ઠંડી હોય છે જે ઘણી બીમારીઓને દુર કરવામાં સક્ષમ છે.

મધથી ખરતા વાળ રોકી શકાય છે.

આજે નાની ઉંમરમાં વાળના ખરવાની સમસ્યા અવારનવાર જોતા હોઇએ છીએ. આ બીમારીથી બચવા માટે મધ અને તજએ અસરકારક ઉપાય છે.

ખરતા વાળને ગરમ ઑલિવ ઓઇલના તેલમાં એક ચમચી મધ અને તજના પાવડરની પેસ્ટ બનાવો. નહાવાના પહેલાં આ પેસ્ટને માથા પર લગાડી લો. 15 મિનિટ પછી વાળને ગરમ પાણીથી ધોઇ લો.

આમ કરવાથી થોડા દિવસોમાં ખરતા વાળની સમસ્યા દુર થાય છે.

તજ અને મધનું મિશ્રણ ઘણું અસરકારક હોય છે. આયુર્વેદના અનુસાર આના મિશ્રણથી ઘણી બીમારીઓનો ઇલાજ કરી શકાય છે.ત્વચા અને શરીરને ચમકદાર અને સ્વસ્થ રાખવા આ ઉપયોગ કરવો જોઇએ.

સફેદ વાળ પણ કાળા થવા લાગશે આ ઘરગથ્થુ નુસખાથી

કસમયે વાળનું સફેદ થવું એક બીમારી છે.એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ.ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે.વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે.

- બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો.ફાયદો થશે.

- દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો.વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.

- આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.

- દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે.

- તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.

- અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો.7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે.

- રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

જેના વાળ સુંદર અને મુલાયમ હોય તે કંઈક આવા હોય...!

આપણા સ્વભાવ, વ્યક્તિત્વ અને આદતોનો ગાઢ સંબંધ આપણા શરીર સાથે હોય છે. જેવું આપણું શરીર હશે, તદ્દન એ જ પ્રમાણે આપણા વિચાર પણ બનશે. જ્યોતિષ પ્રમાણે વ્યક્તિના હાવ-ભાવ અને શારીરિક બનાવટ તેના સ્વભાવ ને ભવિષ્યને પ્રદર્શિત કરે છે.

જ્યોતિષશાસ્ત્રમાં અનેક એવી વિદ્યાઓ બતાવવામાં આવી છે જેનાથી કોઈપણ વ્યક્તિ વિશે સાચી-સાચી જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. કોઈપણ માણસના વાળને ધ્યાનથી જોઈએ તો આપણે તેનો સ્વભાવ પણ જાણી શકીએ છીએ.

જો વ્યક્તિના વાળ મુલાયમ, કાળા, ઘાટા, રેશમ જેવા હોય તો તે વ્યક્તિ સારો માણસ હોય છે. દરેક કામને તે વ્યવસ્થિત ઢંગથી જ કરે છે. આ લોકોના ખૂબ જ મિત્રો પણ હોય છે. આ લોકો પોતાનું જીવન પૂરી મસ્તી સાથે પસાર કરે છે. એવા લોકોની પાસે ધનની ક્યારેય ખોટ રહેતી નથી, તેઓ બધી સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરતા હોય છે. એવા લોકો ખૂબ જ સારા પ્રેમી હોય છે અને પોતાની સાથીનું પૂરું ધ્યાન રાખે છે.

એવું સુડોળ પેટ હોવું જોઈએ...કે તમારી છાપ ન બગડે !!

આજકાલ અસંતુલિત ખણી-પીણીના વધતા પ્રચલનને લીધે મોટાભાગના લોકોને અત્યધિક ચરબીની સમસ્યાઓ જોવા મળે છે. હેલ્થ પ્રત્યે સાવધાન ન રહેવાને લીધે આ સમસ્યા ધીરે-ધીરે મોટું રૂપ લઈ લેતી હોય છે અને મેદસ્વીતા વધતી જતી હોય છે.

