Friday, 23 September 2011

દ્રાક્ષ(Grapes) ખાઓ અને હ્રદયરોગની ચિંતાથી નિશ્ચિંત થાઓ



- આપણા આહારમાં ફળોનો સમાવેશ અત્યંત જરૂરી છે. ફળોમાં રહેલા વિવિધ વિટામિન્સ એ આપણા આહારને સમતોલિત બનાવે છે.

સ્વાદમાં લાજવાબ એવી દ્રાક્ષએ ફળોમાં અનેરું સ્થાન ધરાવે છે કારણ કે તેમાં ખાંડની માત્રા વધારે અને તે પણ ગ્લુકોઝનાં રૂપમાં હોય છે. ગ્લુકોઝ રાસાયણિક પક્રિયાના પરિણામે શરીરમાં ત્વરિત જ શોષાઇ જાય છે એટલે જ તો દ્રાક્ષ ખાઇને આપણને તરત જ સ્ફૂર્તિનો અનુભવ થાય છે.આ ઉપરાંત દ્રાક્ષ એ વિટામીનોનો સ્ત્રોત છે.ખાલી પેટે વિટામીનનું સેવન લાભદાયી ગણાય છે આથી તો સવારમાં ખાલી પેટે દ્રાક્ષ ખાવી એ શ્રેષ્ઠ ગણાય છે. આયુર્વેદ અનુસાર લાલ અને કાળી દ્રાક્ષ સાંજના સમયે ખાવી જોઇએ.

દ્રાક્ષમાં રહેલ ગુણ

-દ્રાક્ષ ખાવાથી ફેફસામાં જામેલો કફ નીકળી જાય છે જેનાથી ખાંસીમાં પણ આરામ મળે છે.

- દ્રાક્ષથી ગભરામણ, ચક્કર આવવા જેવી બીમારીઓમાં પણ લાભદાયક છે. શ્વાસ અને વાયુરોગમાં પણ દ્રાક્ષનો પ્રયોગ લાભકારી છે.

- માઇગ્રેન માટે પાકેલી દ્રાક્ષએ ઘરગથ્થુ ઉપાય માનવામાં આવે છે.

- દ્રાક્ષ એ હ્રદયને સ્વસ્થ રાખે છે તે સાથે હ્રદયનાં ધબકારા અને હ્રદય દર્દમાં પણ લાભકારી માનવામાં આવે છે.

- રોજ થોડી માત્રામાં દ્રાક્ષને જો નિયમિત રીતે ખાવામાં આવે તો કોઇપણ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે.

- હ્રદય રોગીઓ માટે તો દ્રાક્ષનો રસ ઘણો લાભકારી થઇ શકે છે.

- દ્રાક્ષનું આટલું મહત્વ તેમાં રહેલ પાણી અને પોટેશિયમની પુષ્કળ માત્રાનાં કારણે છે, તે જ રીતે અલબ્યુમિન અને સોડિયમ ક્લોરાઇડની માત્રા ઓછી હોવાને કારણે તે ગુર્દાની બીમારીમાં પણ લાભકારી છે.

- દ્રાક્ષમાં રહેલ રેસવેરાટ્રોલ એ ડાયાબિટિસમાં અતિ સહાયક હોય છે.

No comments:

Post a Comment