મેદસ્વીતાના લીધે આપણા સ્વાસ્થ્યને અનેક ખતરનાક બીમારીઓનો ખતરો રહેતો હોય છે. મેદસ્વીતાને જેમ બને તેમ ઝડપથી ઓછું કરવા માટે યોગ ક્રિયાની મદદ લઈ શકાય છે. એવી જ એક ક્રિયા કપાલ ભાતિ છે, જેનાથી ચોક્કસપણે મેદસ્વીતા અર્થાત્ જાડાપુણાને નિયંત્રણ કરી શકાય છે.

ક્રિયા કરવાની વિધિઃ-

સમતળ સ્થળે સ્વચ્છ રૂમાલ કે અન્ય કોઈ કપડું પાથરી પોતાની સુવિધા પ્રમાણે આસન ઉપર બેસી જાઓ. બેસ્યા પછી પેટને ઢીલુ છોડી દો. હવે ઝડપથી શ્વાસ બહાર કાઢો અને પેટને અંદરની તરફ ખેંચો. શ્વાસ બહાર કાઢતા અને પેટને અંદર ચોટાડતી વખતે સામંજસ્ય રાખવું. શરૂઆતમાં દસ વાર આ ક્રિયા કરવી, ધીરે-ધીરે 60 સુધી વધારી દો. વચ્ચે-વચ્ચે વિશ્વાસ લઈ શકો છો. આ ક્રિયાથી ફેફસાના નીચલા ભાગમાં પ્રયુક્ત હવા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નિકળી જાય છે અને સાયનસ સ્વચ્છ થઈ જાય છે. સાથે જ પેટ ઉપર જામેલી ફાલતુ ચરબી નાશ થઈ જાય છે.

સાવધાનીઓઃ-

-શ્વાસને લગતી બીમારીઓથી ગ્રસ્ત વ્યક્તિએ આ ક્રિયા ન કરવી.

-કપાલ ભાતિ ક્રિયા સવારેના સમયે ખાલી પેટે જ કરવી.

-કોઈ યોગ વિશેષજ્ઞની સલાહ લઈને આ ક્રિયા કરવી વધુ હિતાવહ છે.

ખાટ્ટોમીઠો ઉપાયઃ દૂર થશે ડાયાબિટિસ, કેન્સર અને દિલની બીમારીઓ - strawberry



- સ્ટ્રોબેરી એક એવું જ ફળ છે જેને નિયમિત રીતે ખાવાથી વધતી ઉંમરની અસરને રોકી શકાય
- બે અઠવાડિયા સુધી અડધા કિલો સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો લોહીમાં એન્ટીઓક્સીડેન્ટનું સ્તર વધે છે

-
ઓક્સિજન વગર કોઈપણ જીવન માટે જીવનની કલ્પના કરવી અશક્ય છે, પરંતુ આ ઓક્સિજનને કારણે શરીરમા ઓક્સીડેશનની ક્રિયા પણ થાય છે. ઓક્સિજન શરીરમાં રેડિકલ્સને જન્મ આપે છે. જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ આ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ ઓછા થાય છે.

સાથે શરીરના ભોજનથી એન્ટીઓક્સીડેન્ટ્સ ખેંચવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. આ કારણે જ ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટની વધુ માત્રા ધરાવતી સામગ્રીઓનો સમાવેશ કરવાની જરૂર પડે છે.

આપણા ખાવા-પીવાની કેટલીક વસ્તુઓમાં એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ હોય છે. સ્ટ્રોબેરી એક એવું જ ફળ છે જેને નિયમિત રીતે ખાવાથી વધતી ઉંમરની અસરને રોકી શકાય છે અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે.

એક રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે છે કે સ્ટ્રોબેરી ખાવાથી રક્તમાં એન્ટીઓક્સીડેન્ટ સ્તર વધારવામાં મદદ મળે છે. માનવામાં આવે છે કે, એન્ટીઓક્સીડેન્ટ ખાવાથી તણાવ ઓછો થાય છે. સાથે જ કેન્સર, ડાયાબિટિસ, હૃદયરોગ જેવી બીમારીઓની આશંકાઓને ટાળી શકાય છે. બે અઠવાડિયા સુધી જો અડધા કિલો સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો લોહીમાં એન્ટીઓક્સીડેન્ટનું સ્તર વધવા લાગે છે.